FIFA World Cup: આ ભારતીય સ્ટાર ફૂટબોલ વર્લ્ડ કપમાં જોવા મળશે, વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup)માં મેદાનની બહારની પ્રવૃત્તિઓમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. કેરળના વિનય મેનન આ સ્પર્ધા દરમિયાન બેલ્જિયમ ટીમના બેકરૂમ સ્ટાફ (એસોસિયેટ મેમ્બર) તરીકે સંકળાયેલા છે.

FIFA World Cup: આ ભારતીય સ્ટાર ફૂટબોલ વર્લ્ડ કપમાં જોવા મળશે, વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ભારતીય સ્ટાર ફૂટબોલ વર્લ્ડ કપમાં જોવા મળશે
| Edited By: | Updated on: Nov 17, 2022 | 11:12 AM

ફિફા વર્લ્ડકપ 2022માં કુલ 32 ટીમ રમશે. આ તમામ ટીમોને 4-4ના ભાગમાં 8 ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રત્યેક ટીમમાં 26 ખેલાડી છે. આ પ્લેયર્સના નામ તમામ ટીમો જાહેર કરી ચૂકી છે. ફિફા વર્લ્ડકપ 2022માં 32 દેશની ફૂટબોલ ટીમના 831 ખેલાડીઓ મેદાન પર ઉતરશે.ફીફા વર્લ્ડકપ 2022માં મેદાનની આસ-પાસની ગતિવિધિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા દરમિયાન કેરળના વિનય મેનન બેલ્જિયમની ટીમના સહયોગી સભ્ય તરીકે જોડાયેલ છે. બેલ્જિયમ ટીમના વેલનેસ કોચ તરીકે તે ખેલાડીઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ જેવા વિવિધ પાસાઓ પર કામ કરશે.

હું મારી રીતે મારા દેશને ગૌરવ અપાવીશ

વિજય મેનને કહ્યું, “વિશ્વ કપમાં બેલ્જિયમની રાષ્ટ્રીય ટીમ સાથે રહેવાની તક મળી તે માટે હું સન્માનિત છું. હું ખરેખર ખુશ છું કે, હું ભારતનું પ્રતિનિધિત્વ કરી શકું છું અને મારી રીતે મારા દેશને ગૌરવ અપાવી શકું છું. પોંડીચેરી યુનિવર્સિટીમાંથી શારીરિક શિક્ષણમાં એમફીલ કર્યું છે. તે કેરળના એર્નાકુલમ પાસેના ચેરાઈ ગામનો રહેવાસી છે.

ટીમના વેલનેસ કોચ હશે વિનય મેનન

ટીમના વેલનેસ કોચના રુપમાં વિનય માનસિક અને શારીરિક ફિટનેસ માટે જવાબદાર રહેશે. જે ખેલાડી તેનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવામાં મદદ કરશે. આ 48 વર્ષે વેલનેસ કોચ આ પહેલા ચેલ્સી ક્લબની સાથે કામ કરી ચૂક્યા છે. તે વર્ષે 2011-12 અને 2020-21 સત્રમાં યુઈએએફએ ચેમ્પિયન્સ લીગ જીતનારી ચેલ્સી ટીમના સહયોગી સભ્ય રહેશે.

તમામ ભારતીય કરશે બેલ્જિયમનું સમર્થન

વિનય હવે વર્લ્ડકપમાં પોતાની ટીમના સારા પ્રદર્શન માટે દરેક સમર્થનની આશા કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ વર્લ્ડકપમાં ભારતની ટીમ નથી પરંતુ મને આશા છે કે, કતરમાં જનારા તમામ ભારતીય બેલ્જિયમનું સમર્થન કરશે.

ફિફા વર્લ્ડકપ 2022માં કુલ 8 ગ્રુપ

પ્રત્યેક ગ્રુપમાં 4 ટીમો છે. ગ્રુપ Aમાં કતાર, એક્વાડોર, સેનેગલ અને નેધરલેન્ડની ટીમ છે. ગ્રુપ Bમાં ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Cમાં આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડની ટીમ છે. ગ્રુપ Dમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયાની ફૂટબોલ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Eમાં સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાનની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Fમાં બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયાનો સમાવેશ કરવમાં આવ્યો છે. ગ્રુપ Gમાં બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂનની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંતે ગ્રુપ Hમાં પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયાની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.