સાક્ષી મલિકે કઝાકિસ્તાનમાં લહેરાવ્યો ત્રિરંગો, 5 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ

|

Jun 04, 2022 | 12:59 PM

Wrestling : કોમનવેલ્થ ગેમ્સ (Commenwealth Games) માટે તાજેતરના ટ્રાયલ પહેલા સંઘર્ષ કરી રહેલી સાક્ષી મલિકએ (Sakshi Malik) આ ઈવેન્ટમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર વાપસી કરી હતી.

સાક્ષી મલિકે કઝાકિસ્તાનમાં લહેરાવ્યો ત્રિરંગો, 5 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ
Sakshi Malik (File Photo)

Follow us on

લયમાં પરત ફરી રહેલી કુસ્તીબાજ સાક્ષી મલિક (Sakshi Malik) એ પોતાની નીડર અને આક્રમક રમતના આધારે શુક્રવારે અલમાટીમાં UWW રેન્કિંગ સિરીઝ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 5 વર્ષમાં આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી ઉપરાંત ભારતની માનસી (57 કિગ્રા) અને દિવ્યા કકરાન (68 કિગ્રા) એ પણ અહીં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પૂજાએ 76 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ (Commenwealth Games) માટે તાજેતરના ટ્રાયલ પહેલા સંઘર્ષ કરી રહેલી સાક્ષી મલિકએ આ ઈવેન્ટમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર વાપસી કરી હતી. સાક્ષી મલિકે કઝાકિસ્તાનની ઈરિના કુઝનેત્સોવા સામે ટેકનિકલ શ્રેષ્ઠતાની જીત સાથે શરૂઆત કરી અને બાદમાં ઉઝબેકિસ્તાનની રૂશાના અબ્દિરાસુલોવા સામે 9-3 થી જંગી જીત નોંધાવી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

ત્યારબાદ મોંગોલિયાની ત્સેરેન્ચિમેડ સુખી સેમિફાઈનલ મેચમાંથી ખસી ગઈ હતી. સાક્ષી મલિકે ફાઈનલ મેચમાં કુઝનેત્સોવાને 7-4 થી હરાવીને દિવસમાં બીજી વખત સ્થાનિક કુસ્તીબાજને માત આપી હતી.

 

 

સાક્ષી મલિકે છેલ્લે 2017 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ (Commenwealth Championship) માં ગોલ્ડ જીત્યો હતો. તેણે 2020 અને 2022માં એશિયન ચેમ્પિયનશિપમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. માનસી (57 કિગ્રા) એ પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીએ તેની છેલ્લી મેચ કઝાકિસ્તાનની એમ્મા ટિસિના સામે 3-0થી જીતી હતી.

દિવ્યા કાકરાન (Divya Kakran) એ હરીફ ખેલાડીને ‘ચિત્ત’ કરીને પોતે 2 મેચ જીતી હતી. મોંગોલિયાની ડેલગર્મા એન્ખસાઈખાન અને કઝાકિસ્તાનની અલ્બીના કારગેલડિનોવાને હરાવ્યા બાદ તેણે 68 કિગ્રા વર્ગની ફાઈનલ મેચમાં મંગોલિયાની બોલોર્ટુન્ગલાગ જોરીગાટ સામે 10-14થી હારી ગઈ હતી.

 

જોરીગતનું અભિયાન પણ 2 જીત અને 1 હાર સાથે સમાપ્ત થઈ ગયું હતું. જો કે દિવ્યા કાકરાન (Divya Kakran) જંગી માર્જિનથી જીતી હતી. તેથી તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ભારતે અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા છે. ગ્રીકો-રોમન કુસ્તીબાજ નીરજે શાનદાર પ્રદર્શન કરતા ગુરુવારે 63 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Next Article