
WWWનું નામ આવતા ભારતીય લોકોના મનમાં એક જ નામ આવે છે. તેનું નામ ધ ગ્રેટ ખલી છે. ધ ગ્રેટ ખલીએ આ વિદેશની ફી સ્ટાઈલ રેસલિંગમાં સારા સારા ખેલાડીઓને ધૂળ ચટાવી છે. ભારતનો મહાબલી ધ ગ્રેટ ખલી આજે પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આજે ધ ગ્રેટ ખલીના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
7 ફીટ એક ઈંચ લાંબા ગ્રેટ ખલી એકમાત્ર ભારતીય વર્લ્ડ હેવીવેટ રેસલિંગ ચેમ્પિયન છે. વર્ષ 1972માં હિમાચલ પ્રદેશના ધીરેનમાં જન્મેલા મહાબલી લાંબા સંધર્ષ બાદ ધ ગ્રેટ ખલી બન્યો છે. ધ ગ્રેટ ખલી 7 ભાઈ બહેનોમાં સૌથી અલગ છે.ગ્રેટ ખલીએ જણાવ્યું હતુ કે, તેના કપડાં એક ખાસ દરજી પાસે સીવડાવે છે.આ ઉપરાંત, જો તે અન્ય સ્ટાઈલના ડ્રેસ પહેરવા માંગે છે, તો કંપનીઓ ખલી માટે કસ્ટમાઇઝ્ડ ડ્રેસ પણ બનાવે છે.
મોટું શરીર હોવાના કારણે તેના પગના માપના ચપ્પલ કે શુઝ પણ મળતા નથી. આ માટે તે એક મોચી પાસે પોતાના ચપ્પલ અને શુઝ બનાવે છે. ધ ગ્રેટ ખલી સવારે બ્રેકફાસ્ટમાં 10 ઈંડા અને 1 લીટર દુધ પીવે છે.ધ ગ્રેટ ખલીએ પોતાના વિશે એક ખુલાસો પણ કર્યો હતો કે, જેટલી મુશ્કેલી તેને ચપ્પલ શોધવામાં થાય છે. તેની મુશ્કેલી પોતાના માટે છોકરી શોધવા માટે થઈ હતી.ધ ગ્રેટ ખલીએ વર્ષ 2002માં હરમિંદર કૌર સાથે લગ્ન કર્યા હતા. ખલીની પત્નની લંબાઈ 5 ફુટ 8 ઈંચ છે. બંન્ને એક દીકરીના માતા-પિતા પણ છે.
ધ ગ્રેટ ખલી 15 વર્ષ પહેલા બિગ બોસ સીઝન 4માં સામેલ થયો હતો. આ સીઝન વર્ષ 2010માં આવી હતી. જ્યારે આ શો આવ્યો ત્યારે તેના માટે ખાસ સુવિધા બનાવવામાં આવી હતી. તેના બોડી મુજબ તેના માટે અલગથી બેડ બનાવવામાં આવ્યો હતો. ખલીએ ‘બિગ બોસ 4’ માટે મોટી ફી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને દર અઠવાડિયે 50 લાખ રૂપિયા ફી મળતી હતી.