
ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચીને રવિ દહિયા ભારતીય રેસલીંગના નવા પોસ્ટર બોય બની ચુક્યો છે. 23 વર્ષીય રવિ 2019 વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીતીને ચર્ચામાં આવ્યો હતો. આ સાથે જ તેણે ટોક્યો માટે ક્વોલિફાઇ કર્યુ હતુ. તે આમ છતાં પણ ખુશ નહોતો અને રશિયાના જાવુર યુગુએવ થી સેમીફાઇનલમાં મળેલી હારના અંગે વિચારતો હતો. તેણે કહ્યુ હતુ કે, હું શુ કહુ, મે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ છે. પરંતુ મારા સેન્ટર થી જ ઓલિમ્પિક મેડલધારી નિકળ્યા છે, હું ક્યાંય પણ નથી.

દિલ્હીની છત્રસાલ સ્ટેડિયમમાં પ્રશિક્ષણ દહિયા લઇ રહ્યો છે. જ્યાંથી પહેલા 2 ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર અને યોગેશ્વર દત્ત મળી ચુક્યા છે. તેમના પિતા રાકેશ કુમારે તેને 12 વર્ષની ઉંમરે જ છત્રસાલ સ્ટેડિયમમાં મોકલ્યો હતો. ત્યાર થી તે મહાબલી સતપાલ અને કોચ વિરેન્દ્ર ના માર્ગદર્શનમાં ટ્રેનિંગ કરે છે. તેમના પિતા દરરોજ દુધ અને માખણ લઇને સ્ટેડિયમ સુધી પહોંચતા હતા. જે તેમના ઘરે થી 60 કીલોમીટર દુર હતુ. તેના પિતા સવારે 3.30 કલાકે ઉઠીને 5 કિલોમીટર દરરોજ ચાલીને નજીકના રેલ્વે સ્ટેશન સુધી પહોંચતા હતા. જ્યાંથી તે આઝાદ નગર ઉતરતા અને ફરી બે કિલોમીટર ચાલીને સ્ટેડિયમ પહોંચા હતા.

રવિ દહિયા ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પાંચમા રેસલર છે. કેડી જાદવ ભારતને રેસલીંગમાં મેડલ અપાવનારા પ્રથમ પહેલવાન હતા. જેમણે 1952 માં હેલસિકી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના બાદ સુશીલ બિજીંગમાં કાંસ્ય અને લંડનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલ કુમાર ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત સ્પર્ધાના મેડલ મેળવનાર એક માત્ર ભારતીય બન્યો હતો. હાલમાં પીવી સિંધુએ તેમની બરાબરી કરી છે.
Published On - 6:19 am, Thu, 5 August 21