Pro Kabaddi: પટના ટીમે શાનદાર પ્રદર્શન કરતા બેંગ્લોરને હરાવીને લીગમાં સતત સાતમી જીત મેળવી

બીજા હાફમાં ચંદ્રન રણજીતે શાનદાર રેડ કરી હતી પણ પવન સહરાવતે બહાર કરી પટના ટીમે લીડ મેળવી લીધી. ત્યારબાદ બેંગ્લોર બુલ્સની ટીમે શાનદાર ડિફેન્સ કરી સ્કોરને લગભગ બરોબરી પર લાવી દીધા પણ સુનીલે ભરતને ટેકલ કરીને પટનાને ત્રણ પોઈન્ટની લીડ અપાવી.

Pro Kabaddi: પટના ટીમે શાનદાર પ્રદર્શન કરતા બેંગ્લોરને હરાવીને લીગમાં સતત સાતમી જીત મેળવી
Patna Pirates beat Bengaluru Bulls
| Edited By: | Updated on: Feb 16, 2022 | 12:09 AM

મંગળવારે બેંગ્લોરના શેરેટોન ગ્રાડ વ્હાઈટપીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8માં 120મી મેચમાં પટના પાયરેટ્સ (Patna Pirates) ટીમે શાનદાર પ્રદર્શન કરતા બેંગ્લોર બુલ્સ (Bengaluru Bulls) ટીમે 36-34થી હરાવી હતી. આ જીતની સાથે પટના ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે તો હારની સાથે બેંગ્લોર બુલ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર થવાની નજીક છે. આ મેચમાં પવન સહરાવત, સચિન તંવર અને મોનુ ગોયતના હોવા છતાં કોઈ પણ સુપર 10 રેડ પુરી કરી શક્યું ન હતું. મોનુ ગોયતે સૌથી વધુ 9 પોઈન્ટ મેળવ્યા હતા તો પટનાન સુનીલ અને મોહમ્મદ્રેજાએ 6-6 ટેકલ પોઇન્ટ મેળવ્યા હતા. બેંગ્લોર બુલ્સ તરફથી સૌરભ નાંદલે 4 ટેકલ પોઇન્ટ મેળવ્યા હતા તો મયુર કદમ અને મહેન્દ્ર સિંહે 2-2 ખેલાડીઓને મેટની બહાર કાઢ્યા હતા.

પટના ટીમની ડિફેન્ને પવનને શાંત રાખ્યો

બેંગ્લોર બુલ્સે ટોસ જીત્યો અને પટના ટીમને પહેલા રેડ માટે આમંત્રણ આપ્યું. સચિન તંવરે પહેલી રેડ કરી અને અમને તેને ટેકલ કરીને બેંગ્લોર બુલ્સનું ખાતુ ખોલ્યું. ત્યારબાદ પવન સહરાવતે બોનસ પોઈન્ટની સાથે બેંગ્લોરને 3-0થી આગળ કરી દીધું. મોનુએ બોનસની સાથે પટનાનું ખાતું ખોલ્યું અને સાજિન ચંદ્રશેખરે પવનને ડિફેન્સમાં પહેલો પોઇન્ટ અપાવ્યો. મોહમ્મદ્રેજા ચિયાનેહએ ભરતને આઉટ કર્યો, બેંગ્લોરના બંને મુખ્ય રેડરને બહાર કરી દીધા હતા.

 

અંતિમ સમયે પટનાએ મેચનું પરિણામ બદલી નાખ્યું

બીજા હાફમાં ચંદ્રન રણજીતે શાનદાર રેડ કરી હતી પણ પવન સહરાવતે બહાર કરી પટના ટીમે લીડ મેળવી લીધી. ત્યારબાદ બેંગ્લોર બુલ્સની ટીમે શાનદાર ડિફેન્સ કરી સ્કોરને લગભગ બરોબરી પર લાવી દીધા પણ સુનીલે ભરતને ટેકલ કરીને પટનાને ત્રણ પોઈન્ટની લીડ અપાવી. મોનુ ગોયતે પવનને સુનીલની સાથે મળીને પાંચમીવાર આઉટ કર્યો. ત્યારબાદ બેંગ્લોર બુલ્સની ડિફેન્સે ફરીથી કહેર મચાવ્યો અને પટનાને ઓલઆઉટ કરી દીધી અને સ્કોર 32-32 પર બરોબરીએ લાવી દીધો.

નીરજ કુમારે પવનને ટેકલ કરીને પટનાનો એક પોઈન્ટની લીડ અપાવી. મોનુ ગોયતે બોનસ સાતે પોતાની સુપર 10 પુરી કરી અને પટનાને 2 પોઈન્ટની લીડ અપાવી. જયદીપે મોની ગોયતને ટેકલ કરી સ્કોર ફરીથી બરોબરી પર લાવી દીધો પણ ત્યારબાદ સહરાવતને ટેકલ કરી પટના ટીમની જીત પાક્કી કરી દીધી.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા માટે આગામી ટી20 વર્લ્ડ કપ રમી શકે છે સિંગાપુરનો આ ક્રિકેટર

આ પણ વાંચો : Kevin Pietersen એ ભારત પાસે માંગી મદદ, PM મોદીને પણ ટેગ કર્યા, જાણો શું છે મામલો?