
સુનીલ છેત્રીએ લગભગ બે દાયકા સુધી રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. આવતા મહિને કુવૈત સામેની વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ મેચ બાદ તે નિવૃત્તિ લેશે. ભારત માટે 150 મેચોમાં સૌથી વધુ 94 ગોલ કરનાર છેત્રી ભારતીય ફૂટબોલના હબ કોલકાતામાં તેની પ્રિય રમતને વિદાય આપશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય ફૂટબોલના ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણાતા છેત્રી ક્યારેય ફૂટબોલર બનવા માંગતા ન હતા. પરંતુ તેના પિતાનું એક અધૂરું સપનું તેને આ રમતમાં સફળતાની આ ઊંચાઈ પર લઈ ગયું.
સુનીલ છેત્રીને નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ રસ હતો. તેણે ક્યારેય ફૂટબોલર બનવાનું વિચાર્યું ન હતું. તેના માટે આ રમત માત્ર સારી કોલેજમાં એડમિશન મેળવવાનું સાધન હતું. પરંતુ તેને ફૂટબોલ રમવાની પ્રતિભા વારસામાં મળી હતી, જેનાથી તે દૂર રહી શક્યો નહીં. તેની માતા સુશીલા નેપાળની રાષ્ટ્રીય ટીમ માટે ફૂટબોલ રમી હતી. તેના પિતા ખરગા છેત્રી સેનામાં હતા અને ફૂટબોલર પણ હતા. પરંતુ તે ક્યારેય ભારત માટે ફૂટબોલ રમી શક્યા નહીં અને તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર આ સ્થાન હાંસલ કરે.
પિતાના આ અધૂરા સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેણે પ્રોફેશનલ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. સુનિલે દિલ્હીમાં ફૂટબોલની કળા શીખવાનું શરૂ કર્યું અને 2001-02માં સિટી ક્લબમાં જોડાયો. આ પછી 2002માં તેણે મોહન બાગાન જેવી મોટી ક્લબ માટે રમવાનું શરૂ કર્યું.
I’d like to say something… pic.twitter.com/xwXbDi95WV
— Sunil Chhetri (@chetrisunil11) May 16, 2024
સુનીલ છેત્રી 2005 સુધી મોહન બાગાન એ.સી. સાથે રહ્યો અને તેણે 18 મેચમાં આઠ ગોલ કર્યા. સતત શાનદાર પ્રદર્શન બાદ તેને ભારતની અંડર-20 ટીમ અને રાષ્ટ્રીય ટીમમાં તક મળી. 2005માં જ તેને પિતાનું અધૂરું સપનું પૂરું કરવાની તક મળી. તેણે પાકિસ્તાનના ક્વેટા શહેરમાં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પદાર્પણ કર્યું હતું. આ મેચમાં એક ગોલ કરીને તેણે બધાને આગામી ફૂટબોલ સ્ટારની ઝલક આપી હતી. 1984માં જન્મેલા સુનીલ છેત્રીને તેના પિતાના સપનાને સાકાર કરવામાં 20 વર્ષ લાગ્યા હતા. તેણે માત્ર તે સિદ્ધ જ નહીં કર્યું પરંતુ તે આ રમતમાં ભારતનો આઈકોન પણ બન્યો.
A beautiful dream will come to an end on June 6, says Sunil Chhetri#IndianFootball ⚽️
— Indian Football Team (@IndianFootball) May 16, 2024
જ્યારે સુનીલ છેત્રીએ 2005માં ડેબ્યૂ કર્યું ત્યારે ભાઈચુંગ ભુટિયા જેવા દિગ્ગજ ખેલાડીઓ હાજર હતા. પરંતુ તેણે 2011માં ટીમ છોડી દીધી અને નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી તત્કાલીન કોચ બોબ હાઉટનએ સુનીલ છેત્રીને એશિયા કપમાં ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ 13 વર્ષ સુધી વાદળી જર્સી અને નારંગી આર્મ બેન્ડમાં ટીમનું નેતૃત્વ કર્યા પછી, છેત્રી હવે તેનો ભાગ નહીં રહે.
આ પણ વાંચો : T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાએ 2 વોર્મ-અપ મેચ રમવાની ઓફર ફગાવી, IPL છે કારણ !