ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે ભારતમાં જ આયોજિત થનાર વનડે વર્લ્ડ કપમાં રમવાનું છે. આ ટુર્નામેન્ટનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં કરવામાં આવશે. તમામ ખેલ પ્રેમીઓ આ મેગા ઈવેન્ટના કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે. શનિવારે પ્રાપ્ત અપડેટ પ્રમાણે 27 જૂનના રોજ મંગળવારે સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ બધાની વચ્ચે આ વર્ષે મલેશિયામાં આયોજિત થનાર FIH Hockey Junior World Cup ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 5 ડિસેમ્બરના રોજ થશે, જ્યારે 16 ડિસેમ્બરના રોજ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. આ સ્પર્ધાનું આયોજન બુકિત જલીલ સ્થિત નેશનલ હોકી સ્ટેડિયમમાં થશે.
આ પણ વાંચો : BCCIનો યૂ ટર્ન, એશિયન ગેમ્સમાં ભાગ લેશે ટીમ ઇન્ડીયા, જાણો કયા ફોર્મેટમાં રમાશે મેચ
આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે. ભૂવનેશ્વરમાં આયોજિત છેલ્લા વિશ્વ કપ (2021)માં ચોથા સ્થાન પર રહેલી ભારતીય જૂનિયર હોકી ટીમને આ વખતે સ્પેન, કેનેડા અને દક્ષિણ આફ્રિકા સાથે ગ્રુપ સી માં રાખવામાં આવ્યો છે. જ્યારે મેજબાન મલેશિયા, ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા અને ચિલી ગ્રુપ-એ માં છે, છ વખતની ચેમ્પિયન જર્મની, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા અને ઇજિપ્તને ગ્રુપ-બી માં રાખવામાં આવ્યો છે. ગ્રુપ-ડીમાં નેધરલેન્ડ, બેલ્જિયમ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સામેલ છે.
The Pools for the FIH Hockey Men’s Junior World Cup Malaysia 2023 are out! #RisingStars
The tournament will be played from 5-16th December 2023.
Find out more details here: https://t.co/Re0hmAEnQi#JWC2023 #HockeyEquals #Malaysia pic.twitter.com/EIjkzxdirJ
— International Hockey Federation (@FIH_Hockey) June 24, 2023
ટુર્નામેન્ટની શરૂઆત 5 ડિસેમ્બરના રોજ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના મુકાબલાથી થશે. આ બાદ ભારતીય હોકી ટીમ 7 ડિસેમ્બરના રોજ ગ્રુપ સ્ટેજમાં સ્પેન સાથે મેચ રમશે જ્યારે 9 ડિસેમ્બરે કેનેડા સાથે ટીમ ઇન્ડીયાનો મુકાબલો રમાશે. ભારતીય હોકી જૂનિયર ટીમે વર્ષ 2001 અને વર્ષ 2016માં વિશ્વ જીત્યો હતો. જ્યારે જર્મની અને આર્જેન્ટીના બાદ ભારત ત્રીજી એવી ટીમ છે જેણે 1979 માં શરૂ થયેલ આ ટુર્નામેન્ટને એક થી વધુ વખત જીતી છે. જર્મનીએ રેકોર્ડ 6 વખત આ ટુર્નામેન્ટને જીતી છે.
હોકી વિશ્વ કપના ગ્રુપનું વિભાજન એફઆઇએચ જૂનિયર વિશ્વ કપ રેન્કિંગના આધારે કરવામાં આવ્યું છે જેમાં દુનિયાની 16 ટીમોની ભાગ લેશે. ભારતના ઉત્તમ સિંહે ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યુ કે, સુલ્તાન જોહર કપ અને જૂનિયર એશિયા કપમાં જીત બાદ ભારતીય ટીમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ટીમ મલેશિયા જૂનિયર વિશ્વ કપમાં પોડિયમ સ્થાન હાંસિલ કરવાને લઇને આશ્વસ્ત છે.