Vladimir Putin ને જ્યારે એક મહિલા ખેલાડીએ ભોંય પર પછાડી દીધા, કંઇક આમ જોવા મળ્યા હતા રશિયન પ્રમુખ Video

|

Mar 03, 2022 | 12:00 AM

પ્રમુખ પુતિન (Vladimir Putin) ને રમતનો જબરો શોખ છે. તે ઘોડેસવારી, બેડમિન્ટન, ફુટબોલ, ડાઇવિંગ, હોકી અને બોક્સિીંગ જેવી રમતોને પસંદ કરે છે. તેઓ ફુટબોલને કિક મારતા અને બોક્સિંગ રિંગમાં ગ્લવ્ઝ પહેરીને ઉતરી જતા પણ જોવા મળતા હોય છે.

Vladimir Putin ને જ્યારે એક મહિલા ખેલાડીએ ભોંય પર પછાડી દીધા, કંઇક આમ જોવા મળ્યા હતા રશિયન પ્રમુખ Video
Vladimir Putin અનેક વાર ખેલાડીઓ સાથે રમતા જોવા મળતા હોય છે.

Follow us on

રશિયાએ યુક્રેન પર આક્રમણ (Ukraine Russia Conflict) કરી દીધુ છે. હાલમાં યુક્રેનમાં ભયનો માહોલ છવાયેલો છે અને યુક્રેનની પ્રજા જીવ બચાવવાના પ્રયાસમાં છે. દેશના ખેલાડીઓ થી માંડીને એક્ટર અને મોડલ સહિતના અનેક લોકો દેશની આર્મીની સાથે જોડાયા છે અને દેશ પર થઇ રહેલા રશિયન હુમલા ને ટક્કર આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ને વિશ્વભરમાંથી શાંતિ માટે અપિલ કરાઇ રહી છે. તો બીજી તરફ પુતિન પણ યુક્રેન મામલે મચક આપવા માટે તૈયાર નથી. આ દરમિયાન રશિયન પ્રમુખને ભોંય પર પછડાટ આપતી એક મહિલા ખેલાડી નતાલિયા કુજિઉતિના (Natalia Kuziutina) નો વિડીયો વાયરલ થવા લાગ્યો છે.

રશિયાના પ્રમુખ પુતિનને રમતનો જબરો શોખ છે. તે ઘોડેસવારી, બેડમિન્ટન, ફુટબોલ, ડાઇવિંગ, હોકી અને બોક્સિીંગ જેવી રમતોને પસંદ કરે છે. તેઓ આ રમતોને રમતા પણ અનેકવાર જોવા મળે છે. તેઓ ફુટબોલને કિક મારતા અને બોક્સિંગ રિંગમાં ગ્લવ્ઝ પહેરીને ઉતરી જતા પણ જોવા મળતા હોય છે. જોકે રશિયન પ્રમુખને જૂડોની રમત વધારે પસંદ છે. તેઓ આ રમતમાં બ્લેક બેલ્ટ પણ ધરાવે છે. તેઓ અનેકવાર જૂડોના મેદાનમાં પણ જોવા મળતા હોય છે. જ્યાં તેઓએ જૂડોની રમતમાં હિસ્સો લેતા જોવા મળે છે.

હાલમાં પ્રમુખ પુતિનની ઉંમર 69 વર્ષની છે. આ વયે પણ તેમની ફિટનેસ જબરદસ્ત છે અને તેઓ આ ઉંમરે પણ મુશ્કેલ રમતોમાં પણ પોતાનો હાથ અજમાવતા જોવા મળતા હોય છે. પુતિન જૂડોની રમતમાં અનેકવાર મેદાને ઉતર્યા છે અને અહીં તેઓ અનેક વાર પછડાઇ ચુક્યા છે. તેમની આવી પછડાટનો વિડીયો પણ વાયરલ અનેક વાર થતો રહ્યો છે. પરંતુ આ વખતનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ એક મહિલા ખેલાડીના હાથે પછડાટ ખાઇ રહ્યા છે.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

નતાલિયાએ તેમને પછાડ્યા

કૂટનીતિ અને રાજનીતિમાં માહિર ખેલાડી ગણાતા પુતિન હાલમાં કોઇની સાંભળી રહ્યા નથી અને પોતાના મનમાં રહેલા પ્લાન પ્રમાણે યુદ્ધ જારી રાખ્યુ છે. પરંતુ પુતિને જૂડોમાં તો જરુર પછડાટ ખાવી પડી છે. આ વિડીયો 2019ના વર્ષનો છે. એ વખતે પોતાની જૂડો ઇન્ટરનેશનલ ટીમને મળી રહ્યા હતા. જ્યાં તેઓએ ટીમના પુરુષ અને મહિલા ખેલાડીઓને મળ્યા હતા અને તેમની સાથે જૂડોની રમત પણ રમ્યા હતા. વાયરલ થઇ રહેલા વિડીયો મુજબ તેઓ ઓલિમ્પિક ચેમ્પિયન મહિલા ખેલાડી નતાલિયા કુજિઉતિનાની સાથે રમતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નતાલિયાએ તેમને પછાડ્યા હતા.

પછડાટ બાદ મહિલા ખેલાડીને ચૂમી લીધી

તમને એમ હશે કે, રશિયન પ્રમુખ વિશ્વ સામે નમતુ નથી જોખવા તૈયાર એ હવે આ મહિલા ખેલાડી સામે કેવી પ્રતિક્રિયા આપી હશે. પુતિને મહિલા ખેલાડીના આ દાવ થી ખુશ થઇ ગયા હતા અને ભોંય પર થી ઉભા થઇને મહિલા ખેલાડીના માથાને ચૂમી લીધુ હતુ. આ પહેલા પણ એક મહિલા ખેલાડીએ પુતિનને નિચે પછાડ્યા હતા. જોકે પુતિન પોતાના ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે અને એટલે જ ખેલાડીઓને પણ તેમના પ્રત્યે વિશેષ ભાવ છે.

 

આ પણ વાંચોઃ IPL: પાકિસ્તાનની ધરતી પર જ રહી ઓસ્ટ્રેલિયન ખેલાડીએ લગાવ્યા મરચાં, કહ્યુ આઇપીએલ આગળ PSL નું કંઇના આવે

આ પણ વાંચોઃ Rohit Sharma એ ખરીદી ચમચમાતી કરોડોની કિંમતની મોંઘીદાટ કાર, બ્લ્યૂ ટીમની જર્સી જેવો જ પસંદ કર્યો રંગ