નિરજ ચોપરા (Neeraj Chopra)એ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલને જીતીને ભારતને ખૂબ ગૌરવ અપાવ્યુ છે. નિરજ ચોપરા અને હિમા દાસ આ બંને ખેલાડી વર્લ્ડ અંડર 20 એથલેટિક્સ ચેમ્પિયનશીપ (World Athletics Championship)માં ગોલ્ડ મેડલ ભારતને નામે કરી ચુક્યા છે. હવે આ બંને સ્ટાર ખેલાડીઓ સાથે એક નામ વધુ જોડાઈ શકે છે, જે છે શૈલી સિંહ (Shaili Singh). ઝાંસીમાં કપડાં સીવીને ગુજરાન કરતી માતાની 17 વર્ષીય શૈલી લાંબી કૂદમાં ઉભરતી એથલેટ છે. શૈલી સિંહને ગોલ્ડ મેડલ જીતવાની પુરી તક છે.
હાલમાં નૈરોબીમાં અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. જેમાં શૈલી સિંહ ફાઈનલમાં સ્થાન મેળવી ચુકી છે. શૈલી સિંહે શુક્રવારે 6.40 મીટર લાંબી છલાંગ લગાવીને શાનદાર પ્રદર્શન કરી ફાઈનલમાં પહોંચી હતી. ઉભરતી સ્ટાર શૈલી સિંહે તેની જબરદસ્ત છલાંગ મહિલાઓના ગૃપ બીમાં પોતાની ત્રીજી અને અંતિમ લગાવી હતી, જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતુ. આ પહેલા બીજી છલાંગ તેણે 5.98 મીટરની લગાવી હતી. તેના જબરદસ્ત પર્ફોમન્સને આધારે ગોલ્ડ મેડલ માટેની દાવેદાર એથલેટ માનવામાં આવી રહી છે.
That is #ShailiSingh for you landing at 6.40m distance from the board & earning auto Q for Sunday’s final of #WorldAthleticsU20
📹 Coach Bobby George
🤞🏼@anjubobbygeorg1 pic.twitter.com/b6KLqFMHwf
— Athletics Federation of India (@afiindia) August 20, 2021
નૈરોબીમાં રવિવારે અંડર 20 એથ્લેટિક્સની લાંબી કૂદ ઈવેન્ટની ફાઈનલ મેચ રમાનારી છે. ફાઈનલ મેચની ટક્કર પણ આકરી રહેશે. કારણ કે ફાઈનલમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓનો આમનો સામનો થનારો છે. શૈલી સિંહ બાદ સ્વિડનની માજા અસ્કાગ ગૃપ એમાં 6.39 મીટરની લાંબી કૂદ સાથે તમામ ઈવેન્ટમાં તે બીજા સ્થાન પર રહી છે. બ્રાઝિલની લિસાન્દ્રા માયસા કમ્પોસે 6.36 મીટરની લંબાઈનો કૂદકો લગાવ્યો હતો. તેના બાજ જમૈકાની શાંતે ફોરમેન 6.27 મીટર અને યુક્રેનની મારિયા હોરિલોવા 6.24 મીટર લાંબો કૂદકો લગાવીને મેડલ માટે દાવેદાર છે.
શૈલી સિંહના કોચ બોબી જ્યોર્જે કહ્યું હતુ કે આ તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય અનુભવ છે. મને તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ જોઈએ છે. કોચ બોબી પ્રસિદ્ધ એથલેટ અંજૂ બોબી જ્યોર્જના પતિ છે, તેઓ પણ શૈલી પ્રત્યે ગોલ્ડ મેડલનો વિશ્વાસ ધરાવે છે. જોકે તેમનું માનવુ છે કે રવિવારના તેના પ્રદર્શન પર તે નિર્ભર કરે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી શૈલીને બેંગ્લુરુ સ્થિત તેમની એકેડમીમાં તાલીમ આપી રહ્યા છે.
શૈલી અંડર 18માં વિશ્વ નંબર 2નું સ્થાન આ વર્ષે ધરાવે છે. તે અંડર 20 નેશનલ રેકોર્ડ ધરાવે છે અને મહિલા વર્ગમાં રાષ્ટ્રીય ચેમ્પિયન છે. શૈલીએ 6.48 મીટર લાંબો કૂદકો લગાવીને આંતરરાજ્ય ચેમ્પિયનશીપને જીતી લઈ રાષ્ટ્રીય ચેમ્પિયન બની હતી. હવે તેની રવિવારે રમાનારી ફાઈનલ પર સૌની નજર મંડરાઈ રહી છે.