સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવશે ‘પિકલબોલ’, અમેરિકાથી શરૂ થશે વર્લ્ડ સિરીઝ

|

Mar 04, 2024 | 5:25 PM

વિશ્વમાં અનેક પ્રકારની રમતો રમાય છે. આ રમતો માટે લીગ પણ છે. ક્રિકેટથી માંડીને ફૂટબોલ, વોલીબોલ, ફૂટબોલ, કુસ્તી જેવી ઘણી રમતો માટે લીગ શરૂ થઈ છે અને તેમની લોકપ્રિયતા વધી રહી છે. હવે હલચલ મચાવવા માટે એક નવી સ્પોર્ટ્સ લીગ આવી રહી છે. આધુનિક રમતોમાં સૌથી ઝડપથી વિકસતી રમત - પિકલબોલ.

સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવશે પિકલબોલ, અમેરિકાથી શરૂ થશે વર્લ્ડ સિરીઝ
Pickleball

Follow us on

પિકલબોલ એ ટેનિસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટનનું મિશ્રણ છે અને હવે આ રમતની એક લીગ આવી રહી છે જે સમગ્ર 6 ખંડોમાં રમાશે. આ લીગની શરૂઆત અમેરિકાથી થશે અને ત્યારબાદ આ લીગની મેચો વિવિધ દેશોમાં રમાશે.

પિકલબોલ વર્લ્ડ સિરીઝ શરૂ થશે

ટૂંક સમયમાં પિકલબોલ લીગ શરૂ કરવા જઈ રહી છે. આ લીગનું નામ પિકલબોલ વર્લ્ડ સિરીઝ હશે. સમાચાર અને મનોરંજનની દુનિયામાં ધૂમ મચાવનાર ટાઈમ્સ ગ્રુપ આ લીગ લાવી રહ્યું છે. ટાઈમ્સ ગ્રુપે પિકલબોલ એશિયા સાથે જોડાણ કર્યું છે અને વૈશ્વિક મંચ પર આ લીગ શરૂ કરવા માટે તૈયાર છે. આ લીગ અમેરિકામાં શરૂ થશે અને પછી અલગ-અલગ ખંડોમાં પણ રમાશે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટનનું મિશ્રણ

પિકલબોલ લોકો માટે નવી ગેમ છે પરંતુ આ ગેમ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. આ ગેમ ખૂબ જ ઓછા સમયમાં આખી દુનિયામાં ફેમસ થઈ રહી છે. આ ગેમ ટેબલ ટેનિસ, ટેનિસ અને બેડમિન્ટનનું મિશ્રણ છે. દરેક વય જૂથના લોકો આ રમતમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય ટેનિસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટનના સુપરસ્ટાર ખેલાડીઓ પણ આ રમતને પસંદ કરી રહ્યા છે.’

ફોર્મેટ શું હશે?

અમેરિકામાં ઘણી સ્પોર્ટ્સ લીગ રમાય છે. પરંતુ પિકલબોલ વર્લ્ડ સિરીઝ વૈશ્વિક લક્ષ્ય સાથેની પ્રથમ લીગ હશે અને તે અન્ય દેશોમાં પણ રમાશે. આ લીગના પ્રથમ વર્ષમાં કુલ 64 ખેલાડીઓ સિંગલ ફોર્મેટમાં પ્રવેશ કરશે. છ ટીમો હશે જેમાં દરેક ટીમમાં ચાર ખેલાડીઓ હશે. ટીમો યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત સહિત બાકીના દેશોની હશે, જ્યાં પિકલબોલ રમત ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વિનીત જૈને જણાવ્યું હતું કે તેમના ગ્રુપનો ઉદ્દેશ્ય આ આધુનિક રમતને આગળના સ્તરે લઈ જવાનો છે અને તેમનો પ્રયાસ આ રમતને ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવી ઓળખ આપવાનો છે.

પિકલબોલ વર્લ્ડ રેન્કિંગ

કોહલીએ કહ્યું કે આ સિરીઝ અલગ-અલગ ખંડોમાં રમાશે અને છ મોટી ઈવેન્ટ્સ યોજાશે. આ શ્રેણીને પિકલબોલ વર્લ્ડ રેન્કિંગ દ્વારા સપોર્ટ કરવામાં આવશે. આ રેન્કિંગ દ્વારા જ ખેલાડીઓ પિકલબોલ વર્લ્ડ સિરીઝ માટે ક્વોલિફાય કરી શકશે. તેમને આશા છે કે આનાથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ અન્ય દેશોમાંથી પણ નવા સુપરસ્ટાર્સ મળશે.

આ પણ વાંચો : આઈપીએલ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલી વધી, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article