સાનિયા મિર્ઝા-રોહનની જોડી Australian Openની ફાઈનલમાં પહોંચી, સાનિયા પાસે ખિતાબ જીતી નિવૃત થવાની તક

|

Jan 25, 2023 | 8:25 PM

સેમિફાઇનલમાં સાનિયા-રોહનનો મુકાબલો બ્રિટનની એન સ્કુપસ્કી અને અમેરિકાની ડી કારાવ્ઝિકની જોડી સામે થયો હતો. ભારતીય જોડીએ આ મેચ 7-6, 6-7, 10-6થી જીતી લીધી હતી.

સાનિયા મિર્ઝા-રોહનની જોડી Australian Openની ફાઈનલમાં પહોંચી, સાનિયા પાસે ખિતાબ જીતી નિવૃત થવાની તક
Australian Open final
Image Credit source: File photo

Follow us on

ઓસ્ટ્રેલિયા ઓપનમાંથી ભારતીય સ્પોર્ટસ ચાહકો માટે હાલમાં સારા સમાચાર સામે આવ્યા છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં મિક્સ્ડ ડબલ્સ કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાનિયાનો છેલ્લો ગ્રાન્ડ સ્લેમ બનવા જઈ રહ્યો છે અને હવે તે ટાઈટલથી માત્ર એક જીત દૂર છે. સેમિફાઈનલમાં સાનિયા-રોહનનો મુકાબલો બ્રિટનની એન સ્કુપસ્કી અને અમેરિકાની ડી કારાવ્ઝિકની જોડી સામે થયો હતો. ભારતીય જોડીએ આ મેચ 7-6, 6-7, 10-6થી જીતી લીધી હતી.

જણાવી દઈએ કે સાનિયાએ ટૂર્નામેન્ટ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ તેની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ છે. તે 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી WTA 1000 દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ બાદ નિવૃત્ત થશે. તેની પાસે નિવૃત્તિ પહેલા છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાની મોટી તક છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ એક મેચ બાદ સાનિયા મિર્ઝા લેશે નિવૃતિ

સાનિયા-રોહનને ક્વાર્ટર ફાઈનલમાં વોકઓવર મળ્યો હતો

રોહન બોપન્ના અને સાનિયા મિર્ઝાએ બુધવારે સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ક્વાર્ટર ફાઈનલમાં તેમનો સામનો જેલેના ઓસ્ટાપેન્કો અને ડેવિડ વેગા હર્નાન્ડીઝની જોડી સામે થયો હતો. જોકે, આ જોડી મેદાન પર ઉતરી ન હતી અને સાનિયા-રોહનને વોકઓવર મળ્યો હતો. આ વોકઓવર સાથે તે સીધી જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી.

સાનિયા અને બોપન્ના બીજી વખત એકસાથે ગ્રાન્ડ સ્લેમ જીતવાથી એક જીત દૂર છે. બંનેએ 6 વર્ષ પહેલા 2017માં ફ્રેન્ચ ઓપનનું મિક્સ ડબલ્સ ટાઈટલ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો સાનિયા મિર્ઝાએ 2009માં મહેશ ભૂપતિ સાથે મળીને આ ખિતાબ જીત્યો હતો. સાનિયાએ અત્યાર સુધીમાં કુલ છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.

સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાંથી થઈ ગઈ છે બહાર

મિક્સ ડબલ્સ ઉપરાંત સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં પણ ભાગ લઈ રહી હતી. જોકે, 22 જાન્યુઆરીએ આ ઈવેન્ટમાં તેનો પડકાર ખતમ થઈ ગયો હતો. સાનિયા મિર્ઝા અને તેની કઝાકિસ્તાનની જોડીદાર અન્ના ડેનિલિનાને બીજા રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.

સાનિયા અને ડેનિલિનાની આઠમી ક્રમાંકિત જોડીને બે કલાકથી વધુ ચાલેલા મુકાબલામાં બેલ્જિયમની એલિસન વાન યુઈટવાંક અને યુક્રેનની એન્હેલિના કાલિનીનાએ પરાજય આપ્યો હતો. સાનિયા અને ડેનિલિનાને 4-6, 6-4, 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Next Article