નડાલ અને જોકોવિચે કહ્યુંઃ રશિયા અને બેલારુસના ખેલાડીઓને વિમ્બલ્ડન રમવાથી રોકવાનું ખોટું છે

|

May 02, 2022 | 11:24 AM

Tennis : વિમ્બલ્ડન ઓપનની (WImbledon Open 2022) તૈયારીના ભાગ રૂપે રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ હાલ મેડ્રિડ ઓપન ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. વિમ્બલ્ડન ઓપન 2022 ની શરૂઆત 27 જુનથી થવાની છે.

નડાલ અને જોકોવિચે કહ્યુંઃ રશિયા અને બેલારુસના ખેલાડીઓને વિમ્બલ્ડન રમવાથી રોકવાનું ખોટું છે
Rafael Nadal and Novak Djokovic (PC: Twitter)

Follow us on

ટેનિસ જગતના દિગ્ગજ રાફેલ નડાલ (Rafael Nadal) અને નોવાક જોકોવિચ (Novak Djokovic) એ યુક્રેન પર રશિયાના હુમલાને કારણે આ વર્ષની વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં રશિયા અને બેલારુસના ખેલાડીઓને પ્રતિબંધિત કરવાના રશિયાના નિર્ણયની ટીકા કરી છે. મહત્વનું છે કે વર્ષની ત્રીજું ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ઓપન 2022 ની શરૂઆત 22 જુનથી થઇ રહી છે. તમામ ખેલાડીઓએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ઓપન 2022 નજીક આવી રહી છે ત્યારે આ બંને દિગ્ગજ ટેનિસ ખેલાડીઓ નડાલ અને જોકોવિચે રવિવારે કહ્યું કે વિમ્બલ્ડને ખોટો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે વિમ્બલ્ડન ઓપનની તૈયારીના ભાગ રૂપે હાલ નડાલ અને જોકોવિચ બંને મેડ્રિડ ઓપનમાં રમવાની તૈયારી કરી રહ્યા છે.

રેકોર્ડ 21 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રાફેલ નડાલે કહ્યું કે, “મને લાગે છે કે રશિયાના મારા ટેનિસ સાથી ખેલાડીઓ સાથે આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. યુદ્ધમાં અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં તેમની કોઇ જ ભૂલ નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ATP અને WTA સંઘે પણ આ નિર્ણયની ટીકા કરી છે

નડાલે કહ્યું કે, “હું તેમના માટે દિલગીર છું,” વિમ્બલ્ડને પોતાનો નિર્ણય લીધો. સરકારે તેમને આવું કરવાની ફરજ પાડી ન હતી. ચાલો જોઈએ કે આગામી થોડા અઠવાડિયામાં શું થાય છે. શું ખેલાડીઓ આ બાબતે કોઈપણ પ્રકારનો નિર્ણય લે છે. ATP અને WTA ટેનિસ ટુર્સે પણ ઓલ ઈંગ્લેન્ડ ક્લબના નિર્ણયની ટીકા કરી છે. તમને જણાવી દઇએ કે વિમ્બલ્ડન ઓપન 2022 ની શરૂઆત 27 જૂનથી થઇ રહી છે.

વિમ્બલ્ડનમાં રશિયા અને બેલારુસના ખેલાડીઓ ભાગ લઇ શકશે નહીં

વિમ્બલ્ડનના પ્રતિબંધથી પ્રભાવિત મુખ્ય ખેલાડીઓમાં ડિફેન્ડિંગ યુએસ ઓપન ચેમ્પિયન ડેનિલ મેદવેદેવ, આન્દ્રે રુબલેવ અને ફ્રેન્ચ ઓપનની રનર અપ એનાસ્તાસિયા પાવલ્યુચેન્કોવાનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ રશિયાના છે. આ સિવાય બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કા પણ વિમ્બલ્ડનમાં ભાગ લઈ શકશે નહીં. બેલારુસ યુક્રેન પર રશિયન હુમલાને સમર્થન આપે છે.

જોકોવિચે આ ખેલાડીઓની સ્થિતિની સરખામણી જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ ન લેવા પરની સ્થિતિ સાથે કરી હતી. કોવિડ-19 સામે રસી ન લગાવવા બદલ તેને ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

હું આ નિર્ણયને સમર્થન આપતો નથીઃ જોકોવિચ

જોકોવિચે કહ્યું, “તે અલગ બાબત છે. પરંતુ હું આ વર્ષની શરૂઆતમાં આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો. તે જાણીને નિરાશાજનક છે કે તમે ટુર્નામેન્ટમાં રમી શકશો નહીં. મારો અભિપ્રાય સ્પષ્ટ છે અને હું આ (વિમ્બલ્ડન) નિર્ણયને સમર્થન આપતો નથી. તેના પર હું અડગ છું. મને લાગે છે કે આ વ્યાજબી નથી, આ યોગ્ય નથી.

Next Article