
મંગળવારે બેંગલુરુના શેરેટો ગ્રાન્ડ વ્હાઇટફીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ સિઝન 8માં 102 મેચમાં હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers) એ શાનદાર પ્રદર્શન કરતા તમિલ થલૈવાસ (Tamil Thalaivas) ને 37-29 પોઇન્ટથી હરાવ્યું હતું. આ જીત સાથે હરિયાણાની ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે. આ મેચમાં શરૂઆતમાં તમિલ થલૈવા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું પણ હરિયાણાના નવા સ્ટાર ખેલાડી આશિષે મેચમાં ત્રણ સુપર રેડ કરી મેચ હરિયાણાના પક્ષમાં લઇ ગયો હતો. આ મેચમાં આશિષે 16 પોઇન્ટ મેળવ્યા હતા. તો તમિલ ટીમના સુકાની મંજિત સિંહે 4 ટેકલ પોઇન્ટ મેળવ્યા હતા, તો સાહરે ત્રણ ખેલાડીઓને સફળતાપુર્વક ટેકલ કર્યા હતા.
તમિલ થલૈવાસે ટોસ જીત્યો અને હરિયાણા સ્ટીલર્સ ટીમને પહેલા રેડ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. વિકાસ ખંડોલાએ મેચમાં પહેલી રેડ કરી અને એક પણ પોઇન્ટ લીધા વગર પરત ફર્યો હતો. મંજિતે સફળ રેડની સાથે તમિલ ટીમનું ખાતુ ખોલ્યું હતું અને વિકાસે મંજિતને ટક કરી હરિયાણાને પહેલો પોઇન્ટ અપાવ્યો હતો. ત્યારબાદ વિકાસ સતત પોઇન્ટ મેળવતો ગયો અને અક્ષય કુમારે ડિપેન્સમાં બે પોઇન્ટ લઇને તમિલ ટીમને ઓલઆઉટ કરી દીધું હતું.
મંજિતને આઉટ કરી હરિયાણાએ બીજા હાફની શરૂઆત કરી અને વિકાસની ભુલથી તમિલ ટીમને મેચમાં વાપસી કરવાની તક મળી. આવા સમયે મેચમાં વાપસી કરી રહેલ તમિલ ટીમને આશિષ કુમારે બ્રેક લગાવી દીધી અને સુપર રેડ કરી હરિયાણા ટીમને 22-16થી આગળ કરી દીધી. આશિષે આ મલ્ટી રેડની સાથે પોતાની સુપર 10 રેડ પુરી કરી. વિકાસે સુપર ટેકલ પર સુરજીત સિંહને ફરીથી ટીમમાં વાપસી કરાવી. પણ આશિષે પહેલા અજિંક્ય પવારને ટેકલ કરી ફરીથી રેડમાં સાગરને આઉટ કરી તમિલ ટીમને બીજીવાર ઓલઆઉટ કર્યું.
આ પણ વાંચો : Pro Kabaddi League: ગુજરાત જાયંટ્સનો શાનદાર વિજય, જયપુર ટીમને હરાવી ટોપ 6માં જગ્યા બનાવી
આ પણ વાંચો : Pro Kabaddi League : 3 મેચ 6 ટીમો, પરંતુ ન કોઈ જીત્યું ન કોઈને હાર મળી, જાણો મેચોની સ્થિતિ