ઝજ્જરના કુસ્તીબાજે પેરિસમાં કમાલ કરી બતાવી છે. અમે વાત કરી રહ્યા છીએ અમન સેહરાવતની, જેણે 57 કિગ્રા કુસ્તી કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી. અમન સેહરાવતે અલ્બેનિયન રેસલરને 12-0થી હરાવ્યો હતો. આ જીત સાથે અમન હવે મેડલથી એક પગલું દૂર છે. જો અમન સેહરાવત સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં પહોંચશે તો તેનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ જશે અને જો તે ત્યાં પણ જીતશે તો ગોલ્ડ મેડલ તેના નામે થઈ જશે.
અમન સેહરાવતની કારકિર્દી શાનદાર રહી છે. 21 વર્ષનો આ રેસલર ઘણી મોટી સ્પર્ધાઓમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે. ગયા વર્ષે તેણે એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. તે જ વર્ષે તેણે ઝાગ્રેબમાં પણ ગોલ્ડ જીત્યો હતો. તેણે બુડાપેસ્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022માં અમન સેહરાવતે 61 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. જોકે, આ ખેલાડી હવે 57 કિગ્રા વર્ગમાં રમે છે.
Bharat ka sher Sherawat ♂️
Watch the Olympics LIVE NOW on #Sports18 & stream FREE on #JioCinema.#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Olympics #Wrestling pic.twitter.com/FMuzOgMfcN
— JioCinema (@JioCinema) August 8, 2024
અમન સેહરાવતની ઓલિમ્પિક સુધી પહોંચવાની સફર એટલી સરળ નહોતી. બાળપણમાં જ આ ખેલાડીના માતા-પિતાનું નિધન થયું હતું. આમ છતાં અમન સેહરાવતે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કુસ્તીમાં કારકિર્દી બનાવી. અમને માત્ર પોતાના શિક્ષણ માટે જ નહીં પરંતુ તેની નાની બહેનના શિક્ષણ માટે પણ ભંડોળ પૂરું પાડ્યું હતું.
! A massive performance from Aman Sehrawat to win his quarter-final bout against Zelimkhan Abakarov to advance to the semi-final.
Final score: Aman 12 – 0 Zelimkhan
⏰ He will next take on 1st seed, Rei… pic.twitter.com/j5C2VOofEK
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 8, 2024
અમન સેહરાવત પાસે પૈસા નહોતા પરંતુ આ ખેલાડીએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તી શીખી હતી. અમન સેહરાવતે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કોચ પ્રવીણ દહિયા પાસેથી કુસ્તીની યુક્તિઓ શીખી છે. તેણે જ આ ખેલાડીની પ્રતિભાને ઓળખી અને આજે જુઓ આ ખેલાડી ઓલિમ્પિક મેડલથી માત્ર એક ડગલું દૂર છે. અમન સેહરાવત પ્રી-ક્વાર્ટર ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલ બંનેમાં ટેકનિકલી સફળ રહ્યો હતો.
આ પણ વાંચો: Paris Olympics 2024: અવિનાશ સાબલે સ્ટીપલચેઝ રેસમાં મેડલ ચૂકી ગયો, ઐતિહાસિક ફાઈનલમાં 11મું સ્થાન મેળવ્યું