Prime Volleyball League: કોલકાતા થંડરબોલ્ટ્સે 3-2થી કોચ્ચિ બ્લુ સ્પાઈકર્સને હરાવ્યું, સેમીફાઈનલમાં કાલીકટ હીરોઝ સામે ટકરાશે

પહેલી સેમીફાઈનલમાં અમદાવાદ ડિફેન્ડર્સનનો સામનો હૈદરાબાદ બ્લેક હોક્સ સામે થશે, જ્યારે બીજી સેમીફાઈનલ મેચમાં કોલકાતા થંડરબોલ્ટ્સનો સામનો કાલીકટ હીરોઝ સામે થશે.

Prime Volleyball League: કોલકાતા થંડરબોલ્ટ્સે 3-2થી કોચ્ચિ બ્લુ સ્પાઈકર્સને હરાવ્યું, સેમીફાઈનલમાં કાલીકટ હીરોઝ સામે ટકરાશે
Kolkata Thunderbolts win
| Edited By: | Updated on: Feb 23, 2022 | 11:02 PM

કોલકાતા થંડરબોલ્ટ્સે (KolkataThunderbolts) બુધવારે હૈદરાબાદના ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલ પ્રાઇમ વોલીબોલ લીગ (Prime Volleyball League)ની પહેલી સિઝનની 21મી મેચમાં કોચ્ચિ બ્લુ સ્પાઈકર્સ (Kochi Blue Spikers)ને 3-2 (13-15, 15-11, 15-13, 15-8, 10-15)થી હરાવ્યું હતું. કોલકાતા ટીમના વિનીત કુમાર પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયો હતો.

કોલકતાતા ટીમની 6 મેચમાંથી આ ચોથી જીત હતી અને ટીમે 8 પોઈન્ટ સાથે નંબર 2 પર પહોંચી ગઈ છે. આ મેચ સાથે લીગ સ્ટેજની મેચ પુરી થઈ ગઈ હતી. કોચ્ચિ ટીમે અત્યાર સુધી 6 મેચમાંથી પાંચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમે 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને રહીને લીગ પુરી કરી હતી.

 

લીગ સ્ટેજમાં આ અંતિમ મેચ હતી અને હવે ટુર્નામેન્ટમાં સેમીફાઈનલ મેચની શરૂઆત થશે. પહેલી સેમીફાઈનલ મેચમાં ગુરૂવારે અમદાવાદ ડિફેન્ડર્સનનો સામનો હૈદરાબાદ બ્લેક હોક્સ સામે થશે, જ્યારે બીજી સેમીફાઈનલ મેચમાં શુક્રવારે કોલકાતા થંડરબોલ્ટ્સનો સામનો કાલીકટ હીરોઝ સામે થશે.

સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ચુકેલી કોચ્ચિ બ્લુ સ્પાઈકર્સ ટીમે ટોસ જીતીને રિસીવ કરતા પહેલા સેટમાં કોલકાતા થંડરબોલ્ટ્સ સામે 8-6નો સ્કોર કર્યો હતો. કોચ્ચિ ટીમે ત્યારબાદ કોર્તિકના સુપર પોઈન્ટ અને સુપર સર્વના દમ પર લીડ મેળવી લીધી હતી અને 15-13થી સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં કોલકાતાએ વાપસી કરતા ટાઈમ આઉટ સુધી 8-5ની લીડ મેળવી લીધી. ટીમે ફરી 4 પોઈન્ટની લીડ બનાવી લીધી અને 15-11 પોઈન્ટથી બીજો સેટ જીતીને મેચમાં 1-1ની બરોબરી પર લાવીને મુકી દીધી.

ત્રીજા સેટની શરૂઆતમાં જ કોચ્ચિના દુષ્યંત ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેને બહાર જવુ પડ્યું હતું. ત્યારબાદ કોલકાતા ટીમે ફરીથી 2 પોઈન્ટની લીડ બનાવી લીધી. જોકે 11-11 પોઈન્ટની બરોબરી પર રહ્યા બાદ કોલકાતા ટીમે સુપર પોઈન્ટ લેતા 15-13 પોઈન્ટથી સેટ જીતીને સ્કોર 2-1 પર પહોંચાડી દીધો હતો. કોલકાતા ટીમે ચોથો સેટ પણ પોતાના દમદાર પ્રદર્શનના આધારે 15-8થી જીત્યો હતો.

પાંચમાં અને અંતિમ સેટમાં કોચ્ચિ ટીમ બ્રેક સુધી એક પોઈન્ટથી આગળ હતી. ત્યારબાદ ટીમે સતત પોઈન્ટ લેતા સ્કોર 13-10 સુધી પહોંચી ગયો હતો. અંતે પાંચમો સેટ કોચ્ચિ ટીમે 15-10થી પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો : IPL 2022: અજીત અગારકર દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયો, ટીમે આપી મહત્વની જવાબદારી

આ પણ વાંચો : Strandja Memorial Boxing Tournament: નંદિની એ ક્વાર્ટર ફાઇનલમાં વિજયી, દેશ માટે પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો