Neeraj Chopra : આજે વધુ એક ઈતિહાસ રચશે નીરજ ચોપરા, ડાયમંડ લીગની ફાઇનલ જીતવા પર રહેશે નજર

|

Sep 08, 2022 | 11:35 AM

વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ નીરજ ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. ત્યારપછી તે ઈજામાંથી બહાર આવ્યો અને 89.08 મીટરના થ્રો સાથે લૌઝેન ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો.

Neeraj Chopra : આજે વધુ એક ઈતિહાસ રચશે નીરજ ચોપરા, ડાયમંડ લીગની ફાઇનલ જીતવા પર રહેશે નજર
આજે વધુ એક ઈતિહાસ રચશે નીરજ ચોપરા, ડાયમંડ લીગની ફાઇનલ જીતવા પર રહેશે નજર
Image Credit source: Twitter

Follow us on

Neeraj Chopra: ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra) ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે કારણ કે તે ગુરુવારે આજે ડાયમંડ લીગ ફાઇનલમાં ટાઇટલના દાવેદાર તરીકે શરૂઆત કરશે. ઈજાના કારણે એક મહિના માટે બહાર રહ્યા બાદ ચોપરાએ શાનદાર પુનરાગમન કર્યું અને અહીં બે દિવસીય ફાઈનલ માટે ક્વોલિફાય કરવા માટે ડાયમંડ લીગ (Diamond League)સીરિઝના લૌઝેન સ્ટેજમાં જીત મેળવી. લુઝાનમાં ડાયમંડ લીગ ટાઈટલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. જુલાઈમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતતી વખતે તેને નાની ઈજા થઈ હતી, જેના કારણે તે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો.

24 વર્ષના ભારતીય સુપરસ્ટારની વાપસી બાદ ફોર્મમાં આવતા 26 જુલાઈના લુસાનમાં પોતાના પ્રથમ પ્રયાસમાં 89.08 મીટરના થ્રો કરી ખિતાબ પોતાને નામ કર્યો હતો. હવે હરિયાણામાં પાનીપતની પાસે ખંડરા ગામના આ યુવા ખેલાડીની નજર હવે પોતાની પ્રથમ ડાયમંડ લીગ ફાઈનલ ખિતાબ જીતાવ પર હશે. તેમણે 2017 અને 2018માં પણ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું અને 7માં અને ચોથા સ્થાન પર રહ્યો હતો.

શું નીરજ ચોપરા આજે ડાયમંડ લીગ ચેમ્પિયનનો તાજ પહેરશે

6 સભ્યોની ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ નહિ રમે. જે ગત્ત મહિના તે ઈજાગ્રસ્ત થયો હતો. ચોપરાના સૌથી મોટા પ્રતિદ્રંદ્રી ચેક ગણરાજ્યના ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા યાકુબ વડલેજ હશે, જેને લૌસાનમાં ભારતીય ખેલાડીએ પણ હરાવ્યો હતો. આ સિઝનમાં 90 મીટરથી વધુનો થ્રો કરનાર વાડલેજે લૌઝેનમાં 85.88 મીટરનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તેણે 27ના સર્વોચ્ચ સ્કોર સાથે ઝ્યુરિચ ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યારે ચોપરાએ 15 પોઈન્ટ સાથે ચોથા સ્થાન માટે ક્વોલિફાય કર્યું. ડાયમંડ લીગ ટેબલમાં ટોચના છ ખેલાડીઓ ઝ્યુરિચ ફાઇનલ્સ માટે ક્વોલિફાય થયા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ડાયમંડ લીગ જીતવા પર શું મળશે?

ફાઈનલમાં દરેક ઈવેન્ટના વિજેતાને ડાયમંડ ટ્રોફી, 30,000 હજાર ઈનામી રકમ અને બુડાપેસ્ટ, હંગેરીમાં 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે વાઈલ્ડ કાર્ડ આપવામાં આવશે. ચોપરા જોકે, વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યો છે કારણ કે તેણે લૌઝેન સ્ટેજમાં 85.20 મીટરના પ્રયાસ સાથે ક્વોલિફાઈંગ લેવલ હાંસલ કરી લીધું છે. ચોપરા પહેલા, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા ડાયમંડ લીગ સ્પર્ધામાં ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય હતો. ગૌડાએ 2012માં ન્યૂયોર્કમાં બે વખત અને 2014માં દોહામાં બીજા અને 2015માં શાંઘાઈ અને યુજેનમાં બે વખત ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

Next Article