PAK vs ZIM: પાકિસ્તાની બોલરે એવો ઘાતક બોલ નાંખ્યો કે ઝિમ્બાબ્વેના બેટ્સમેના હેલમેટના બે ટુકડા થઇ ગયા

|

Apr 24, 2021 | 5:17 PM

રમત જગતમાં આમ તો ઘટનાઓ ઘટવી એ તો સામાન્ય વાત છે. ક્રિકેટમાં પણ આવા પ્રકારની ઘટનાઓ ઘટતી રહેતી હોય છે. આવી જ એક ખતરનાક ઘટના પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે (Pakistan vs Zimbabwe) વચ્ચે રમાઇ રહેલી T20 સિરીઝ દરમ્યાન સામે આવી હતી.

PAK vs ZIM: પાકિસ્તાની બોલરે એવો ઘાતક બોલ નાંખ્યો કે ઝિમ્બાબ્વેના બેટ્સમેના હેલમેટના બે ટુકડા થઇ ગયા
Pakistan vs Zimbabwe

Follow us on

રમત જગતમાં આમ તો ઘટનાઓ ઘટવી એ તો સામાન્ય વાત છે. ક્રિકેટમાં પણ આવા પ્રકારની ઘટનાઓ ઘટતી રહેતી હોય છે. આવી જ એક ખતરનાક ઘટના પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે (Pakistan vs Zimbabwe) વચ્ચે રમાઇ રહેલી T20 સિરીઝ દરમ્યાન સામે આવી હતી. જેમાં ના માત્ર ડરનો માહોલ ઉભો થયો પરંતુ ખતરનાક યાદોને પણ તાજી કરાવી દીધી હતી. બંને દેશો વચ્ચે T20 સિરીઝની મેચમાં પાકિસ્તાને બાજી મારી હતી. જેના બાદ શુક્રવારે બંને ટીમો વચ્ચે સીરીઝની બીજી મેચ રમાઇ હતી. જેમાં ઝિમ્બાબ્વે એ આસાન લક્ષ્યનો બચાવ કરીને પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત મેળવી હતી. પરંતુ આ દરમ્યાન બેટીંગ ઇનીંગ વેળા ટીમની ધડકનો તેજ બની ગઇ હતી. જ્યારે પાકિસ્તાની બોલર એક ઘાતક બોલ નાંખીને ઝિમ્બાબ્વે ના બેટ્સમેનના હેલમેટના બે ટુકડા કરી દીધા હતા.

હરારે સ્પોર્ટસ ક્લબમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વે એ 19 રન થી જીત મેળવી હતી. ઝિમ્બાબ્વે એ પહેલા બેટીંગ કરતા નવ વિકેટ ગુમાવીને ફક્ત 118 રન કર્યા હતા. પાકિસ્તાન માટે આ લક્ષ્ય મુશ્કેલ નહોતુ. પરંતુ પાકિસ્તાનની ટીમ તે હાંસલ કરવામાં સફળ ના રહી શકી. તે માત્ર 99 રન જ કરી શકી હતી. જોકે આ દરમ્યાન પાકિસ્તાન માટે ડેબ્યૂ કરી રહેલા ઝડપી બોલર અર્શદ ઇકબાલ (Arshad Iqbal) ની ઝડપ થી ઉછળતી ઘાતક બાઉન્સર બોલે ખેલાડીઓને ખૌફ પેદા કરાવી દીધો હતો.

અર્શદ ઇકબાલનો ખતરનાક બાઉન્સર
20 વર્ષિય અર્શદ ઇકબાલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. ઇકબાલે તેની બીજી ઓવરમાં જ ખતરનાક બાઉન્સર ફેંકી હતી, જે ઝડપ થી ઉછળીને બેટ્સમેન તિનાશે કામુનહુકામ્વે (Tinashe Kamunhukamwe) ના હેલ્મેટને જઇ ટકરાયો હતો. બોલ હેલ્મેટને લાગતા જ હેલ્મેટના બે ટુકડા થઇ ગયા હતા. એક ટુકડો પિચની નજીકમાં જઇ પડ્યો હતો. જેવો બોલ હેલેમેટ પર લાગ્યો તિનાશે ના ચહેરા પર ડર સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. મેદાન પર મોજૂદ પાકિસ્તાની ફિલ્ડર પણ દોડતા તેની પાસે પહોંચ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તરત જ ઝિમ્બાબ્વેની ટીમના ફિઝયોથેરાપીસ્ટ પણ દોડી આવ્યા હતા અને તિનાશેનુ નિરિક્ષણ કરયુ હતુ. સાથે જ ત્યાં કનક્શન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં કોઇ પણ પ્રકારની ગંભીર ઇજા ની વાત સામે આવી નહોતી અને રમતને જારી રાખવામાં આવી હતી. ઝિમ્બાબ્વે ના 118 રનમાં સૌથી વધુ યોગદાન તિનાશેનુ રહ્યુ હતુ. તેણે 40 બોલમાં 34 રનની ઇનીંગ રમી હતી. જે દરમ્યાન 4 ચોગ્ગા પણ તેણે લગાવ્યા હતા. પાકિસ્તાનના મહંમદ હસનેન અને દાનિશ અજીજ ને 2-2 વિકટ મળી હતી. જ્યારે અર્શદ ઇકબાલે 4 ઓવર કરીને 16 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

https://twitter.com/kudaville/status/1385527688627068930?s=20

21 રન પર જ ગુમાવી દીધી અંતિમ સાત વિકેટ
જવાબમાં પાકિસ્તાનની પુરી ટીમ 19.5 ઓવરમાં 99 રન કરીને જ સમેટાઇ ગઇ હતી. કેપ્ટન બાબર આઝમે 45 બોલમાં 5 ચોગ્ગાની મદદ થી 41 રનની ઇનીંગ જરુર રમી હતી, જોકે અન્ય સહયોગીઓથી યોગ્ય મદદ ના મળી. ઝિમ્બાબ્વે ને માટે લુકે જોંગ્વે એ 4 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને પોતાની 7 વિકેટ તો આખરી 21રનમાં ગુમાવી હતી.

Next Article