વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેસ ઓલિમ્પિયાડની ટોર્ચ લોન્ચ કરી, PMએ કહ્યું- આખી દુનિયામાં છાપ છોડી રહ્યું છે ભારત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે ચેસ ઓલિમ્પિયાડની ટોર્ચ રિલે લોન્ચ કરી. આ કાર્યક્રમ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેસ ઓલિમ્પિયાડની ટોર્ચ લોન્ચ કરી, PMએ કહ્યું- આખી દુનિયામાં છાપ છોડી રહ્યું છે ભારત
PM Narendra Modi
| Edited By: | Updated on: Jun 19, 2022 | 7:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રવિવારે 44મી ચેસ ઓલિમ્પિયાડની (Chess Olympiad) ટોર્ચ રિલે લોન્ચ કરી. આ કાર્યક્રમ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયો હતો. આ પ્રસંગે દિગ્ગજ ખેલાડી વિશ્વનાથન આનંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભારત સમગ્ર દુનિયામાં ચેસમાં પોતાની છાપ છોડી રહ્યું છે. ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે ઓલિમ્પિયાડ પહેલા આવી ટોર્ચ રિલે કાઢવામાં આવી રહી છે. અત્યાર સુધી આવો નજારો માત્ર ઓલિમ્પિક ગેમ્સમાં જ જોવા મળતો હતો, પરંતુ ઇન્ટરનેશનલ ચેસ બોડીએ આ વખતે ચેસ ઓલિમ્પિયાડમાં પણ તેની શરૂઆત કરી છે.

આખી દુનિયામાં પોતાની છાપ છોડી રહ્યું છે ભારત

પીએમએ કહ્યું કે પહેલી વાર ભારત આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આપણને ગર્વ છે કે ચેસની રમત તેના જન્મસ્થળમાંથી બહાર આવીને આખી દુનિયામાં તેની છાપ છોડી રહી છે. પીએમએ કહ્યું કે આજે ચેસ ફરી તેના જન્મસ્થળ પર પાછી આવી છે. આ વર્ષે ભારત 44મી ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરી રહી છે.

75 શહેરોમાંથી પસાર થશે ટોર્ચ

પીએમે ઓલિમ્પિયાડમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ આપી છે. આ પ્રસંગે 2020 ચેસ ઓલિમ્પિયાડના વિજેતા કોનેરુ હમ્પીએ પણ પીએમ સાથે ચેસ રમી હતી. ભારત તેની આઝાદીના 75મા વર્ષની ઉજવણી અમૃત મહોત્સવના રૂપમાં કરી રહી છે.

દિલ્હીથી શરૂ થયેલી ટોર્ચ રિલે દેશના 75 શહેરોમાંથી પસાર થશે. આ ઐતિહાસિક પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ ઓલિમ્પિયાડમાં 188 દેશોના 2 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. મશાલ 27 જુલાઈના રોજ મહાબલીપુરમ પહોંચશે અને ત્યારપછી બીજા દિવસે ઈવેન્ટ શરૂ થશે. ઓલિમ્પિયાડ 10 ઓગસ્ટ સુધી ચાલશે.