અંતિમ મિનિટોમાં 2 સુપર ટેકલની મદદથી જાયન્ટસે બેંગલુરુ બુલ્સને ધોઈ નાખ્યા, 3 પોઈન્ટની લીડ મેળવી જીત

3 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બીજી મેચ ગુજરાત જાયન્ટસ અને બેંગલુરુ બુલ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ હાફમાં બેંગલુરુ બુલ્સની ટીમ ગુજરાત જાયન્ટસ પર હાવી રહી હતી. ગુજરાત જાયન્ટસ ટીમના ખેલાડીઓ સતત બીજી મેચ જીતવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.

અંતિમ મિનિટોમાં 2 સુપર ટેકલની મદદથી જાયન્ટસે બેંગલુરુ બુલ્સને ધોઈ નાખ્યા, 3 પોઈન્ટની લીડ મેળવી જીત
pro kabaddi league 2023
| Edited By: | Updated on: Dec 03, 2023 | 10:22 PM

બેંગલુરુ બુલ્સની ટીમે ટોસ જીતીને ગુજરાત જાયન્ટની પહેલી રેઈડ કરવાની તક આપી હતી. બેંગલુરુ બુલ્સ તરફથી નીરજ નરવાલે સફળ રેઈડ કરીને ટીમને શરુઆત લીડ અપાવી હતી. પ્રથમ હાફની શરુઆતની 10 મિનિટમાં ગુજરાત જાયન્ટસની ટીમે ત્રણ સુપર ટેકલ કરીને બેંગલુરુ બુલ્સને ટક્કર આપી હતી. 10 મિનિટ સુધી બંને ટીમ બરાબરીના સ્કોર પર હતી.

પ્રથમ હાફમાં 14-20ના સ્કોર સાથે રમત બેંગલુરુ બુલ્સના પક્ષમાં રહ્યો હતો. પ્રથમ હાફમાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 7 રેઈડ પોઈન્ટ, 7 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે બેંગલુરુ બુલ્સની ટીમે 10 રેઈડ પોઈન્ટ, 8 ટેકલ પોઈન્ટ અને 2 ઓલઆઉટ પોઈન્ટ મેળવ્યા હતા. પ્રથમ હાફમાં બંને ટીમના ખેલાડીઓ ડિફેન્સિફ રમત રમ્યા હતા.

 

 

 

 

(Video Credit – Pro kabaddi)

અંતિમ 2 મિનિટોમાં બંને ટીમનો સ્કોર 30-30 રહ્યો હતો. ગુજરાત જાયન્ટના રાકેશની રેઈડ અને સુપર ટેકલની મદદથી ગુજરાત જાયન્ટ્સની ટીમે રોમાંચક વાપસી કરી હતી.

બીજી હાફમાં ગુજરાત જાયન્ટસે 20-11ના સ્કોરથી શાનદાર વાપસી કરી હતી. બીજા હાફમાં ગુજરાતે 10 રેઈડ પોઈન્ટ, 8 ટેકલ પોઈન્ટ અને 2 ઓલઆઉટ પોઈન્ટ મેળવ્યા હતા. બેંગલુરુ બુલ્સની ટીમે 5 રેઈડ પોઈન્ટ અને 4 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા.

ગુજરાત જાયન્ટસ તરફથી સોનુ જગલાને 12 પોઈન્ટ મેળવીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 9 રેઈડ પોઈન્ટ, 1 ટેકલ પોઈન્ટ અને 2 બોનસ પોઈન્ટ મેળવ્યા હતા. બેંગલુરુ બુલ્સ તરફથી ભરતે 7 પોઈન્ટ મેળવ્યા હતા જેમાં તેણે 5 રેઈડ પોઈન્ટ, 1 ટેકલ પોઈન્ટ અને 1 બોનસ પોઈન્ટ મેળવ્યો હતો.

આ પણ વાંચો: IPL 2024: ગુજરાત ટાઈટન્સને લઈને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજે કરી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 10:14 pm, Sun, 3 December 23