Neeraj Chopra ઓલિમ્પિક ગોલ્ડ મેડલને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નથી માનતા, સ્ટાર એથ્લેટે જણાવ્યું મોટું લક્ષ્ય

|

Mar 19, 2022 | 7:58 AM

નીરજ ચોપરા (Neeraj Chopra) એ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, આમ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર માત્ર બીજો ભારતીય બન્યો હતો.

Neeraj Chopra ઓલિમ્પિક ગોલ્ડ મેડલને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નથી માનતા, સ્ટાર એથ્લેટે જણાવ્યું મોટું લક્ષ્ય
Neeraj Chopra નવુ લક્ષ્ય આ વર્ષે હાંસલ કરવા ઇચ્છે છે

Follow us on

ભારતીય એથ્લેટ નીરજ ચોપરા (Neeraj Chopra) ભાલા ફેંકમાં નાની નાની ટુર્નામેન્ટમાં સફળતાની સીડી ચડીને સૌથી મોટી સિદ્ધિ ઓલિમ્પિકમાં મેળવી હતી. 24 વર્ષની ઉંમરે, તેની પહેલી જ ઓલિમ્પિકમાં, નીરજે તે કામ કર્યું જેની ભારત 100 વર્ષથી વધુ સમયથી રાહ જોઈ રહ્યું હતું. જે કામ હતુ એથ્લેટિક્સમાં મેડલ. નીરજ (Neeraj Chopra Olympics Gold Medal) માત્ર મેડલ જ જીત્યો ન હતો, પરંતુ તેણે સીધું લક્ષ્ય સુવર્ણ ચંદ્રક પર નિશાન તાક્યુ હતું. આમ હોવા છતાં, નીરજ કહે છે કે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હજુ આવવાનું બાકી છે. નીરજનું નવું લક્ષ્ય 90 મીટર છે, જેને તે આ વર્ષની સ્પર્ધાઓમાં હાંસલ કરવાનો પ્રયાસ કરશે.

નીરજ ચોપરાએ ગયા વર્ષે ટોકિયોમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીય રમતપ્રેમીઓને સૌથી વધુ આનંદ આપ્યો હતો. વ્યક્તિગત ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિકમાં તે માત્ર બીજો ભારતીય બન્યો હતો. નીરજે ફાઇનલમાં 87.58 મીટરના અંતર સુધી બરછી ફેંકીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી અને આ સાથે જ ભારતીય રમતના ઇતિહાસમાં આ નંબર યાદગાર બની ગયો હતો.

ટોક્યો કરતાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા

આ સિદ્ધિ બદલ નીરજને દેશમાં મોટા સન્માનો આપવામાં આવ્યા હતા. આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમનું સન્માન થયું છે. રમતગમતમાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પુરસ્કારનો દરજ્જો ધરાવતા લૌરિયસ એવોર્ડમાં બેસ્ટ બ્રેકથ્રુ પ્લેયર માટે નામાંકિત. લૌરિયસથી અત્યાર સુધીના તેના પ્રદર્શન અને તેના આગળના લક્ષ્યો વિશે વાત કરતાં નીરજે કહ્યું, “મને હંમેશા લાગે છે કે મેં અત્યાર સુધી જે પ્રદર્શન કર્યું છે અને મેં જે કંઈ હાંસલ કર્યું છે તે ‘શ્રેષ્ઠ’ નથી. મને લાગે છે કે હું ખરેખર ભવિષ્યમાં વધુ સારું કરી શકીશ. આ જોઈને આનંદ થયો કે આખો દેશ મારામાં વિશ્વાસ કરે છે અને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે.”

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ટૂંક સમયમાં 90 મીટર ફેંકવાની આશા છે

સ્ટાર ભારતીય એથ્લેટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ટૂંક સમયમાં 90-મીટરના આંકને સ્પર્શ કરશે. નીરજનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ 88.03 મીટર છે. નીરજે કહ્યું, “હું લાંબા સમયથી 90 મીટર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે હું ખરેખર ભવિષ્યમાં આ કરી શકીશ. મારા પર 90 મીટરથી વધુ બરછી ફેંકવાનું કોઈ દબાણ નથી, પરંતુ હું આ વર્ષે તેને હાંસલ કરવા માટે મારી તાકાત અને ઝડપ સાથે મારી ટેકનિક પર કામ કરીશ.

 

આ પણ વાંચોઃ Kolkata Knight Riders, IPL 2022: શ્રેયસ અય્યરની આગેવાનીમાં લાગી રહી છે ખતરનાક ટીમ, KKR ની આવી હશે Playing 11

આ પણ વાંચોઃ Harbhajan Singh રાજ્યસભામાં જોવા મળશે? કરણી સિંહથી લઈને ગૌતમ ગંભીર સુધી, આ ભારતીય ખેલાડીઓ સાંસદ બન્યા હતા જુઓ મોટા નામ

 

Published On - 7:53 am, Sat, 19 March 22

Next Article