Prime Volleyball League: કાલીકટ હીરોઝે 5-0થી હૈદરાબાદ બ્લેક હોક્સને હરાવ્યું, બોનસ પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચ્યું

કાલીકટ હીરોઝ ટીમે બોનસ પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં સીધો પ્રવેશ કર્યો. કાલીકટ હીરોઝ સીવાય હૈદરાબાદ બ્લેક હોક્સ અને અમદાવાદ ડિફેન્ડર્સ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ચુકી છે.

Prime Volleyball League: કાલીકટ હીરોઝે 5-0થી હૈદરાબાદ બ્લેક હોક્સને હરાવ્યું, બોનસ પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચ્યું
Calicut Heroes (PC: Prime Volleyball)
| Updated on: Feb 21, 2022 | 10:24 PM

કાલીકટ હીરોઝે (Calicut Heroes) ધામેદાર પ્રદર્શન કરતા સતત પાંચમો સેટ જીતીને સોમવારે રમાયેલ પ્રાઇમ વોલીબોલ લીગની પહેલી સિઝનમાં હૈદરાબાદ બ્લેક હોક્સ (Black Hawks Hyderabad) ટીમને 5-0 (15-14, 15-10, 15-14, 15-14, 15-9) થી માત આપી હતી. મેચમાં કાલીકટ હીરોઝ ટીમના ડેવિડ લીએ શાનદાર પ્રદર્શન કરતા તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કાલીકટ હીરોઝ ટીમે અત્યાર સુધી કુલ 6 મેચ રમી છે. જેમાં અત્યાર સુધી 3 મેચ જીતી છે અને કુલ 7 પોઇન્ટ મેળવ્યા છે. મેચમાં બોનસના રૂપમાં ત્રણ પોઇન્ટ લીધા બાદ કાલીકટ હીરોઝ ટીમે હવે સેમિ ફાઇનલ મેચમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. ત્યારે હૈદરાબાદ બ્લેક હોક્સને 6 મેચમાં આ ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે હૈદરાબાદ ટીમ પહેલાથી જ સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. કાલીકટ હીરોઝ અને હૈદરાબાદ બ્લેક હોક્સ સહિત અમદાવાદ ડિફેન્ડર્સ (Ahmedabad Defenders) ટીમ પણ સેમિ ફાઇનલમાં પહોંચી ચુકી છે.


કાલીકટ હીરોઝ પહેલા સેટમાં 7-7 ની બરોબરી પર રહ્યા બાદ બ્રેક સુધી એક પોઇન્ટ પાછળ રહી ગઇ. ત્યારબાદ બંને ટીમો સુપર પોઇન્ટ લઇને 12-12 ની બરોબરી પર આવી ગયા હતા. જોકે અંતમાં કાલકીટ હીરોઝ ટીમે 15-14 તી પહેલો સેટ જીત લીધો હતો. ત્યારબાદના સેટમાં પણ કાલીકટ હીરોઝે શાનદાર શરૂઆત કરતા બ્રેક સુધી 3 પોઇન્ટની લીડ મેળવી લીધી હતી. કાલીકટ આગળ પણ સતત આક્રમક રમત દાખવતા બીજો સેટ 15-10 થી જીતી લીધો હતો.

ત્રીજા સેટની વાત કરીએ તો બંને ટીમો એક સમયે 13-13 ની બરોબરી પર હતી અને કાલીકટ હીરોઝે ફરી 15-14 થી સતત ત્રીજો સેટ જીતીને મેચ પોતાના નામે કરી લીધી હતી. ચોથા સેટમાં પણ બ્રેક પોઇન્ટ કાલીકટ હીરોઝે 2 પોઇન્ટથી પાછળ હતી અને ફરીથી વાપસી કરતા 3 પોઇન્ટ આગળ નીકળી ગઇ હતી.

અંતે ચોથો સેટ કાલીકટ હીરોઝે 15-9 પોઇન્ટથી જીતીને મેચ 4-0થી મોટા માર્જીનથી જીતી લીધી. કાલીકટ હીરોઝ ટીમે અંતિમ સેટ બ્રેક પોઇન્ટ બાદ 11-4ની લીડ બનાવી લીધી હતી. ત્યારબાદ સતત પોઇન્ટ લેતા 15-4 થી પાંચમો અને અંતિમ સેટ જીતીને મેચ 5-0થી ક્લીન સ્વિપ કરી લીધી. આ જીત સાથે કાલીકટ હીરોઝે બોનસ પોઇન્ટ લેતા સેમિ ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવી લીધો હતો.

આ પણ વાંચો : Prime Volleyball League: રોમાંચક મેચમાં કોલકાતા થંડરબોલ્ડસને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચ્યું અમદાવાદ ડિફેન્ડર્સ

આ પણ વાંચો : VIDEO: INDvSL: પહેલી ટી20 મેચ માટે રોહિત શર્માની સેના લખનૌ પહોંચી, 24 ફેબ્રુઆરીએ રમાશે શ્રેણીની પહેલી મેચ