વિશ્વના નંબર વન નોવાક જોકોવિચ (Novak Djokovic) ને COVID-19 સામે રસી ન અપાઈ હોવા છતાં વિમ્બલ્ડન ટેનિસ (Wimbledon Open) ટુર્નામેન્ટમાં તેના ખિતાબનો બચાવ કરવાની તક આપવામાં આવશે. કારણ કે યુકેમાં પ્રવેશવા માટે રસીકરણ (Vaccination) જરૂરી નથી. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના ચીફ એક્ઝિક્યુટિવ સેલી બોલ્ટને મંગળવારે આ માહિતી આપી હતી. સર્બિયાના 34 વર્ષીય નોવાક જોકોવિચ (Novak Djokovic) ને આ વર્ષે જાન્યુઆરીમાં રસી ન લેવાના કારણે ઓસ્ટ્રેલિયામાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો હતો અને તે ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) ચૂકી ગયો હતો. તમને જણાવી દઇએ કે વિમ્બલ્ડન ઓપન (Wimbledon Open 2022) 2022 ની શરૂઆત 27 જૂનથી થઇ રહી છે.
પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ પહેલા સેલી બોલ્ટનએ કહ્યું, “અલબત્ત તમામ ખેલાડીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. પરંતુ તે સ્પર્ધામાં ભાગ લેવાની શરત રહેશે નહીં.” ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ તેના ટાઇટલનો બચાવ કરવામાં અસમર્થ હતો અને 11 દિવસ સુધી ચાલેલી કાયદાકીય ઘટના ચાલ્યા બાદ દેશ છોડવો પડ્યો હતો. તે પછી તે ઈન્ડિયન વેલ્સ અને મિયામી જેવી ટુર્નામેન્ટમાં રમી શક્યો ન હતો. કારણ કે કોઈપણ વિદેશી નાગરિકને યુ.એસ.માં પ્રવેશવાની મંજૂરી નથી જેને રસી ન અપાઈ હોય.
અમેરિકન ટેનિસ એસોસિએશને કહ્યું કે, તે ઓગસ્ટના અંતમાં શરૂ થતા યુએસ ઓપન માટે કોવિડ-19 રસીકરણ સંબંધિત સરકારી નિયમોનું પાલન કરશે. ઑસ્ટ્રેલિયામાં બનેલી ઘટના પછી નોવાક જોકોવિચે કહ્યું કે તે અન્ય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાંથી બહાર રહેવા માટે તૈયાર છે. જો તેમાં ભાગ લેવા માટે રસીકરણ ફરજિયાત શરત હોય.
નોવાક જોકોવિચને પેરિસમાં તેના ખિતાબનો બચાવ કરતા કોઈ રોકશે નહીં. ફ્રેન્ચ ઓપન (French Open 2022) પહેલા આયોજિત થનારી ક્લે કોર્ટ ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપનના સંચાલકોએ પણ કહ્યું છે કે, નોવાક જોકોવિચ આવતા મહિને યોજાનારી ટુર્નામેન્ટમાં રમી શકે છે.
આ પણ વાંચો : RR vs RCB Playing XI IPL 2022: બેંગ્લોરે ટોસ જીત્યો, વિરાટ કોહલી ઓપનીંગ કરતો જોવા મળશે, જુઓ બંને ટીમની પ્લેયીંગ ઈલેવન
આ પણ વાંચો : GT vs SRH Prediction Playing XI IPL 2022: ગુજરાતની ટીમમાં થશે પરિવર્તન? હૈદરાબાદની તાકાત વધારશે આ ઓલરાઉન્ડર
Published On - 9:53 pm, Tue, 26 April 22