Tennis: નોવાક જોકોવિચે નંબર 1 ની ખુરશી ગુમાવી, ‘બિગ ફોર’ નુ શાસન સમાપ્ત, રશિયન યુવા ટેનિસ સ્ટાર નવો બાદશાહ

|

Feb 25, 2022 | 9:26 AM

સર્બિયન દિગ્ગજ નોવાક જોકોવિચ (Novak Djokovic) તેની કારકિર્દીમાં 361 અઠવાડિયા સુધી ATP રેન્કિંગમાં નંબર વન સિંગલ્સ ટેનિસ ખેલાડી હતો, જે એક વિશ્વ વિક્રમ છે.

Tennis: નોવાક જોકોવિચે નંબર 1 ની ખુરશી ગુમાવી, બિગ ફોર નુ શાસન સમાપ્ત, રશિયન યુવા ટેનિસ સ્ટાર નવો બાદશાહ
Daniil Medvedev રશિયન યુવા સ્ટાર નવો જ ચહેરો આ સ્થાન પર પહોંચ્યો છે

Follow us on

ટેનિસની દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે. આવા પરિવર્તનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ બહુ ઓછા લોકો પાસે કલ્પના અને અપેક્ષા હતી. લગભગ 18 વર્ષ બાદ એક નવો ચહેરો મેન્સ સિંગલ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે. રશિયન યુવા ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવ (Daniil Medvedev) એટીપી રેન્કિંગ (ATP Ranking) માં નંબર વન ખેલાડી હશે. મેદવેદેવે આ સિદ્ધિ સર્બિયાના મહાન ખેલાડી અને વર્તમાન નંબર વન નોવાક જોકોવિચ (Novak Djokovic) ની હારને કારણે મેળવી છે.

સર્બિયન દિગ્ગજ ટેનિસ સ્ટાર જોકોવિચ, જે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમ્યા વિના બહાર થઇ ગયો હતો, તેને દુબઈ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના 123 નંબરના ખેલાડી જીરી વેસ્લી સામે 6-4, 7-6 (7/4) થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે જોકોવિચે નંબર વનની ખુરશી ગુમાવી દીધી હતી. આમ ઓસ્ટ્રેલિયમાં નહી રમવુ જોકોવિચને ખૂબ જ મોંઘુ સાબિત થયુ છે.

361 અઠવાડિયા નંબર વન

હવે જોકોવિચની દુબઇ ઓપનમાં હારનો ફાયદો મેદવેદેવને થયો છે, જે હવે વિશ્વનો નવો નંબર વન ખેલાડી બની ગયો છે. સોમવાર 28 ફેબ્રુઆરીએ નવી ATP રેન્કિંગ બહાર પાડવામાં આવશે ત્યારે મેદવેદેવ પ્રથમ સ્થાન પર જોવા મળશે. જોકોવિચ 2020 પછી પ્રથમ વખત ATP રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી બહાર થઈ ગયો છે. તે લગભગ 361 અઠવાડિયા સુધી વિશ્વનો નંબર વન રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

‘બિગ ફોર’ નુ શાસન સમાપ્ત

મેદવેદેવ ટોચ પર પહોંચવા સાથે, 921 અઠવાડિયા પછી નવો નંબર વન ખેલાડી ઉપલબ્ધ થશે. 2 ફેબ્રુઆરી 2004 થી, ફક્ત ‘બિગ ફોર’ એટલે કે રોજર ફેડરર, રાફેલ નડાલ, એન્ડી મરે અને નોવાક જોકોવિચ પુરુષોની ટેનિસ રેન્કિંગ પર કબજો કરી શક્યા છે. હવે આ ચાર સિવાય એક નવો ચહેરો વર્લ્ડ રેન્કિંગનો સૌથી મોટો ચહેરો હશે. મેદવેદેવે ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં જોકોવિચને હરાવીને તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. તે જ સમયે, તે ગયા મહિને ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં નડાલ સામે હારી ગયો હતો.

 

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પાનો પ્રભાવ જારી, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂનના અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચોઃ IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

 

 

Published On - 9:25 am, Fri, 25 February 22

Next Article