PAKvsSA: પાકિસ્તાનની નફ્ફટાઇ, દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને વિઝા ના આપ્યા

|

Jan 18, 2021 | 8:37 AM

પાકિસ્તાને (Pakistan) એક વાર ફરી થી પોતાના બે મોંઢા દુનિયાને દેખાડ્યા છે. દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટને વિઝા દેવાથી ઇન્કાર કરી દીધો હતો.

PAKvsSA: પાકિસ્તાનની નફ્ફટાઇ, દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને વિઝા ના આપ્યા
પ્રસન્ના રામન

Follow us on

પાકિસ્તાને (Pakistan) એક વાર ફરીથી પોતાના બે મોંઢા દુનિયાને દેખાડ્યા છે. દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટને વિઝા દેવાથી ઇન્કાર કરી દીધો હતો. વિઝા નહી મળવાને લઇ પ્રસન્ના (Prasanna) દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે પાકિસ્તાન જઇ શક્યો નથી. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી સિરીઝ માટે તે બેંગ્લોર (Bangalore) પોતાના ઘરે બેસીને જ ટીમને મદદ કરશે.

ઇન્ડીયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ પ્રસન્નાને પાકિસ્તાન સરકારે વિઝા આપવાથી ઇન્કાર કરી દીધો છે. ઇન્ડીયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા પ્રસન્નાએ જણાવ્યુ હતુ કે, હું અત્યારે એમ મહેસૂસ કરી રહ્યો છુ, જેમ એક મૃત શરીર ચાલી રહ્યુ હોય. હું અહી રહીને પણ પોતાના તરફથી સો ટકા આપવાનો પ્રયાસ કરીશ. આ એક મોટી ક્ષતિ છે ટીમ માટે, તે ખેલાડીઓ માટે કે જે મારી પર પૂર્ણ રીતે નિર્ભર છે. જોકે અમારે પ્રોટોકોલ સમજવો પડશે. મને બતાવવામાં આવ્યુ કે, ઝિમ્બાબ્વેના કોચ લાલચંદ રાજપૂત પણ પાકિસ્તાન નહોતા જઇ શક્યા. અલીમ દાર કામ માટે ભારત નહોતા આવી શક્યા. આમ હું એકલો નથી. તેણે કહ્યુ કે, ઝૂમ મિટીંગ દ્વારા ખેલાડીઓ સાથે વાતચીત કરી રહ્યો છું. તેમને સ્લાઇડ દ્વારા સમજાવી રહ્યો છુ. પ્રસન્ના લાંબા સમયથી દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા છે.

પ્રસન્નાથી અગાઉ ઝિમ્બાબ્વેના કોચ લાલચંદ રાજપૂતને પણ વિઝા નહી મળવાને લઇને પાકિસ્તાન જઇ શક્યા નહોતા. ત્રણ અન્ય ભારતીય કોચ, જે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા છે, તે પણ પાકિસ્તાન પહોંચી શક્યા નહોતા. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચ અને ત્રણ ટી20 મેચ રમાનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ 26 જાન્યુઆરીથી કરાંચી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી છે, જ્યારે સિરીઝીને બીજી મેચ 4 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં રમાનારી છે. ત્રણેય ટી20 મેચ 11, 13 અને 14 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાનારી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પણ વાંચો: Corona રસીકરણને લઈ ભારતે બનાવ્યો આ રેકોર્ડ

Next Article