Wrestlers Protest : ધરણા પર બેઠેલા કુસ્તીબાજોની મોટી જાહેરાત, કહ્યું અમે બધા અમારા મેડલ પરત કરીશું

દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજને બેઠ્યાને 11 દિવસ વીતી ગયા, આજે 12મો દિવસ છે, ગઈકાલે રાત્રે જંતર-મંતર પર થયેલા હંગામાને જોતા આજે જંતર-મંતરનું ચિત્ર થોડું બદલાઈ ગયું છે.

Wrestlers Protest : ધરણા પર બેઠેલા કુસ્તીબાજોની મોટી જાહેરાત, કહ્યું અમે બધા અમારા મેડલ પરત કરીશું
| Edited By: | Updated on: May 04, 2023 | 12:58 PM

ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેસેલા કુસ્તીબાજો પીછેહઠ કરવા તૈયાર નથી. સંઘના પ્રમુખની ધરપકડ અને રાજીનામાની માગણી પર અડગ રહેલા કુસ્તીબાજો હવે મેડલ પરત કરવાની વાત પર આવી ગયા છે. ધરણામાં સામેલ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવારે કહ્યું કે, તે તમામ લોકો તેમના મેડલ પરત કરશે.

 

ધરણા પર બેસેલા કુસ્તીબાજોએ આ જાહેરાત એવા સમયે કરી છે. જ્યારે દિલ્હી પોલીસે યૌન શોષણ મામલે સંધના અધ્યક્ષ અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરી ચૂકી છે. પ્રદર્શનકારી કુસ્તીબાજોનું કહેવું છે કે, તેના ધરણા ત્યારે પુરા થશે. જ્યારે પોલિસ સંધ અધ્યક્ષની ધરપકડ કરી જેલમાં નાંખે.

લોકોને શાંતિ જાળવવાની અપીલ

વિનેશ ફોગાટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેનું કરિયર દાવ પર લાગેલું છે. ધરણા સામેલ બજરંગ પુનિયાએ કહ્યું કે, આ મામલે ધરપકડ થઈ જશે તેની તો અમે જતા રહીશું. અમારે ટાર્ગેટ માત્ર વૃજભૂષણ શરણ સિંહ છે.લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતા કુસ્તીબાજએ કહ્યું કે લોકો અમારો વિરોધ ખતમ કરવા માંગે છે. અમે આવા સન્માનની અપેક્ષા રાખતા નથી. દેશમાં એવી સ્થિતિ છે કે, મહિલાઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે. જો આમ કરવાનું હોય તો મેડલ પરત કરી દઈશુ.

આ પણ વાંચો : Wrestlers Protest: રેસલર વિનેશ ફોગટ રડી પડી, પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું-કેટલા બેઆબરુ કરશો ? શું આ દિવસ માટે મેડલ લાવ્યા હતા ? જુઓ Video

રાહુલ ગાંધીએ પણ કર્યું ટ્વિટ

જંતર-મંતર પર કુસ્તીબાજો સાથે થયેલા વર્તનને લઈ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, બેટી બચાવો માત્ર નાટક છે ભાજપ ભારતની દિકરીઓ પર અત્યાચાર કરવા પર પીછેહટ થઈ નથી.

 

 

ગુરુવારના રોજ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલિવાલ પણ ધરણા પર બેસેલા પહેલવાનો સાથે મુલાકાત કરવા માટે જંતર-મંતર પહોંચી હતી, કુસ્તીબાજો સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું કે, તેના આ આરોપ ખુબ ગંભીર છે. પુરૂષ પોલીસકર્મીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે. જાતીય સતામણીનો કેસ ચાલી રહ્યો છે. તેમની સુરક્ષા માટે કોઈ કાળજી લેવામાં આવી નથી.

ક્યાં ખેલાડીએ કેટલા મેડલ જીત્યા

વિનેશ ફોગાટ એક ભારતીય કુસ્તીબાજ છે. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ બંનેમાં ગોલ્ડ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી.વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં અનેક મેડલ જીતનારી તે એકમાત્ર ભારતીય મહિલા કુસ્તીબાજ છે. ફોગાટ 2019માં લૌરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકિત થનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. તો બજરંગ પુનિયા એક ભારતીય ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ છે, જે 65-kg વજન વર્ગમાં ભાગ લે છે. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં, પુનિયાએ કઝાકિસ્તાનના દૌલેટ નિયાઝબેકોવને 8-0ના માર્જિનથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.પુનિયા વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ છે.

સાક્ષી મલિક એક ભારતીય ફ્રી સ્ટાઇલ રેસલર છે. 2016 સમર ઓલિમ્પિકમાં તેણે 58 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. તેની સાથે મહિલા કુસ્તીબાજો વિનેશ ફોગટ, બબીતા કુમારી અને ગીતા ફોગાટ સાથે JSW સ્પોર્ટ્સ એક્સેલન્સ પ્રોગ્રામનો એક ભાગ છે. દિલ્હી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા માલીવાલે કહ્યું કે, બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવાની કોઈની હિંમત નથી. જ્યારે હું અહીં આવું છું ત્યારે મને ખેંચીને કારમાં બેસાડી દેવામાં આવે છે. બ્રિજભૂષણ ગમે તેટલો મોટો ગુંડો હોય, તેની ધરપકડ જરૂરી છે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…