Saudi Arabia Vs Poland : પોલેન્ડની 2-0થી ભવ્ય જીત, પોલેન્ડના ગોલકીપરે સાઉદી અરેબિયાને ન કરવા દીધો એકપણ ગોલ

FIFA World cup 2022 Saudi arabia Vs Poland match report : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો સાઉદી અરેબિયાની ટીમ 51માં સ્થાને છે, જ્યારે પોલેન્ડની ટીમ 26માં સ્થાને છે. સાઉદી અરેબિયાની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં આર્જેર્ટિનાની ટીમને 2-1થી હરાવીને મોટો અપર્સેટ સર્જયો હતો.

Saudi Arabia Vs Poland : પોલેન્ડની 2-0થી ભવ્ય જીત, પોલેન્ડના ગોલકીપરે સાઉદી અરેબિયાને ન કરવા દીધો એકપણ ગોલ
FIFA World cup 2022 Saudi arabia Vs Poland match report
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 26, 2022 | 9:17 PM

ફિફા વર્લ્ડકપની 22મી મેચ કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ સાઉદી અરેબિયા અને પોલેન્ડની ટીમ વચ્ચે રમાઈ હતી. આ બંને ટીમો ગ્રુપ Cમાં છે. આજની આ મેચમાં પોલેન્ડના ગોલકીપરનો દબદબો રહ્યો હતો. સાઉદી અરેબિયા આ મેચમાં ગોલ કરવાની 14 તક ગુમાવી હતી. જેને કારણે આ મેચમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સાઉદી અરેબિયા સામે પોલેન્ડની 2-0થી ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે પોલેન્ડની ટીમ ગ્રુપ Cમાં ટોપ પર પહોંચી ગઈ છે.

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો સાઉદી અરેબિયાની ટીમ 51માં સ્થાને છે, જ્યારે પોલેન્ડની ટીમ 26માં સ્થાને છે. સાઉદી અરેબિયાની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં આર્જેર્ટિનાની ટીમને 2-1થી હરાવીને મોટો અપર્સેટ સર્જયો હતો. પોલેન્ડની ટીમની પ્રથમ મેચ મેક્સિકો સામે 0-0થી ડ્રો રહી હતી.

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 21 મેચ રમાઈ છે. જેમાં 7 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 2 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે.

પોલેન્ડની 2-0થી ભવ્ય જીત

 

 

મેચનો ઘટનાક્રમ

 

આ હતી સાઉદી અરેબિયા અને પોલેન્ડની ટીમ

 

ગ્રુપ Cનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Published On - 8:32 pm, Sat, 26 November 22