Neeraj Chopraએ વધુ એક સિદ્ધી મેળવી, પોતાના ધારદાર ભાલાથી તોડ્યો નેશનલ રેકોર્ડ

Javelin Throw : નીરજ ચોપરા (Neeraj Chopra) ટોક્યો ઓલિમ્પિક-2022માં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળ રહ્યો હતો. એથ્લેટિક્સમાં ભારતને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવનાર તે પ્રથમ ખેલાડી છે.

Neeraj Chopraએ વધુ એક સિદ્ધી મેળવી, પોતાના ધારદાર ભાલાથી તોડ્યો નેશનલ રેકોર્ડ
Neeraj Chopra (File Photo)
| Edited By: | Updated on: Jun 15, 2022 | 10:28 AM

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra)એ નેશનલ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. નીરજ હાલમાં પાવો નુર્મી ગેમ્સ-2022માં ભાગ લઈ રહ્યો છે અને ત્યાં તેણે 89.30 મીટરનો થ્રો કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. ઓલિમ્પિક બાદ નીરજની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે અને તેણે આ કારનામું કરીને રેકોર્ડ બનાવ્યો છે. નીરજે ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તે તેનાથી પણ આગળ નીકળી ગયો છે.

આ થ્રો બાદ નીરજ ચોપરા આગળના ત્રણ પ્રયાસોમાં ફાઉલ રહ્યો. તેણે પહેલા પ્રયાસમાં 86.92 અને બીજામાં 89.30નો થ્રો ફેંક્યો હતો. પરંતુ તે પછી તે પછીના ત્રણ પ્રયાસોમાં ફાઉલ થયો હતો. છઠ્ઠા પ્રયાસમાં તેણે 85.85 મીટરનો થ્રો ફેંક્યો અને બીજા સ્થાને આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે પાવો નુર્મી વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂરમાં ગોલ્ડ ઈવેન્ટ છે. તે ડાયમંડ લીગ પછીની સૌથી મોટી ટ્રેક-એન્ડ-ફીલ્ડ સ્પર્ધાઓમાંની એક છે. ચોપરા આગામી શનિવારે ફિનલેન્ડમાં કોર્ટેન ગેમ્સમાં ભાગ લેશે, જ્યાં તે હાલમાં રહે છે.

 

નીરજ ચોપરા 30 જૂને ‘સ્ટોકહોમ લેગ ઓફ ધ ડાયમંડ લીગ’માં ભાગ લેશે. તેણે ગયા મહિને ફિનલેન્ડમાં સ્થળાંતર કરતા પહેલા યુએસએ અને તુર્કીમાં તાલીમ લીધી હતી. આગામી વર્ષે યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરા (Neeraj Chopra) ને ઘણી આશાઓ છે.

 

હવે આગળનું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સ છે

હવે નીરજ ચોપરા (Neeraj Chopra) નું આગામી લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship) અને કોમનવેલ્થ ગેમ્સ (Commenwealth Games) માં મેડલ જીતવાનું છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 15 થી 24 જુલાઈ દરમિયાન યુએસમાં છે. તે જ સમયે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics) માં ગોલ્ડ જીત્યા બાદ નીરજ ચોપરાએ કહ્યું કે, તેનું આગામી લક્ષ્ય દેશ માટે કોમનવેલ્થ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાનું છે.

Published On - 11:50 pm, Tue, 14 June 22