India vs Pakistan : જૈવલિનમાં ભારત-પાકિસ્તાનની ફાઈનલ, વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે નીરજ અને અરશદ વચ્ચે થશે ટક્કર

Neeraj Chopra vs Arshad Nadeem:એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે ટક્કર થાય તે પહેલા ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મેદાનમાં ટક્કર થવા જઈ રહી છે. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નીરજ ચોપડા અને અરશદ નદીમ વચ્ચે ટક્કર થવા જઈ રહી છે.

India vs Pakistan : જૈવલિનમાં ભારત-પાકિસ્તાનની ફાઈનલ, વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે નીરજ અને અરશદ વચ્ચે થશે ટક્કર
Neeraj Chopra vs Arshad Nadeem
| Edited By: | Updated on: Aug 25, 2023 | 6:58 PM

World Athletics Championship : ફરી એકવાર રવિવારના દિવસે રમતના મેદાન પર ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. પણ આ વખતે એશિયા કપ નહીં, વનડે વર્લ્ડ કપ નગીં પણ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થવા જઈ રહી છે. હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં 27 ઓગસ્ટે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનો નીરજ ચોપડા (Neeraj Chopra) અને પાકિસ્તાનનો અરશદ નદીમ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે સામસામે આવશે.

ભારતના જૈવલિન સ્ટાર નીરજ ચોપડા સહિત ડીપી મનુ અને કિશોર જેના પર આ ફાઈનલ મેચમાં ધમાલ મચાવતા જોવા મળશે. પહેલીવાર ફાઈનલમાં ભારતના ત્રણ એથલિટ ભાગ લેતા જોવા મળશે. 25 ઓગસ્ટના દિવસે બુડાપેસ્ટમાં જૈવલિન થ્રો માટે ક્વાલિફાઈ રાઉન્ડ થયો હતો. નીરજ ચોપડા અને પાકિસ્તાનના જૈવલિન સ્ટાર અરશદ નદીમે આ રાઉન્ડ ફેન્સને નિરાશ કર્યા ના હતા.

આ પણ વાંચો : VIDEO : શું હોય છે Yo-Yo Test ? ટેસ્ટ પાસ કરશો તો જ મળશે ભારતીય ટીમમાં એન્ટ્રી

નીરજ અને અરશદ અલગ-અલગ ક્વોલિફાઈંગ ગ્રુપમાં હતા. નીરજ ગ્રુપ Aમાં હતો અને તેથી તેનું ક્વોલિફાઈંગ સત્ર પ્રથમ થયું. અપેક્ષા અને તેની પ્રતિષ્ઠા પ્રમાણે, નીરજને 83 મીટરના ઓટોમેટિક ક્વોલિફાઇંગ માર્કને પાર કરવામાં વધુ સમય લાગ્યો ન હતો. નીરજે તેના પ્રથમ થ્રોથી સીધો જ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યુ હતુ. ઓલિમ્પિક ચેમ્પિયનનો આ થ્રો સીધો 88.77 મીટરના નિશાન પર પડ્યો, જે આ સિઝનમાં નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો પણ હતો. આ પછી નીરજે વધુ થ્રો ન કર્યા અને ફાઈનલ માટે પોતાની શક્તિ બચાવી.

 

નીરજની જેમ જ અરશદ નદીમની પણ આ પહેલી મોટી ઘટના હતી જેણે પાકિસ્તાનમાં જૈવલિનને હિટ બનાવી હતી. ઈજામાંથી પરત ફરી રહેલા અરશદની શરૂઆત ધીમી હતી અને તેણે માત્ર 70 મીટરના થ્રોથી શરૂઆત કરી હતી. અરશદે જોકે પછીના બે થ્રોમાં પુનરાગમન કર્યું હતુ. બીજા થ્રોમાં અરશદે 81.53 મીટરનો થ્રો કર્યો હતો અને પછી છેલ્લા થ્રોમાં અરશદે 86.79 મીટરનું અંતર હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ વાંચો :  KBCમાં પૂછવામાં આવ્યો ક્રિકેટનો સવાલ, કિંમત હતી 25 લાખ, શું તમે જાણો છો જવાબ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો