
ભારતીય કુસ્તીબાજો સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને સુપ્રીમ કોર્ટે આગલા દિવસે ઝટકો આપ્યો હતો. સાક્ષી મલિક, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર બ્રિજ ભૂષણની ધરપકડની માંગ સાથે ધરણા પર બેઠા છે. કુસ્તીબાજોએ અધ્યક્ષ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને એફઆઈઆર નોંધવા માટે અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે કુસ્તીબાજોના કેસને પોતાની પાસે જ બંધ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કુસ્તીબાજોને હાઈકોર્ટ કે પછી નીચલી અદાલતમાં જવાનું કહ્યું છે. કોર્ટેના આ ઝટકા બાદ ઓલિમ્પિક મેડાલિસ્ટ બજરંગ પુનિયાએ શુક્રવારના રોજ દંગલનો એક વીડિયો શેર કરી ઈમોશનલ અપીલ કરી છે.
બજરંગ, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટનો 36 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને દેશના લોકોને સપોર્ટ કરવાની અપીલ પણ કરી છે. બજરંગે લખ્યું કે, અમે અમારા દેશના ગૌરવ માટે લડીએ છીએ. આજે અમે અમારી સુરક્ષા અને તમારા ચેમ્પિયન માટે લડીએ છીએ, અમારો સાથ આપો.
We fought for the pride of our country. Today we are fighting for the safety and honour of your champions. Please support us! #StandWithWrestlers pic.twitter.com/rlJ2AA3kPt
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 5, 2023
બજરંગની આ અપીલ પહેલા ખેડુતો અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચ્યા હતા. આ પહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે મોડી રાત્રે ઝપાઝપી પણ થઈ હતી. વિનેશ ફોગાટે દિલ્હી પોલીસ પર ગેરવર્તણ કરવાનો આરોપ લગાવ્યો છે, ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…