ફૂટબોલ મેચ છે કે યુદ્ધનું મેદાન? ખેલાડીઓ હાથમાં AK-47 રાઈફલ લઈને મેદાનમાં ઉતર્યા, જુઓ વીડિયો

મણિપુરના કાંગપોક્પી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક ખેલાડીઓ હાથમાં એસોલ્ટ રાઇફલ સાથે ફૂટબોલ રમતા જોવા મળે છે. આ ઘટનાએ જાતીય સંઘર્ષ વચ્ચે શસ્ત્રોની વધતી હાજરી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

ફૂટબોલ મેચ છે કે યુદ્ધનું મેદાન? ખેલાડીઓ હાથમાં AK-47 રાઈફલ લઈને મેદાનમાં ઉતર્યા, જુઓ વીડિયો
| Updated on: Feb 08, 2025 | 11:14 AM

મણિપુરના કાંગપોકપી જિલ્લામાં એક ફુટબોલ મેચ દરમિયાન એવું જોવા મળ્યું. જેને જોયા બાદ સૌ કોઈ હેરાન રહી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અસોલ્ટ રાઈફલ હાથમાં લઈ ફુટબોલ ખેલાડી જોવા મળ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો ફુટબોલ કિટમાં જોવા મળી રહ્યા છે. પરંતુ તેના હાથમાં આટોમેટિક અસોલ્ટ રાઈફલ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં હાલત ખુબ ખરાબ જોવા મળી રહી છે. રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે.

હાથમાં રાઈફલ લઈ રમતા જોવા મળ્યા ખેલાડી

હથિયાર લઈ મેદાનમાં ફુટબોલ મેચ રમતા કેટલાક ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કોઈ સામાન્ય હથિયાર નથી પરંતુ વીડિયોમાં જોવા મળી રહેલા આ ખેલાડીઓના હાથમાં એકે47 અને અમેરિકાની એમ સિરીઝની અસોલ્ટ રાઈફલ છે. આ વીડિયો સૌથી પહેલા મણિપુરના કંગપોકપી જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સરના પેજ પર જોવા મળ્યો હતો. આ બંદુકોની નળી પર લાલ રિબન પણ બાંધેલી છે.

 

 

વીડિયોમાં બતાવેલ ઇવેન્ટ પોસ્ટર મુજબ, ફૂટબોલ મેચ 20 જાન્યુઆરીએ શરૂ થઈ હતી. પોસ્ટરમાં સ્થળનું નામ પણ દેખાય છે. આ સ્થળ નોહજાંગ કિપજેન મેમોરિયલ પ્લેગ્રાઉન્ડ છે, જે ગામનોમ્ફાઈ ગામમાં આવેલું છે. આ સ્થળ રાજધાની ઇમ્ફાલથી લગભગ 30 કિલોમીટર દૂર છે. આ ઘટનાએ જાતીય સંઘર્ષ વચ્ચે શસ્ત્રોની વધતી હાજરી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, આ વીડિયો પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે હવે આ વીડિયો પોતાના એકાઉન્ટમાંથી હટાવી દીધો છે અને એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં બંદૂકધારીઓ દેખાતા નથી.

મેઇતેઈ સમુદાયે તપાસની માંગ ઉઠાવી

તમને જણાવી દઈએ કે લોકો હાથમાં હથિયાર લઈ નાચી રહ્યા છે. તેના હેલમેટ અને ખભા પર લાલ રંગનો એક ખાસ લોગો પણ જોવા મળી રહ્યો છે. જે હંમેશા કુકી નેશનલ ફ્રંટ પ્રીના મિલિટેટ્સની ઓળખ છે. વીડિયો વાયરલ થયા બાદ મેઈતેઈ સમુદાયના એક સંગઠને સોશિયલ મીડિયા પર સરકારને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે.