Tokyo Olympics 2020: આ ભારતીય ખેલાડીઓ મેડલ મેળવે તે માટે USA અને કેનેડા જેવા દેશ કરી રહ્યા છે પ્રાર્થના, જાણો કેમ

|

Jul 17, 2021 | 5:48 PM

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં ભારતીય ખેલાડીઓ પાસેથી ખૂબ આશાઓ વર્તાઈ રહી છે. જોકે એવા પણ કેટલાક ભારતીયો માટે વિદેશોમાંથી આશાઓ બાંધવામાં આવી છે. તેની પાછળનું કારણ પણ કંઈક આમ છે.

Tokyo Olympics 2020: આ ભારતીય ખેલાડીઓ મેડલ મેળવે તે માટે USA અને કેનેડા જેવા દેશ કરી રહ્યા છે પ્રાર્થના, જાણો કેમ
Kanak Jha-Sukhi Panesar

Follow us on

ટોક્યો ઓલિમ્પિકસ 2020 (Tokyo Olympics 2020)ની શરુઆત થવાને આડે હવે એક સપ્તાહથી પણ ઓછો સમય રહ્યો છે. આ દરમ્યાન ખેલાડીઓ પણ રમતોના મહાકુંભમાં ઉતરવા ઉત્સુક છે. ભાગ લેનારા દરેક દેશના લોકો પોતાના દેશના ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખી રહ્યા છે. તેઓ દેશ માટે મેડલ જીતીને પરત ફરે એવી આશા સ્વાભાવિક વર્તાતી હોય છે. એવા પણ કેટલાક ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. જેઓ મૂળ ભારતીય પરિવારમાંથી આવવા છતાં વિદેશી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

 

આવા જ કેટલાક ખેલાડીઓ છે, જે ભારતીય કનેકશન ધરાવે છે, પરંતુ તેઓ અન્ય દેશ તરફથી ભાગ લઈ રહ્યા છે. કનક ઝા (Kanak Jha) અમેરિકાથી ભાગ લઈ રહ્યો છે. અમર ઢેસી કેનેડાથી ભાગ લઈ રહ્યો છે. કેનેડાથી ચાર અને USAથી ત્રણ એથલેટ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. જ્યારે એક એથલેટ ન્યુઝીલેન્ડ તરફથી ભાગ લઈ રહ્યો છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

કનક ઝા, ટેબલ ટેનિસ પ્લેયર, USA

વર્ષ 2000 દરમ્યાન જન્મેલ 21 વર્ષીય એથલેટ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. આ પહેલા તે અમેરિકા તરફથી જો રિયો ઓલિમ્પિક 2016માં ભાગ લઈ ચુક્યો છે. જે વખતે તે ઓલિમ્પિકમાં સૌથી નાની ઉંમરનો ભાગ લેનાર અમેરિકન હતો. કનક ઝા (Kanak Jha) વ્યવસાયે સોફ્ટવેર એન્જીનિયર છે, તેના પિતા કલકત્તા અને પ્રયાગરાજમાં ઉછર્યા હતા. જ્યારે માતા મુંબઈની હતી.

 

નિખિલ કુમાર, ટેબલ ટેનિસ, USA

વ્યવસાયે સોફ્ટવેર એન્જીનિયર પિતાનો પુત્ર છે. જેનું પરિવાર કેરળથી USA સ્થાયી થયુ હતુ. નિખિલ કુમાર (Nikhil Kumar) યુએસએ ટેબલ ટેનિસ ઓલિમ્પિકમાં ટોચનું સ્થાન હાંસલ કર્યુ છે. વર્ષ 2019માં લીમા પેન અમેરિકન ગેમ્સમાં તેણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ટોક્યો ઓલિમ્પિક બાદ નિખિલ કુમાર બર્કલીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવા ઈચ્છે છે.

 

રાજીવ રામ, ટેનિસ, USA

મૂળ બેંગ્લોરના અને અમેરિકાના કોલોરાડોમાં રાજીવ રામ (Rajeev Ram)નો જન્મ થયો હતો. રાજીવ રામ હાલ 37 વર્ષીય છે. તેણે રિયો ઓલિમ્પિક 2016માં વિનસ વિલિયમ્સ સાથે મળીને મિક્સ ડબલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 2020ની ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ ડબલ અને 2019 તેમજ 2021માં મિક્સ ડબલમાં વિજેતા થયો હતો.

અમર ઢેસી, રેસલીંગ, કેનેડા

બલવિરસિંહ ઢેસી (Amar Dhesi) ગ્રીકો રોમન નેશનલ ચેમ્પિયન ભારતમાં રહી ચુકેલા ખેલાડી છે. ત્યારબાદ તેઓ કેનેડા પહોંચ્યા હતા. તેમનો પુત્ર અમર ઢેસી ટોક્યોમાં 125 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ વર્ગની ઈવેન્ટમાં ભાગ લેશે. તે 2014માં જૂનિયર વિશ્વ ચેમ્પિયન રહી ચુક્યો છે. રોમમાં 2021 માટે ઓપેલિકોન રેન્કિંગ સિરીઝમાં પોતાના વેઈટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અમર ઢેસીનો જન્મ ના કેનેડા કે ના ભારતમાં પરંતુ બ્રિટીશ કોલંબિયાના સરેમાં થયો હતો.

 

સુખપાલ સિંહ પાનેસર, ફિલ્ડ હોકી, કેનેડા

સુખી પાનેસર (Sukhpal Singh Panesar)થી ઓળખાતો આ હોકી ખેલાડી પંજાબના લુધીયાણાનો છે. જેના પિતા બલબીર સિંહ છે, તેનુ રમતો પ્રત્યે આકર્ષણ વધ્યુ હતુ. સુખી રિયો ઓલિમ્પિક 2016માં ભાગ લઈ ચુક્યો છે. તેનો નાનો ભાઈ બલરાજ પણ કેનેડા માટે હોકી રમે છે. તેનો અન્ય એક ભાઈ મંજીવન પણ હોકી ખેલાડી છે.

કિગન પરેરા, ફિલ્ડ હોકી, કેનેડા

29 વર્ષીય કિગન પરેરા (Keegan Pereira)નો જન્મ મુંબઈમાં થયો હતો. જ્યાં તેના પિતા રેજિનાલ્ડ પાસેથી છ વર્ષની ઉંમરથી જ હોકી શીખવાની શરુ કરી હતી. તેના પિતા મહાન હોકી પ્લેયર ધનરાજ પિલ્લાઈ સાથે પણ વ્યવસાયિક હોકી રમી ચુક્યા છે. કીગન પરેરાનો નાનો ભાઈ કેવિન પરેરા હોકી નેશનલ પ્લેયર છે. આ પહેલા કિગને રિયો ઓલિમ્પિક 2016માં ભાગ લીધો હતો.

 

ગુરપ્રિત સોહી, વોટર પોલો, કેનેડા

વોટર પોલો ખેલાડી ગુરપ્રિત સોહી (Gurpreet Sohi)એ 2011 યૂથ પેન અમેરિકન્સ ગેમ્સમાં કેનેડાને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 26 વર્ષીય ગુરુપ્રિતે 2018માં વોટર પોલો વિશ્વકપમાં મહત્વનું યોગદાન આપ્યુ હતુ. બ્રિટીશ કોલિંબીયામાં જન્મેલા ગુરુપ્રિત સોહીએ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાંથી માનવ જીવ વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો છે.

 

જારેડ પંચિયા, ફિલ્ડ હોકી, ન્યુઝીલેન્ડ

27 વર્ષિય જારેડ પંચિયા (Jared Panchia)ના કોમનવેલ્થ રમતોમાં સિલ્વર મેડલ જીતનારી ન્યુઝીલેન્ડની હોકી ટીમનો હિસ્સો હતો. તેના ભાઈ અરુણે ફિલ્ડ હોકીમાં ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કર્યુ હતુ. તેના માતા અને પિતાની માફક તેના ભાઈ અને બહેન પણ આ રમતો રમે છે. જારેડના પરદાદા ભારતથી ન્યુઝીલેન્ડ સ્થાયી થયા હતા. જેઓ 1920માં ભારતથી ન્યુઝીલેન્ડ ગયા હતા.

 

આ પણ વાંચોઃ Shivam Dube Marriage: સિક્સર સ્પેશ્યાલિસ્ટ શિવમ દુબે એ કર્યા લગ્ન, ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે બંને ધર્મની પરંપરાથી કર્યા લગ્ન

Next Article