Khelo India Youth Games : ખેલો ઈન્ડિયા સ્પર્ધા ખેલાડીઓમાં રમતગમતમાં રસ વધારી રહી છે, પાંચમા દિવસનું શેડ્યુલ જુઓ

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ મધ્યપ્રદેશના કુલ 8 શેહરોમાં રમાઈ રહી છે. આ વખતે 5 નવી રમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે રમતનો પાંચમો દિવસ છે ત્યારે સંપુર્ણ શેડ્યુલ જુઓ

Khelo India Youth Games :  ખેલો ઈન્ડિયા સ્પર્ધા ખેલાડીઓમાં રમતગમતમાં રસ વધારી રહી છે, પાંચમા દિવસનું શેડ્યુલ જુઓ
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 03, 2023 | 12:28 PM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023 શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી રાજ્યના વિવિધ શહેરોમાં ચાલશે. ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ભારતમાં પ્રથમ વખત ડિજિટલ સ્ક્રીન સાથેની સ્માર્ટ ટોર્ચનું અનાવરણ કર્યું હતું.

આ મશાલ મધ્યપ્રદેશના 52 જિલ્લામાંથી પસાર થઈ હતી. જેમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022ના આઠ શહેરોનો સમાવેશ થાય છે.

 

 

આજનું શેડ્યુલ

ખેલો ઈન્ડિયામાં આજે પાંચમો દિવસ છે ત્યારે આજનું શેડ્યુલ શું છે તેના પર વાત કરીએ. રમતનો પ્રારંભ સવારે 8 : 30 કલાકથી શરુ થશે. જેમાં શૂટિંગની ગેમ્સથી પ્રારંભ થશે. આજે સાઈકલિંગ,આર્ચરી,જીમનાસ્ટિક, ગતકા, એથલેટિક્સ, ફુટબોલમાં ગર્લ્સ અને બોયસની ટક્કર જોવા મળશે. યોગાસનની ઈવેન્ટમાં મેડલ દાવ પર હશે. ખોખો, બેડમિન્ટન, વોલિબોલમાં બોયસની ટીમ રમતી જોવા મળશે. સવારે 11 કલાકે વોલીબોલની ઈવેન્ટ ભોપાલમાં રમાશે. ટેબલ ટેનિસની ઈવેન્ટ ઈન્દોરમાં રમાશે. બોક્સિંગના પંચ પણ ભોપાલમાં જોવા મળશે.

અત્યાર સુધી કેટલી યુથ ગેમ્સ રમાય

ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ (KIYG) ની શરૂઆત 2018 માં તત્કાલીન રમતગમત પ્રધાન કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કરી હતી. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2018માં એથ્લેટિક્સ, તીરંદાજી, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ફૂટબોલ, જિમ્નેસ્ટિક્સ, હોકી, જુડો, કબડ્ડી, ખો-ખો, કુસ્તી, વેઈટલિફ્ટિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્વિમિંગ અને શૂટિંગ સહિત 18 રમતોનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે. ત્યારબાદ 2020 માં, જ્યારે આસામના ગુવાહાટીમાં KIYGનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કાર્યક્રમમાં ગતકા, કાલરીપાયટ્ટુ, થંગ-તા અને મલખામ્બ સહિત ચાર વધુ રમતો ઉમેરવામાં આવી હતી. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં છોકરાઓ અને છોકરીઓ માટે અંડર 17 અને અંડર 21 કેટેગરીમાં સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

અત્યાર સુધી ક્યાં અને કોણ વિજેતા રહ્યું

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2018માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ દરમિયાન હરિયાણાની ટીમ વિજેતા અને મહારાષ્ટ્રની ટીમ ઉપવિજેતા રહી હતી. આ પછી, 2019 માં પુણેમાં આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્ર વિજેતા અને હરિયાણા ઉપવિજેતા રહ્યું હતું. આ પછી, વર્ષ 2020 માં ગુવાહાટીમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્ર વિજેતા અને હરિયાણા ફરીથી ઉપવિજેતા બન્યું. જ્યારે ચોથી સિઝનનું આયોજન 4 જૂન 2022 થી 13 જૂન 2022 દરમિયાન પંચકુલા, હરિયાણા ખાતે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને કારણે ઇવેન્ટમાં વિલંબ થયો હતો. તેમ છતાં આ વખતે સૌથી વધુ 8500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. યજમાન હરિયાણાએ 52 ગોલ્ડ મેડલની સાથે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (KIYG) 2021નો ખિતાબ જીત્યો.