Tokyo Paralympics Schedule: ભારતીય એથ્લેટ પાસે આજે મેડલ અભિયાનને ડબલ ફિગરથી આગળ વધારવાની આશા, જાણો આજનુ શિડ્યુલ

|

Sep 01, 2021 | 8:21 AM

મંગળવારે, ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 (Tokyo Paralympics 2020) ના સાતમા દિવસે, ભારતે ત્રણ મેડલ જીત્યા. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 10 થઈ ગઈ.

Tokyo Paralympics Schedule: ભારતીય એથ્લેટ પાસે આજે મેડલ અભિયાનને ડબલ ફિગરથી આગળ વધારવાની આશા, જાણો આજનુ શિડ્યુલ
AvniLakhera

Follow us on

મંગળવારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ (Tokyo Paralympics 2020) માં ભારતે મેડલની સંખ્યામાં ડબલ ફિગરને સ્પર્શ કર્યો હતો. બુધવારે ભારતને આ સંખ્યા વધારવાની તક મળશે. ભારત બુધવારે શૂટિંગ, સ્વિમિંગ, બેડમિન્ટન અને એથ્લેટિક્સમાં પડકારો રજૂ કરી રહ્યુ છે. બેડમિન્ટન (Badminton) ને પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યું છે અને ભારત આ રમતમાં મેડલની અપેક્ષા રાખે છે.

ભારત બુધવારે બેડમિન્ટનમાં પોતાનું અભિયાન શરૂ કર્યુ છે. જેનું નેતૃત્વ વિશ્વના નંબર વન પ્રમોદ ભગત (Pramod Bhagat) કરશે. ભારતે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં 10 મેડલ જીત્યા છે. આ 10 મેડલમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતની મેડલ ટેલી ડબલ ફિગરમાં પહોંચી છે, જ્યારે હજુ ઘણી ઇવેન્ટ્સ બાકી છે.

શૂટર સિંહરાજ અડાનાએ 10 મીટર એર પિસ્તોલ SH1 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રિયો પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા મરિયપ્પન થાંગાવેલુએ સિલ્વર અને શરદ કુમારે મેન્સ હાઇ જમ્પ T42 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. મરિયપ્પને 1.86 મીટરના પ્રયાસો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે અમેરિકાના સેમ ગ્રેવે તેના ત્રીજા પ્રયાસમાં 1.88 મીટરના કૂદકા સાથે ગોલ્ડ જીત્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

અગાઉ શૂટિંગમાં રૂબીના ફ્રાન્સિસ, ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં સોનલ પટેલ અને ભાવિના પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો. રાકેશ કુમાર કમ્પાઉન્ડ તીરંદાજીની વ્યક્તિગત ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પણ હારી ગયા, અને ટુર્નામેન્ટમાં મેડલ જીતવાનું ચૂકી ગયા હતા.

1 સપ્ટેમ્બર માટેનુ સંપૂર્ણ સમયપત્રક

શૂટિંગ – R3 મિશ્રિત 10 મીટર એર રાઇફલ પ્રોન SH1 લાયકાત – સિદ્ધાર્થ બાબુ, દીપક અને અવની લેખરા – સવારે 06:00 (પૂર્ણ)

સ્વિમિંગ – પુરુષોની 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક SB7 – ફાઇનલ – સુયશ જાધવ – 01:30 PM

બેડમિન્ટન – મિક્સ્ડ ડબલ્સ SL3 SU5 ગ્રુપ B – મેચ 1 – પ્રમોદ ભગત અને પલક કોહલી – 02:30 PM

એથ્લેટિક્સ – મેન્સ ક્લબ થ્રો – F51 – ફાઇનલ – અમિત કુમાર સરોહા અને ધરમબીર – 03:55 PM

બેડમિન્ટન – મહિલા સિંગલ્સ SU5 ગ્રુપ A – મેચ 1 – પલક કોહલી – 05:10 PM

બેડમિન્ટન – મેન્સ સિંગલ્સ SL3 ગ્રુપ A મેચ 1 – પ્રમોદ ભગત વિ મનોજ સરકાર – 05:50 PM

પેરાલિમ્પિક્સ મેચ ક્યાં જોઈ શકાશે?

યુરો સ્પોર્ટ્સ ચેનલ પર પેરાલિમ્પિક્સ રમતોનું જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. તેમજ ભારતીય ચાહકો દૂરદર્શન પર ભારતની ઇવેન્ટને જોઈ શકે છે.

પેરાલિમ્પિક્સ ગેમ્સનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થઈ રહ્યું છે?

યુરો સ્પોર્ટ્સ એપ પર પેરાલિમ્પિક્સ ગેમ્સનું લાઇવ સ્ટ્રીમિંગ થઇ રહ્યું છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: આ દિગ્ગજ ખેલાડી ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ બાદ લઇ શકે છે સન્યાસ, આ ક્રિકેટરે બતાવી યોજના

 

આ પણ વાંચોઃ Virat kohli : 5 ઈનિંગમાં માત્ર 124 રન અને એક અર્ધસદી, વિરાટની આ સ્થિતિને યોગ્ય કરવાનો ઉપાય દિગ્ગજે જણાવ્યો

Next Article