આર્જેન્ટિના અને મેસ્સીના કરોડો ભારતીય ચાહકો ખુશ- PM મોદીએ આર્જેન્ટિનાને જીત પર પાઠવ્યા અભિનંદન

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ફિફા વર્લ્ડ કપની રસાકસી ભરેલ ફાઈનલમાં, આર્જેન્ટિનાની થયેલી જીતથી, આર્જેન્ટિના અને મેસ્સીના કરોડો ભારતીય ચાહકો ખુશ છે.

આર્જેન્ટિના અને મેસ્સીના કરોડો ભારતીય ચાહકો ખુશ- PM મોદીએ આર્જેન્ટિનાને જીત પર પાઠવ્યા અભિનંદન
Players including Messi after Argentina's glorious victory
Image Credit source: Twitter, Social Media
| Edited By: | Updated on: Dec 19, 2022 | 8:50 AM

કતારમાં રમાયેલ અત્યંત રસાકસી ભરેલ ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. આ સાથે આર્જેન્ટિના 36 વર્ષ પછી વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું. આર્જેન્ટિનાએ 1978 અને 1986 બાદ હવે ત્રીજી વખત વર્લ્ડ કપ વિજેતાનું ટાઈટલ જીત્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પણ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા બદલ રવિવારે અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ફાઈનલ મેચને ફૂટબોલની સૌથી રોમાંચક મેચોમાંથી એક તરીકે યાદ રાખવામાં આવશે.


પીએમ મોદીએ કહ્યું કે, આર્જેન્ટિના અને મેસ્સીના કરોડો ભારતીય ચાહકો આ રોમાંચક જીતથી ખુશ છે. PM મોદીએ ટ્વીટ કર્યું કે, “આ અત્યાર સુધીની સૌથી રોમાંચક ફૂટબોલ મેચોમાંની એક તરીકે યાદ રાખવામાં આવશે ! ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા પર આર્જેન્ટિનાને અભિનંદન ! આર્જેન્ટિના સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આર્જેન્ટિના અને મેસ્સીના લાખો ભારતીય ચાહકો આ શાનદાર વિજયમાં સહભાગી થઈ રહ્યાં છે.

પીએમ મોદીએ ફ્રાન્સને પણ શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. FIFA વર્લ્ડ કપમાં જુસ્સાદાર પ્રદર્શન માટે ફ્રાન્સને અભિનંદન. ફાઈનલમાં પહોંચતા ફ્રાન્સે પોતાની કુશળતા અને ખેલદિલીથી ફૂટબોલ ચાહકોના દિલ જીતી લીધા છે.

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પણ આપ્યા અભિનંદન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ, ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટિનાની રોમાંચક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મેચે ફરી એક વાર સાબિત કર્યું કે સરહદ વિના પણ એકબીજાને રમત જોડે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ શાનદાર પ્રદર્શન અને ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા બદલ આર્જેન્ટિનાને અભિનંદન પાઠવ્યા હતા. ખડગેએ ટ્વિટ કર્યું કે મેસ્સીની શાનદાર રમત લાખો ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. ખડગેએ Mbappe નો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે Mbappe ફ્રાન્સને શાનદાર પુનરાગમન કરવા માટે પ્રેરિત કરે છે !


રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું, કેટલી સુંદર રમત છે ! આર્જેન્ટિનાને રોમાંચક જીત માટે અભિનંદન. ફ્રાન્સ પણ સારું રમ્યું. મેસ્સી અને Mbappe બંને સાચા ચેમ્પિયનની જેમ રમ્યા ! ભારત જોડો યાત્રામાં જોડાયેલા કેટલાક પદયાત્રીઓની સાથે રાહુલ ગાંધીએ દૌસામાં શિબિર સ્થળે સ્ક્રીન ઉપર આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની 2022 FIFA વર્લ્ડ કપ ફાઇનલ મેચ નિહાળી હતી.