Pro Kabaddi: સિઝન-9 માટે ગુજરાત જાયન્ટસ ટીમના સુકાની તરીકે ચંદ્રન રણજીતનુ નામ જાહેર કર્યુ

|

Sep 30, 2022 | 9:47 PM

પ્રો કબ્બડી સિઝન-9 (Pro Kabaddi Season-9) નો પ્રારંભ આગામી 7 ઓક્ટોબરથી થઈ રહ્યો છે. કર્ણાટકના બેંગ્લુરુના શ્રી ક્રાન્તિવીર સ્ટેડિયમમાં તેનો પ્રારંભ થનાર છે.

Pro Kabaddi: સિઝન-9 માટે ગુજરાત જાયન્ટસ ટીમના સુકાની તરીકે ચંદ્રન રણજીતનુ નામ જાહેર કર્યુ
Chandran Ranjit સંભાળશે ગુજરાતનુ સુકાન

Follow us on

પ્રો કબ્બડી સિઝન-9 (Pro Kabaddi Season-9) નો પ્રારંભ આગામી 7 ઓક્ટોબરથી થઈ રહ્યો છે. કર્ણાટકના બેંગ્લુરુના શ્રી ક્રાન્તિવીર સ્ટેડિયમમાં તેનો પ્રારંભ થનાર છે. આ પહેલા ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) ટીમના કેપ્ટન તરીકે રાઈડર ચંદ્રન રણજીત (Chandran Ranjit) ને જવાબદારી સોંપવામાં આવી છે. શુક્રવારે આ માટેની ઘોષણા અદાણી સ્પોર્ટસલાઈને કરી કરી હતી. ચંદ્નન પણ પોતાને મળેલી જવાબાદી ઉત્સાહિત હતો અને તેણે પોતાની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરીને ટીમને શ્રેષ્ઠ પ્રદાન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ક્ષમતાનો ઉત્તમ ઉપયોગ કરી ટીમંનુ નેતૃત્વ કરીશ-રણજીત

ગુજરાતનુ સુકાન સંભાળતા રણજીતે કહ્યુ હતુ “પ્રો કબ્બડી લીગ-સિઝન-9માં ગુજરાત જાયન્ટસની ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતાં હું રોમંચ અનુભવું છું. મારામાં વિશ્વાસ મૂકવા બદલ ટીમના મેનેજમેન્ટનો આભાર માનું છુ. ભારતમાં વિકસેલી આ રમતને લોકપ્રિય બનાવવામાં ગુજરાત જાયન્ટસ કટિબધ્ધ રહી છે. દર વર્ષે અમારા ચાહકો અમને હંમશાં સહયોગ આપતા રહયા છે અને તેમનો પ્રતિભાવ વ્યક્ત કરતા રહયા છે. હું મારી ક્ષમતાનો ઉત્તમ ઉપયોગ કરી ટીમંનુ નેતૃત્વ કરીશ.”

આગામી સિઝન માટે રણનીતિ તૈયાર

મુખ્ય કોચ રામ મેહર સિંઘે કહ્યું કે “ગુજરાત જાયન્ટસમાં અમે ‘ગર્જેગા ગુજરાત’નુ સૂત્ર સાકાર કરી રહયા છીએ. અમે હંમેશાં શ્રેષ્ઠ દેખાવ કરીને તથા રોમાંચક એકશન વડે કબડ્ડીના ચાહકોને ખુશ કરતા રહીશું.” આગળ કહ્યુ કે “અદાણી સ્પોર્ટસલાઈનના સક્ષમ નેતૃત્વ હેઠળ અમે અમારી ટીમની ક્ષમતાને ધ્યાનમાં લઈ આગામી સિઝન માટે અમારી ટીમની વ્યૂહરચના નક્કી કરી છે. અમારે જે ટીમનો સામનો કરવાનો હોય તે મુજબ અમે અમારો ગેમ પ્લાન નક્કી કરીશું.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અંતિમ સિઝનમાં 60 ટેકલ પોઈન્ટસ હાંસલ કરનાર રીંકુએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે “દરેક ખેલાડી તેમના ચાહકો સમક્ષ ઉત્તમ પ્રદર્શન કરવા માટે આતુર હોય છે. જ્યારે ચાહકો અમને વધાવી લેતા હોય ત્યારે એક નવું જ જોશ પેદા થતુ હોય છે. અમે અમારા હોમ ગ્રાઉન્ડમાં રમતા નહીં હોવા છતાં ગુજરાત જાયન્ટસ દેશભરમાં ચાહકો ધરાવે છે અને અમે તેમને મળવા માટે આતુર છીએ.”

સળંગ બે વાર ગુજરાત ટીમ ફાઈનલમાં પહોંચી હતી

ગુજરાત જાયન્ટસ ટીમ અત્યાર સુધીમાં 2 વાર રનર્સઅપ રહી ચુકી છે. ગુજરાત ટીમ વર્ષ 2017માં કબ્બડી ક્ષેત્રમાં જોડાઈ હતી. વર્ષ 2017 એટલે કે પ્રથમ વર્ષે જ ટીમ રનર્સઅપ રહી હતી. જ્યારે વર્ષ 2018 માં પણ રનર્સઅપ રહી હતી. આમ સળંગ બે વર્ષ ગુજરાતની ટીમ રનર્સઅપ રહી ચુકી હતી.

 

Published On - 9:33 pm, Fri, 30 September 22

Next Article