ભારતના યુવા શૂટર સૌરભ ચૌધરી (Saurabh Chaudhary) એ, ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics 2020) માં પુરૂષોની 10 મી. એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ ભારતીય ખેલાડીએ ક્વોલિફીકેશનમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ સ્થાન મેળવીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. સૌરભે 6 શ્રેણીમાં કુલ 586 નો સ્કોર બનાવ્યો હતો.
શ્રેણી પ્રમાણે જોવામાં આવે તો, સૌરભે 95, 98, 98, 100, 98, 97 નો સ્કોર બનાવ્યો હતો. ચીનના ઝાંગ વોબેનએ તેને સખત પડકાર આપ્યો હતો. આ બંનેમાં પ્રથમ અને બીજા સ્થાને રહેવાની રેસ ચાલુ રહી હતી. જેમાં ભારતીય શૂટર્સ આગળ નિકળી ગયા હતા. ઝાંગ બીજા સ્થાને રહ્યો હતો.
આ બંને ખેલાડીઓને શરૂઆતમાં એક સારો પડકાર જર્મનીના રેઇટ્ઝ ક્રિશ્ચિયન તરફથી મળ્યો હતો. પરંતુ તે બંનેને હરાવી શક્યો ન હતો અને તે ત્રીજા સ્થાને રહ્યો હતો. ઝાંગ એ એ કુલ 586 નો સ્કોર કર્યો હતો. જ્યારે ત્રીજા સ્થાને રહેનારો જર્મન ખેલાડી 584 નો સ્કોર કર્યો હતો. કુલ 8 શૂટરોએ ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ છે. સૌરભે આ સાથે જ હવે ભારતની મેડલ માટેની આશાને વધારી દીધી છે.
ભારતના અન્ય પુરૂષ શૂટર અભિષેક વર્માએ પણ આ જ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જો કે અભિષેક તેના પ્રદર્શનથી પ્રભાવિત કરી શક્યો નહીં. તે 17 મા સ્થાને રહ્યો હતો. અભિષેકે 94, 96, 98, 97, 60 ની મદદથી કુલ 575 નો સ્કોર કર્યો હતો. અભિષેક એક સમયે ટોપ ફાઇવમાં આવી ચુક્યો હતો. જોકે ત્યાર બાદ તે ફરીથી ટોપ ટેનમાંથી બહાર થઇ ગયો હતો. આમ તે ફાઇનલથી ચુકી ગયો હતો.
આ પહેલા ભારતીય મહિલા શૂટરોએ કિસ્મત અજમાવ્યુ હતુ. જોકે તે ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી શકી નહોતી. મહિલાઓની 10 મીટર એર રાઇફલ માટે ક્વોલિફીકેશન રાઉન્ડમાં ભારતની ઇલાવેનિલ અને અપૂર્વી ચંદેલા નિશાના ચુકી ગઇ હતી. આ બંનેમાંથી એકેય ભારતીય શૂટર ફાઇનલમ માટે ક્વોલિફાઇ કરી શકી નહોતી.
પોતાનો પ્રથમ ઓલિમ્પિક રમી રહેલી ઇલાવેલ 626.5 પોઇન્ટ મેળવા સાથે 16માં સ્થાને રહી હતી. જ્યારે તેનાથી વધુ અનુભવી રહેલી અપૂર્વી ચંદેલાની સ્થિતી વધારે ખરાબ રહી હતી. અસાકાએ શૂટીંગ રેન્જમાં અપૂર્વી એ પોતાના શૂટીંગ થી 621.9 પોઇન્ટ હાંસલ કર્યા હતા. તે 36માં નંબર પર રહી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં શૂટીંગની તે પ્રથમ ઇવેન્ટ હતી. જેમાં ભારતનો મેડલની આશા ખતમ થઇ ગઇ છે.