TV9 નેટવર્ક દ્વારા ન્યૂઝ9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, જાણો A ટુ Z માહિતી

TV9 નેટવર્કે પુલ્લેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી સાથે ભાગીદારીમાં News9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ લોન્ચ કરી છે. આ સ્પર્ધા હૈદરાબાદમાં યોજાશે અને કોર્પોરેટ કર્મચારીઓને ફિટનેસ, ટીમવર્ક અને વર્ક-લાઇફ બેલેન્સને પ્રોત્સાહન આપશે.

TV9 નેટવર્ક દ્વારા ન્યૂઝ9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, જાણો A ટુ Z માહિતી
| Updated on: Apr 11, 2025 | 9:14 PM

TV9 નેટવર્કે આજે પદ્મ ભૂષણ પુલ્લેલા ગોપીચંદની પ્રતિષ્ઠિત બેડમિન્ટન એકેડેમી સાથે ભાગીદારીમાં News9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપના લોન્ચની જાહેરાત કરી છે.

આ સ્પર્ધા TV9 ની સફળ Corporate Football Cup પછીનું આગામી પગથિયુ છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સ્પર્ધા નથી, પરંતુ ભારતમાં કાર્યરત કોર્પોરેટ સંસ્કૃતિમાં ફિટનેસ, ટીમ વર્ક અને વર્ક-લાઇફ બેલેન્સ માટે મહત્વનું છે.

TV9 નેટવર્કના એમ.ડી. અને CEO બરુણ દાસે કહ્યું “અમે એવી રમતોને પ્રોત્સાહન આપીએ છીએ જે ફક્ત જીતવા માટે નથી—પરંતુ સ્વાસ્થ્ય, સહકાર અને સમૃદ્ધ જીવન માટે હોય છે. Football Cup પછી હવે અમે Badminton Championship દ્વારા વધુ મોટું કોર્પોરેટ રમતગમતનું ઇકોસિસ્ટમ ઉભું કરીએ છીએ.”

TV9 નેટવર્ક-દક્ષિણના COO અને ચેમ્પિયનશિપના ડિરેક્ટર વિક્રમ કે.એ જણાવ્યું “હૈદરાબાદ ટેકનૉલોજી અને સ્ટાર્ટઅપ્સ માટે જાણીતું છે, પણ એજ સાથે રમતગમતમાં પણ મહાન યુગપ્રવર્તકો આપી ચૂક્યું છે. આ શહેરમાં આ સ્પર્ધા શરૂ થવી એ ગૌરવની વાત છે. અહીંની કોર્પોરેટ દુનિયા હવે રમત દ્વારા જોડાશે.”

પુલ્લેલા ગોપીચંદે ઉમેર્યું “બેડમિન્ટનએ મને બધું આપ્યું છે. હવે હું ઈચ્છું છું કે આ રમતનો આનંદ કોર્પોરેટ જગત પણ માણે. આ ચેમ્પિયનશિપ એ તરફ એક મોટું પગથિયું છે.”

ચેમ્પિયનશિપની વિશેષતાઓ:

  • આ સ્પર્ધા હૈદરાબાદની પુલ્લેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં યોજાશે – જ્યાંથી પીવી સિંધુ, સાયના નેહવાલ, કિદાંબી શ્રીકાંત જેવા દિગ્ગજ ખેલાડીઓ નીકળ્યા છે.

  • દરેક ટીમ 3 થી 5 ખેલાડીઓની રહેશે.

  • પુરુષ કેટેગરી: 2 Men’s Singles અને 1 Men’s Doubles મેચ.

  • ઓપન કેટેગરી: 1 મહિલા સહિતની ટીમ, જેમાં 2 Men’s Singles અને 1 Mixed Doubles મેચ રહેશે.

  • દરેક કંપની ઘણી બધી ટીમો મોકલી શકે છે.

  • લાયકાત માટે કંપની કે LLP ને ઓછામાં ઓછા ૨ વર્ષ જૂની હોવી જોઈએ અને 10 કર્મચારી હોવા જોઈએ.

ઇનામ અને લાભો:

  • ₹6,00,000 સુધીના રોકડ ઇનામ

  • પુલ્લેલા ગોપીચંદ એકેડેમીમાં 2 દિવસની એક્સક્લુઝિવ ટ્રેનિંગ

  • ભારતીય ટોપ બેડમિન્ટન ટૂર્નામેન્ટ માટે સ્પેશિયલ ઈન્વિટેશન

બ્રાન્ડ્સ માટે ખાસ તક

આ ચેમ્પિયનશિપમાં બ્રાન્ડિંગ, ડિજિટલ પ્રમોશન અને ઇન્ડસ્ટ્રી લીડરો સાથે સીધી જોડાણની તક છે.

રજિસ્ટ્રેશન માટે મુલાકાત લો:
www.news9corporatecup.com

રમતના મેદાન માટે તૈયાર થાઓ. આ વર્ષના સૌથી મોટા કોર્પોરેટ રમતગમત ઇવેન્ટનો ભાગ બનવાનો મોકો ચૂકશો નહિ.

Published On - 9:09 pm, Fri, 11 April 25