Novak Djokovic પર કોવિડ રસીનો વિરોધ ભારે પડી શકે છે, US Open 2022 માંથી પણ થઈ શકે છે બહાર

|

Jul 21, 2022 | 2:32 PM

US Open 2022: બહારના લોકો માટે યુએસમાં પ્રવેશ દરમ્યાન કોવિડ -19 રસી લગાવવી ફરજિયાત છે. ત્યારે નોવાક જોકોવિચ રસીકરણની આ અનિવાર્યતાની વિરુદ્ધમાં છે.

Novak Djokovic પર કોવિડ રસીનો વિરોધ ભારે પડી શકે છે, US Open 2022 માંથી પણ થઈ શકે છે બહાર
Novak Djokovic (File Photo)

Follow us on

વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) નો કોવિડ-19 રસી (Covid-19 Vaccine) નો વિરોધ ફરી એકવાર ભારે પડી શકે છે. હજુ સુધી રસી ન લેવાના કારણે તે યુએસ ઓપન (US Open 2022) માંથી બહાર થઇ શકે છે. મહત્વનું છે કે નોવાક જોકોવિચ આ જ કારણસર આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લઈ શક્યો ન હતો.

અમેરિકામાં બહારથી આવતા લોકો માટે કોવિડ વેક્સિન ફરજીયાત છે

હકિકતમાં અમેરિકામાં બહારના લોકો માટે પ્રવેશ કરતી વખતે કોવિડ-19 રસી લેવી ફરજિયાત છે. ત્યારે ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (Novak Djokovic) રસીકરણની આ અનિવાર્યતાની વિરુદ્ધ છે. તે તેને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સરખાવે છે. તેમના મતે રસી લેવી કે નહીં તેનો નિર્ણય વ્યક્તિનો પોતાનો હોવો જોઈએ. આ નિર્ણય સરકારો દ્વારા દબાણ ન કરવો જોઈએ. આ એજન્ડા પર રહીને નોવાક જોકોવિચે હજુ સુધી કોવિડ 19ની રસી લીધી નથી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

 

યુએસ ઓપનએ પુરુષ અને મહિલા સિંગલ્સની યાદી બહાર પાડી

અહીં યુએસ ઓપન (US Open 2022) એ તેની મહિલા અને પુરુષ સિંગલ ઈવેન્ટ્સ માટે ખેલાડીઓની યાદી બહાર પાડી છે. તેમાં સર્બિયાના નોવાક જોકોવિચનું નામ પણ સામેલ છે. પરંતુ સાથે જ યુએસ ઓપન દ્વારા જારી કરવામાં આવેલ નિવેદન નોવાક જોકોવિચ માટે ચિંતાજનક છે. યુએસ ઓપનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘યુએસ ઓપનમાં રસીકરણ અંગે કોઈ અભિપ્રાય નથી. પરંતુ તે બહારના લોકોના પ્રવેશ અંગે યુએસ સરકારની રસીકરણ નીતિનો આદર કરે છે.’

નોવાક જોકોવિચે અત્યાર સુધી 21 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે

35 વર્ષીય ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (Novak Djokovic) એ હાલમાં જ વિમ્બલ્ડન ઓપન (Wimbledon 2022) ટ્રોફી જીતીને તેની કુલ ગ્રાન્ડ સ્લેમની સંખ્યા 21 કરી છે. તે હવે ટેસનિ દિગ્ગજ સ્પેનના રાફેલ નડાલ (Rafael Nadal) થી માત્ર એક ગ્રાન્ડ સ્લેમ પાછળ છે. જો તે યુએસ ઓપન ચૂકી જશે તો તે નડાલ સાથે આ રેસમાં વધુ પાછળ રહી શકે છે.

Next Article