3585 કરોડ છે ફિફા વર્લ્ડકપ 2022ની કુલ પ્રાઈઝ મની, જાણો કઈ ટીમને મળશે કેટલા કરોડ

|

Dec 15, 2022 | 10:14 PM

ફિફા વર્લ્ડકપ 2022 હાલમાં તેના અંતિમ તબક્કામાં છે. ફિફા વર્લ્ડકપની કુલ પ્રાઈઝ મની 3585 કરોડ છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમો પર પૈસાનો વરસાદ થશે. ચાલો જાણીએ કઈ ટીમને કેટલા કરોડ મળશે.

3585 કરોડ છે ફિફા વર્લ્ડકપ 2022ની કુલ પ્રાઈઝ મની, જાણો કઈ ટીમને મળશે કેટલા કરોડ
Total prize money of FIFA World Cup 2022 is 3585 crores
Image Credit source: File photo

Follow us on

છેલ્લા એક મહિનાથી આખી દુનિયામાં ફિફા ફીવર છવાયો છે. ફિફા વર્લ્ડકપ 2022 હાલમાં તેના અંતિમ તબક્કામાં છે. 18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજા સ્થાન માટે સેમિફાઈનલમાં હારેલી ટીમો મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે મેચ 17 ડિસેમ્બરના રોજ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. 14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.

ફિફા વર્લ્ડકપ વિશ્વની સૌથી વધારે પ્રાઈઝ મની ધરાવતી સ્પોર્ટસ ટુર્નામેન્ટ છે. ફિફા વર્લ્ડકપની કુલ પ્રાઈઝ મની 3585 કરોડ છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમો પર પૈસાનો વરસાદ થશે. ચાલો જાણીએ કે વર્લ્ડકપની કઈ ટીમને કેટલા કરોડ રુપિયાની પ્રાઈઝ મની મળશે. ફિફા વર્લ્ડકપ 2022માં ભાગ લેનાર દરેક ટીમને 1.5 મિલિયન એટલે કે 1.24 કરોડ રુપિયા મળશે.

પ્રાઈઝ મની 3585 કરોડ, કોને મળશે કેટલા કરોડ ?

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વિજેતા-  42 મિલિયન (347 કરોડ)
રનર અપ – 30 મિલિયન (248 કરોડ)
ત્રીજા સ્થાને-  27 મિલિયન (223 કરોડ)
ચોથા સ્થાને – 25 મિલિયન (207 કરોડ)
5-8માં સ્થાને-  17 મિલિયન (140 કરોડ)
9-16માં સ્થાને-  13 મિલિયન (107 કરોડ)
17-32માં સ્થાને-  9 મિલિયન (74.52 કરોડ)

40 વર્ષમાં 19 ગણી વધી ચેમ્પિયન ટીમની પ્રાઈઝ મની

વર્ષ 1982 – 17.98 કરોડ (ઈટાલી)
વર્ષ 1986 – 22.82 કરોડ (આર્જેન્ટિના)
વર્ષ 1990-  28.53 કરોડ (જર્મની)
વર્ષ 1994 – 32.53 કરોડ (બ્રાઝિલ)
વર્ષ 1998 – 48.91 કરોડ (ફ્રાન્સ)
વર્ષ 2002-  65.21 કરોડ (બ્રાઝિલ)
વર્ષ 2006 – 163 કરોડ (ઈટાલી)
વર્ષ 2010 – 244.5 કરોડ (સ્પેન)
વર્ષ 2014-  285.3 કરોડ (જર્મની)
વર્ષ 2018 – 309.7 કરોડ (ફ્રાન્સ)

26 ગણી વધારે છે ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમની પ્રાઈઝ મની

ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમની પ્રાઈઝ મની T20 વર્લ્ડકપની વિજેતા ટીમની પ્રાઈઝ મની કરતા 26 ગણી વધારે છે. ફિફા વર્લ્ડકપ 2022ની ચેમ્પિયન ટીમને 347 કરોડ  છે.

ફિફા આ પ્રાઈઝ મની ક્યાંથી લાવે છે ?

ફિફા 4 વર્ષના ચક્રના આધારે વિશ્વભરમાં ટીવી અધિકારો અને ઓનલાઇન કવરેજ અધિકારોનું વેચાણ કરે છે અને તેઓ તે ચક્ર અને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ફિફા વર્લ્ડ કપ માટે સ્પોન્સરશિપ ડીલ પણ કરે છે. આ ચક્ર દરમિયાન વર્લ્ડ કપની ટિકિટના વેચાણથી થતી આવક પણ આ 4 વર્ષના ચક્ર આવક પ્રવાહમાં આવે છે.

Published On - 6:39 pm, Thu, 15 December 22

Next Article