વર્ષ 2000માં સિડનીમાં મહિલા એથ્લેટ્સ માટે પ્રથમ વખત ઓલિમ્પિકના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે કર્ણમ મલ્લેશ્વરીએ વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને નવો ઈતિહાસ લખ્યો હતો. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા એથ્લેટ બની હતી.
છેલ્લા એક દાયકામાં સાઈના નેહવાલ, મેરી કોમ, પીવી સિંધુ, સાક્ષી મલિક, મીરાબાઈ ચાનુ, લોવલિના બોર્ગોહેન ઓલિમ્પિક મેડલ જીતવામાં સફળ રહી છે અને આ તમામ મહિલા એથ્લેટ્સ માટે કર્ણમ મલ્લેશ્વરી પ્રેરણાસ્ત્રોત બની છે. સિડની ઓલિમ્પિક 2000માં કર્ણમ મલ્લેશ્વરીના મેડલને કારણે આ બધું શક્ય બન્યું. તેમની જીતથી ઘણી છોકરીઓએ પ્રેરણા લીધી અને ઓલિમ્પિકમાં દેશનું નામ ગૌરવ અપાવ્યું.
સિડની ઓલિમ્પિક્સ 2000 મેડલની દૃષ્ટિએ કંઈ ખાસ નહોતું. દેશને એક જ મેડલ મળ્યો, પરંતુ ઈતિહાસ રચવા માટે માત્ર એક જ મેડલ પૂરતો હતો. આ એડિશનમાં, ભારતના કુલ 65 એથ્લેટ્સ 13 રમતો માટે ક્વોલિફાય થયા હતા. જોકે, આમાંથી માત્ર કર્ણમ મલ્લેશ્વરી જ મેડલ જીતવામાં સફળ રહ્યા. જ્યારે અન્ય તમામ એથ્લેટ નિષ્ફળ ગયા ત્યારે તેમ ણે ભારત માટે મેડલ જીતવાની જવાબદારી લીધી.
First Indian women to win Medal at Olympics
Karnam Malleswari pic.twitter.com/55yu4dWJvQ
— The Khel India (@TheKhelIndia) October 17, 2023
વેઈટલિફ્ટિંગમાં જીતેલા આ ઐતિહાસિક મેડલને કારણે તે ભારતમાં ‘ધ આયર્ન લેડી’ના નામથી પ્રખ્યાત થઈ. તત્કાલીન વડા પ્રધાન અટલ બિહાર વાયપેયીએ તેમને આ મેડલ માટે અભિનંદન આપ્યા હતા અને તેમને ‘ભારતની દીકરી’ ગણાવી હતી. સિડનીમાં, જ્યાં મોટાભાગના એથ્લેટ્સ પ્રારંભિક રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા, ત્યાં કર્ણમ મલ્લેશ્વરી મેડલ જીતવામાં સફળ રહી હતી.
સિડની ઓલિમ્પિક દરમિયાન પ્રથમ વખત મહિલા વેઈટલિફ્ટિંગ કેટેગરી ઉમેરવામાં આવી હતી. જોકે દરેકની નજર કર્ણમ પર હતી, પરંતુ તે જીતની દાવેદાર ન હતી. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે તે 1996થી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી શકી ન હતી. આ સિવાય તેણે પોતાની જાતને 69 કિગ્રા કેટેગરીમાં શિફ્ટ કરી લીધી હતી, જે અંતર્ગત તેણે ક્યારેય વિશ્વ મંચ પર મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો. કર્ણમે બધાને ખોટા સાબિત કર્યા અને ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની.
Throwback to the moment when Karnam Malleswari became the 1st Indian woman to win a medal at the Olympics
She won the Bronze Medal in Women’s 69Kg – Weightlifting at the Sydney 2000 Olympics #Paris2024 #WorldEmojiDay pic.twitter.com/CEkUEI7SYI
— TEAM INDIA AT OLYMPICS 2K24 (@INDIA__OLYMPIC) July 17, 2024
સિડની ઓલિમ્પિકમાં મેડલ જીત્યા પહેલા કર્ણમ મલ્લેશ્વરી બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે. 1993માં તેમણે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, પરંતુ તેમને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. બીજા જ વર્ષે 1994માં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો અને વર્લ્ડ ચેમ્પિયન બની. આ જ વર્ષે તેમણે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. આ પછી, તેમણે 1995 માં વર્લ્ડ ચેમ્પિયનના ખિતાબનો બચાવ કર્યો, જો કે 1996 માં તેમને ફરીથી આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. મલ્લેશ્વરીએ 1998માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને બે વર્ષ પછી સિડનીમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
કર્ણમ મલ્લેશ્વરીને વેઈટલિફ્ટિંગમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1994માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1999માં, ભારત સરકારે તેમને પહેલા રાજીવ ગાંધીને ખેલ રત્ન અને બાદમાં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચો: હવે T20 વર્લ્ડ કપમાં વધુ ટીમો જોવા મળશે, ICCએ લીધો મોટો નિર્ણય
Published On - 8:39 pm, Mon, 22 July 24