સાક્ષી મલિકે બબીતા ​​ફોગટ પર લગાવ્યા મોટા આરોપ, વિનેશ ફોગટ-બજરંગ પુનિયાનો પણ પર્દાફાશ

|

Oct 22, 2024 | 1:40 PM

ઓલિમ્પિક મેડાલિસ્ટ સાક્ષી મલિકે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે પહેલવાન અને ભાજપના નેતા બબીતા ફોગાટ પર આરોપ લગાવ્યો કે, તે એક ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બનવા માંગતી હતી. એટલા માટે તેમણે કુસ્તીબાજોને બ્રિજભૂષણ વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે ઉશ્કેર્યા હતા.

સાક્ષી મલિકે બબીતા ​​ફોગટ પર લગાવ્યા મોટા આરોપ, વિનેશ ફોગટ-બજરંગ પુનિયાનો પણ પર્દાફાશ

Follow us on

ઓલિમ્પિક મેડાલિસ્ટ સાક્ષી મલિકે ભાજપના નેતા અને કુસ્તીબાજ બબીતા ફોગાટ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, બ્રિજભૂષણ સિંહને હટાવી ખુદ ભારતીય કુશ્તી સંઘની અધ્યક્ષ બનવા માંગતી હતી. એટલા માટે તેમણે કુસ્તીબાજોને પ્રદર્શન કરવા માટે ઉશ્કેર્યા હતા. એટલા માટે કુસ્તીબાજની સાથે મીટિંગ કરી હતી અને તેમને WFI ની અંદર મહિલા કુસ્તીબાજો સામે છેડતી અને જાતીય શોષણની ઘટનાઓ સામે વિરોધ કરવા આગ્રહ કર્યો હતો.તેના આ ખુલાસા બાદથી ધમાલ મચી હતી.

આટલું જ નહિ સાક્ષીએ પ્રદર્શનમાં સામેલ કુસ્તીબાજ અને મિત્ર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પર પણ પ્રદર્શન દરમિયાન સ્વાર્થી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

 

 

બબીતા પર લગાવ્યો ગંભીર આરોપ

સાક્ષી મલિકે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની સાથે મળી ગત્ત વર્ષે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતુ. ત્રણેય કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર અન્ય કેટલાક કુસ્તીબાજો સાથે પ્રદર્શન કર્યું હતુ. આ દરમિયાન તેમણે બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણ જેવા ગંભીર આરોપ લગાવતા તેમને પદ પરથી દુર કરી તપાસની માંગ કરી હતી પરંતુ કુસ્તીબાજો અને ભાજપ નેતા બબીતા ફોગાટ તેનો વિરોધ કરતી જોવા મળી હતી.

સાક્ષીએ આગળ ખુલાસો કર્યો

હવે સાક્ષીએ ઈન્ડિયા ટુડેના એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, આ પ્રદર્શન બબીતાના કહેવા પર થયું હતુ. તે ખુદ આ પ્રદર્શન કરવાનો આગ્રહ લઈને આવી હતી પરંતુ પોતાનો એજેન્ડા સામેલ હતો. તે બ્રિજભૂષણ સિંહને દુર કરી ખુદ અધ્યક્ષ બનવા માંગતી હતી. સાક્ષીએ એ પણ દાવો કર્યો કે, કુસ્તીબાજોના પ્રદર્શનમાં કોંગ્રેસ જ નહિ પરંતુ ભાજપ નેતા તિર્થ રાણા અને બબીતાએ હરિયાણામાં પ્રદર્શનની અનુમતિ અપાવવામાં પણ મદદ કરી હતી.સાક્ષીએ આગળ ખુલાસો કર્યો કે, તેમને આ વિશે જાણકારી હતી.

વિનેશ-બજરંગની પણ પોલ ખોલી

સાક્ષી મલિકે હાલમાં વિટનેસ નામથી પોતાની એક બુક રિલીઝ કરી છે. જેમાં તેમણે પોતાના મિત્ર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની પોલ ખોલી હતી. સાક્ષીએ પોતાના પુસ્તકમાં કહ્યું કે, વિનેશ અને બજરંગના સ્વાર્થી નિર્ણયના કારણે કુસ્તીબાજોના પ્રદર્શનનો કોઈ ફાયદો થયો નહિ.ઘણા સમર્થકો એવું વિચારવા લાગ્યા કે આ પ્રદર્શન તેમના પોતાના લોભ માટે કરવામાં આવી રહ્યું છે.

Published On - 1:03 pm, Tue, 22 October 24

Next Article