ફિફા વર્લ્ડકપની મેચ દરમિયાન બબાલ, મેસ્સીના ફેન્સ પર મેક્સિકોના ફેન્સ તૂટી પડયા

|

Nov 27, 2022 | 7:49 PM

જો કે આ મેચના ઉત્સાહ વચ્ચે સ્ટેડિયમમાં ફેન્સ વચ્ચે બબાલ પણ થઈ હતી. બંને ટીમોના ફેન્સ મેચ દરમિયાન એકબીજાની સામે આવી ગયા હતા. આ બબાલના ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ફિફા વર્લ્ડકપની મેચ દરમિયાન બબાલ, મેસ્સીના ફેન્સ પર મેક્સિકોના ફેન્સ તૂટી પડયા
lionel messi argentina mexico fans fight
Image Credit source: Twitter

Follow us on

આજે આર્જેન્ટિનાની ટીમ ફિફા વર્લ્ડકપમાં મેક્સિકો સામે ‘કરો યા મરો’ વાળી મેચ રમવા ઉતરી હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સી એ આર્જેન્ટિનાને વર્લ્ડકપમાંથી બહાર થતા બચાવી છે. મેસ્સી એ મેક્સિકો સામે એક ગોલ અસિસ્ટ અને એક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી જીત અપાવી હતી. મેસ્સીનો વર્લ્ડકપનો આ 8મો ગોલ હતો. જો કે આ મેચના ઉત્સાહ વચ્ચે સ્ટેડિયમમાં ફેન્સ વચ્ચે બબાલ પણ થઈ હતી. બંને ટીમોના ફેન્સ મેચ દરમિયાન એકબીજાની સામે આવી ગયા હતા. આ બબાલના ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મેસ્સીની ટીમ ગ્રુપ સ્ટેજની પહેલી મેચમાં સાઉદી અરેબિયા સામે 1-2થી હારી હતી. જેના કારણે તેઓ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. મેક્સિકો સામે જીત મળતા હવે આર્જેન્ટિનાની વર્લ્ડકપમાં આશા જીંવત રહી છે, આ મેચના પહેલા હાફમાં એક પણ ગોલ થયો ન હતો. બીજા હાફના 64મી મિનિટે મેસ્સી એ અને 87મી મિનિટે ફર્નાડિસે ગોલ કરીને આર્જેન્ટિનાને જીત અપાવી હતી.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

સ્ટેડિયમમાં ફેન્સ વચ્ચે મારામારી

 

 

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમ એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચ રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

જે ફિફા વર્લ્ડકપની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

Next Article