લાઈવ મેચ દરમિયાન ખેલાડીઓ પર વીજળી પડી, એકનું મોત 5 ખેલાડી ઈજાગ્રસ્ત જુઓ વીડિયો

|

Nov 05, 2024 | 2:33 PM

પેરુમાં ફુટબોલ મેચ દરમિયાન એક દર્દનાક અકસ્માત જોવા મળ્યો હતો. જેમાં એક લાઈવ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું મૃત્યું થયું છે. જ્યારે 5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે

લાઈવ મેચ દરમિયાન ખેલાડીઓ પર વીજળી પડી, એકનું મોત 5 ખેલાડી ઈજાગ્રસ્ત જુઓ વીડિયો

Follow us on

પેરુમાં ફુટબોલ મેચ દરમિયાન એક ભયાનક દર્શ્યો સામે આવ્યા છે. જેમાં એક લાઈવ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું મૃત્યું થયું છે. જ્યારે 5 અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. 39 વર્ષના ફુટબોલર જોસ હ્યુગો ડે લા ક્રૂઝ મેજા પર વીજળી પડતા તેનું મૃત્યું થયું છે. તમને જણાવી દઈએ કે, આ અકસ્માત ચિલકામાં સ્થિત ક્લબ જુવેટડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા દરમિયાન અકસ્માત થયો છે.

લાઈવ મેચ દરમિયાન વીજળી પડી

વીજળી પડતા પહેલા રેફરીએ રમત રોકી હતી કરાણ કે, મેદાનમાં વાદળ છવાયા હતા. આ દરમિયાન માત્ર 22 મિનિટની રમત રમાય હતી અને જુવેંટુડ બેલાવિસ્ટા 2-0થી આગળ ચાલી રહી હતી.રમત બંધ થયાની થોડા સમય પછી, જુવેન્ટુડ બેલાવિસ્ટાના ડિફેન્ડર જોસન પર વીજળી પડી હતી, જેના પછી તે જમીન પર મોઢું નીચે રાખી પડી ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

વિરાટના જન્મદિવસ પર કેમ નારાજ થઈ આ ખેલાડી? જણાવ્યું કારણ
અમેરિકન રાષ્ટ્રપતિની સેલેરી કેટલી હોય છે ?
Hair Fall Reason: વાળ ખરવાનું સૌથી પહેલું કારણ મળી ગયું, જુઓ Video
સુપરસ્ટારની દીકરીની બોલિવુડમાં ફ્લોપ રહી,જુઓ ફોટો
Black Chana : ખાલી પેટ કાળા ચણા ખાવાથી શું થશે? જાણો નિષ્ણાંત પાસેથી
આજનું રાશિફળ તારીખ : 05-11-2024

 

મેચ દરમિયાન વીજળી પડવાથી એકનું મોત

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રમત રોકાયાના થોડા સમય બાદ ખેલાડી ડગઆઉટની તરફ જઈ રહ્યા હતા. તે સમયે વિજળી પડતા એક સાથે અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા.આ સમગ્ર ઘટના બાદ મેચ રદ્દ કરી દેવામાં આવી હતી. આવું પહેલી વખત થયું નથી કે, જ્યારે ફુટબોલની મેચ દરમિયાન આવી કોઈ ઘટના બની હોય. આ વર્ષની શરુઆતમાં ઈન્ડોનેશિયમાં આવી જ ઘટના બની હતી. જેમાં ચાલુ મેચ દરમિયાન વીજળી પડવાથી એકનું મોત થયું હતુ.

ધ મિરર અનુસાર ગોલકીપર જુઆન ચોક લેક્ટા, પણ આ અકસ્માતની ઝપેટમાં આવ્યો હતો. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ ન હોવાને કારણે ટેક્સીથી ઈજાગ્રસ્ત ખેલાડીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બાદ તેના ચાહકો પણ ખુબ જ દુખી જોવા મળ્યા હતા.

Next Article