National Sports Day 2023: PM મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી

|

Aug 29, 2023 | 10:13 AM

રાષ્ટ્રીય રમતગમત દિવસ પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શુભકામનાઓ પાઠવી હતી, સાથે જ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજના દિવસે દેશના સૌથી મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીનો જન્મ થયો હતો.

National Sports Day 2023: PM મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
National Sports Day

Follow us on

આજે 29 ઓગસ્ટ, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ (Major DhyanChand)નો જન્મદિવસ છે. આજના દિવસને દેશભરમાં ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ‘ (National Sports Day) તરીકે ઉજવવામાં આવે છે. જે અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ તેમને યાદ કર્યા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ દેશભરના રમતવીરો અને દેશવાસીઓને આજના દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

PM મોદીએ કર્યું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી રાષ્ટ્રીય ખેલ દિવસની શુભકામનાઓ પાઠવી હતી, તેમણે ટ્વિટ કરી હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું, “રાષ્ટ્રીય ખેલ દિવસ પર, તમામ ખેલાડીઓને મારી શુભેચ્છાઓ. રાષ્ટ્ર માટે તેમના યોગદાન પર ભારતને ગર્વ છે. હું મેજર ધ્યાનચંદજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

29 ઓગસ્ટ ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’

હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે 1928, 1932 અને 1936માં ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહનો જન્મદિવસ છે. તેમણે 1926 – 1949 દરમિયાન તેમની કુલ કારકિર્દીમાં 400 ગોલ કર્યા હતા.

1928 ઓલિમ્પિકમાં જીત્યો ઓલિમ્પિક ગોલ્ડ

હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. વર્ષ 1926માં ધ્યાનચંદનો ભારતીય હોકી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ સામે તેમણે 10 મેચમાં 36 ગોલ કરી બધાનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારબાદ 1928 ઓલિમ્પિકમાં તેમણે ફાઇનલમાં નેધરલેન્ડ સામે ત્રણ ગોલ કરી ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : Karun Nair: ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર ખેલાડીએ T20માં 40 બોલમાં ફટકારી ધમાકેદાર સદી, જુઓ Video

મેજર ધ્યાનચંદ પુરસ્કાર

મેજર ધ્યાનચંદના સન્માનમાં ભારત સરકાર તરફથી રમતજગતનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર ‘મેજર ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઇફટાઈમ એચિવમેન્ટ ઈન સ્પોર્ટ્સ’ આપવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article