
TV9 નેટવર્કના ગ્રાસરૂટ્સ ફૂટબોલ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ ‘ન્યૂઝ9 ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસિસ’ ની બીજી સીઝન માટે નેશનલ ટ્રાયલ કેમ્પ આસામના ડિબ્રુગઢના ખાનીકર સ્ટેડિયમ ખાતે ત્રણ દિવસ માટે યોજાયો હતો. મહાન આર્યમન ટીવી9 નેટવર્કની ફૂટબોલ ક્રાંતિને શક્તિ આપી રહ્યા છે, ઇન્ડિયન ટાઇગર્સ અને ટાઇગ્રેસ ટેલેન્ટ હન્ટઆ પ્રોગ્રામનો હેતુ દેશભરમાંથી યુવા ફુટબોલ પ્રતિભાઓને શોધવાનું અને તેને એક મંચ આપવાનું છે.
Mahan Aryaman Is Powering TV9 Network’s Football Revolution | Indian Tigers & Tigresses Talent Hunt #IndianTigersAndTigresses #FootballTalentHunt #MahanAryaman #TV9Network pic.twitter.com/uYsYQ2Dcwm
— Tv9 Gujarati (@tv9gujarati) March 10, 2026
તેમજ તેને ઈન્ટરનેશનલ સ્તર પર તક આપવી. આખા દેશમાંથી 38,000થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી અંદાજે 300 યુવા ખેલાડીઓ (ગર્લ્સ અને બોયસ )ને U-14 અને U-17 વર્ગમાં છેલ્લા નેશનલ ટ્રાયલ માટે આસામના ડિબ્રુગઢ બોલાવવામાં આવ્યા હતા.
Tiger and Tigress Initiative Aims to Build Future of Indian Football #IndianTigersAndTigresses #FootballTalentHunt #IndianFootball #TV9Network pic.twitter.com/JigHHPb7d8
— Tv9 Gujarati (@tv9gujarati) March 10, 2026
ન્યુઝ9 ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસિસ પ્રોગ્રામ દુનિયાની સૌથી મોટું ફુટબોલ ટેલેન્ટ હંટમાંથી એક છે. જે બાળકોના સપનાને સાકાર કરવાનું મંચ આપે છે. આ 3 દિવસના કેમ્પ બાદ કુલ 25 પ્રતિભાશાળી ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતુ,આ 25 ખેલાડી જર્મની જશે.તેઓ આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યાં તેને એડવાન્સ ફુટબોલ ટ્રેનિંગ મળશે. તેમજ ઈન્ટરનેશનલ અનુભવ મેળવવાની સુવર્ણ તક મળશે. આ સિલેક્શન ગ્રાસરુટ લેવલ પર ભારતીય ફુટબોલને મજબુત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
The rise of a new football revolution begins at Tiger and Tigeress#IndianTigersAndTigresses #FootballTalentHunt #IndianFootball #TV9Network pic.twitter.com/T9YD1738vM
— Tv9 Gujarati (@tv9gujarati) March 10, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે 2025 (WITT 2025)માં ગ્લોબલ સમિટમાં આ ફુટબોલ ટેલેન્ટ હંટ કાર્યક્રમની પહેલી સીઝનમાં પસંદ કરાયેલા દેશના યુવા ફુટબોલરોને ઐતિહાસિક વિદાય આપી હતી. ભારતના સૌથી મોટા ન્યુઝ નેટવર્ક ટીવી9 દ્વારા આયોજિત આ ગ્લોબલ સમિટ માર્ચ 2025માં દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત કરવામાં આવી હતી.યુરોપના સફળ પ્રવાસ બાદ સ્વદેશી ફુટબોલરોનું સ્વદેશ વાપસી પર રમત-ગમત મંત્રી મનસુખ માંડવીયા અને ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદુત કૈથરીન વીઝરે ઓસ્ટ્રેલિયાના દુતાવાસમાં સ્વાગત કર્યું હતુ.