વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં ભારતની દીકરીઓનો ‘ગોલ્ડન પંચ’, ફાઈનલ મેચ જીતીને બની વર્લ્ડ ચેમ્પિયન

|

Mar 25, 2023 | 9:43 PM

World Womens Boxing Championships 2023 : ભારતની બે દીકરીઓએ બોક્સિંગ રિંગમાં આજે ગોલ્ડન પંચ મારીને ભારતનો ગૌરવ અપાવ્યું હતું. ભારતની બોક્સર નીતુ ઘંઘાસે 48kg અને સ્વીટી બુરાએ 81 kg કેટેગરીની ફાઈનલ મેચમાં જીત મેળવી ઈતિહાસ રચ્યો છે. 

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં ભારતની દીકરીઓનો ગોલ્ડન પંચ, ફાઈનલ મેચ જીતીને બની વર્લ્ડ ચેમ્પિયન
World Womens Boxing Championships 2023

Follow us on

છેલ્લા 10થી દિવસની દિલ્હીમાં વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. વિશ્વભરની મહિલા બોક્સર આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. આ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાંથી ભારત માટે આજે શાનદાર સમાચાર સામે આવ્યા હતા. ભારતની બે દીકરીઓએ બોક્સિંગ રિંગમાં આજે ગોલ્ડન પંચ મારીને ભારતનો ગૌરવ અપાવ્યું હતું. ભારતની બોક્સર નીતુ ઘંઘાસે 48kg અને સ્વીટી બુરાએ 81 kg કેટેગરીની ફાઈનલ મેચમાં જીત મેળવી ઈતિહાસ રચ્યો છે.

નીતુ ઘંઘાસે આજે પ્રથમ જીત મેળવીને ભારતને વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસનો  11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. સ્વીટીએ ભારતને વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસનો 12મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. આ સાથે જ આજે ભારતીય બોક્સરો એ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 40 મેડલ જીત્યા છે. આવતી કાલે લવલીના અને નિકહટ પણ ભારતને ગોલ્ડ મેડલ જીતાડી શકે છે.

આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો
પંખો ધીમો રાખો તો લાઇટ બિલ ઓછું આવે ? જાણો શું છે હકીકત

ચીનની બોક્સર સામે સ્વીટીની 3-4થી જીત

 

81 કિગ્રા કેટેગરીમાં ભારતીય બોક્સર સ્વીટી બુરાએ બોલ્ડ મેડલ જીત્યો હતો. વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈલનમાં 81 Kg કેટેગરીમાં ચીનની Wang Lina સામે તેણે 4-3થી જીત મેળવી હતી. જણાવી દઈએ કે સ્વીટીની આ પહેલા 2022ની ફાઈનલ મેચમાં હારીને સિલ્વર મેડલ જીતી હતી.

સ્વીટીની હમણા સુધીની ઉપલ્બધીની વાત કરીએ તો તેણે યુવા બોક્સિંગ તાલીમ સ્પર્ધા 2011 માં ગોલ્ડ મેડલ, નવેમ્બર 2014માં દક્ષિણ કોરિયામાં AIBA વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, ઓગસ્ટ 2015 ABAC એશિયન કન્ફેડરેશન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, જૂન-જુલાઈ 2015 ભારત-ઓસ્ટ્રેલિયા સ્પર્ધામાં સિલ્વર મેડલ, કઝાકિસ્તાનમાં 2016 AIBA વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલિસ્ટ, ફેબ્રુઆરી 2018 માં 1લી ઓપન ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ, ફેબ્રુઆરી 2018માં 69મા ચેસ કપમાં બ્રોન્ઝ મેડલ, 13 જૂન 2018 ના રોજ કોસ્પિક, રશિયા ખાતે યોજાયેલી ઉમાખાનોવ મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ, 2021માં એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને રાષ્ટ્રીય સ્તરે પણ લગભગ 10 ગોલ્ડ મેડલ જીત્યા છે.

નીતૂએ 5-0થી મંગોલિયાની બોક્સરને હરાવી

 

આજની પ્રથમ 48 Kg કેટેગરીમાં ભારતની બોક્સર નીતુ ઘંઘાસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી બોક્સર નીતુ ઘંઘાસે ભારતને 11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.

નીતુ ઘંઘાસનો ગોલ્ડ મેડલ સુધીની સફર

  • ફાઈનલ : મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી
  • સેમિફાઇનલ: કઝાકિસ્તાનની અલુઆ બેલ્કીબેકોવાને 5-2થી હરાવી
  • ક્વાર્ટર ફાઈનલ: જાપાનની વાડા માડોકાને હારાવી
  • બીજો રાઉન્ડ: તઝાકિસ્તાનની કોસિમોવા સુમૈયાને હરાવી
  • પહેલો રાઉન્ડ: કોરિયાની  કંગ ડોયોને હરાવી

આવતી કાલે પણ 2 ગોલ્ડ મેડલ જીતવાની તક

ગોલ્ડ મેળવવા માટે નિકહતનો સામનો વિયતનાની બે વારની એશિયાઈ ચેમ્પિયન એનગુએન થિતામ સામે થશે.  લવલીનાની ફાઈનલ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કની સામે થશે.જણાવી દઈએ કે નિકહત 50 કિલોગ્રામ, લવલીના 75 કિલોગ્રામ, નીતૂ 48 કિલોગ્રામ અને સ્વીટી 81 કિલોગ્રામમાં સેમિફાઈનલ  મેચ જીતી હતી. આજના બે ગોલ્ડ મેડલ બાદ આવતી કાલે પણ ભારતીય બોક્સર ગોલ્ડ મેડલ જીતે તેવી આશા ફેન્સ રાખી રહ્યાં છે.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023

વર્ષ 2023માં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 13મી સિઝન ચાલી રહી છે. 15 માર્ચથી દિલ્હીમાં શરુ થયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 26 માર્ચના રોજ પૂરી થશે. જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં કુલ 139 બોક્સર રમી રહ્યાં હતા. ગોલ્ડ મેડાલિસ્ટને $100,000,સિલ્વર મેડાલિસ્ટને $50,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને $25,000 મળશે. એટલે કે કુલ ઈનામની રમત $ 2.4 મિલિયન છે.

Published On - 9:36 pm, Sat, 25 March 23

Next Article