VIDEO : યજમાન દેશ આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપમાંથી બહાર, નાઈજીરીયા સામે 2-0થી મળી કારમી હાર

|

Jun 01, 2023 | 6:33 PM

Argentina Vs Nigeria FIFA U20 World Cup : આર્જેન્ટિનામાં હાલમાં અંડર 20 ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. હાલમાં ચાલી રહેલા રાઉન્ડ ઓફ 16ના મહત્વના તબક્કામાં દરેક ટીમને જીતવું જરુરી છે. આજે નાઈજીરીયા સામે હાર થતા યજમાન દેશ આર્જેન્ટિનાઅંડર 20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ છે.

VIDEO : યજમાન દેશ આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપમાંથી બહાર, નાઈજીરીયા સામે 2-0થી મળી કારમી હાર
FIFA U20 World Cup 2023

Follow us on

Argentina :  ફિફા વર્લ્ડ કપ 2022માં વિશ્વ વિજેતા રહેલા આર્જેન્ટિનાને અંડર 20 વર્લ્ડ કપમાં નિરાશા મળી છે. નાઈજીરિયા સામે 2-0થી હાર થતા, આર્જેન્ટિનાની ટીમ અંડર 20 ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ છે. આર્જેન્ટિનાની અંડર-20 રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ, જેવિયર માસ્ચેરાનોએ દાવો કર્યો છે કે ચાલી રહેલા ફિફા U20 વર્લ્ડ કપમાં નાઇજીરિયા સામે તેમની ટીમની બે ભૂલોની કારણે બહાર થવું પડયું. નાઈજીરીયાએ યજમાન ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધા છે, કારણ કે રાઉન્ડ ઓફ 16માં 2-0થી શાનદાર જીત મેળવી છે.

ગોલ રહિત પ્રથમ હાફ પછી, ઇબ્રાહિમ મુહમ્મદે 61મી મિનિટે પ્રથમ ગોલ થયો હતો. રિલવાનુ સરકીએ સ્ટોપેજ ટાઇમમાં શાનદાર ગોલ કરીને 2-0 નાઈજીરીયાને જીત અપાવી હતી. નાઈજીરીયા હવે કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. આ ટીમ વર્લ્ડ કપમાં પહેલીવાર દક્ષિણ અમેરિકાની ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

આ પણ વાંચો : IPL 2023 : 12 સેન્ચુરી, 153 ફિફટી…જાણો આઈપીએલની 16મી સિઝનના રસપ્રદ આંકડાઓ

યજમાન દેશ ફિફા વર્લ્ડ કપમાંથી બહાર

 

 

 

આજે કવાર્ટર ફાઈનલનું ચિત્ર થશે સ્પષ્ટ

 

અંડર 20 ફિફા વર્લ્ડ કપ 2023માં હાલમાં ‘રાઉન્ડ ઓફ 16’નો તબક્કો ચાલી રહ્યો છે. આ સમાચાર લખાઈ છે તે પહેલા ‘રાઉન્ડ ઓફ 16’માં આજે ગેમ્બિયા vs ઉરુગ્વે અને એક્વાડોર Vs સાઉથ કોરિયાની મેચ રમાવાની બાકી છે. ચાલો જાણીએ ‘રાઉન્ડ ઓફ 16’ની હમણા સુધીની મેચના પરિણામો.

  • આર્જેન્ટિના  0-2 નાઈજીરીયા
  • ઈંગ્લેન્ડ 1-2 ઈટાલી
  • બ્રાઝિલ 4-1 ટ્યુનિશિયા
  • ઉઝબેકિસ્તાન 0-1 ઈઝરાયેલ
  • કોલંબિયા 5-1 સ્લોવાકિયા
  • યુનાઈટેડ સ્ટેટ્સ 4-0 ન્યુઝીલેન્ડ

 

‘રાઉન્ડ ઓફ 16’માં મહત્વની મેચ જીતીને નાઈજીરીયા, ઈટાલી, બ્રાઝિલ, ઈઝરાયેલ, કોલંબિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. જ્યારે આર્જેન્ટિના, ઈંગ્લેન્ડ, ટયુનિશિયા, ઉઝબેકિસ્તાન, સ્લોવાકિયા, ન્યુઝીલેન્ડની ટીમ બહાર થઈ ગઈ છે. 3 જૂનથી 5 જૂનની વચ્ચે કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 12 જૂનના દિવસે અંડર 20 ફિફા વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article