National Games 2022માં આજે ડુમસ ખાતે બીચ વોલીબોલ ઈવેન્ટ, વુશુની ઈવેન્ટસમાં મહિલા અને પુરુષ બંન્નેની સ્પર્ધા જોવા મળશે, જુઓ શેડ્યુલ

|

Oct 09, 2022 | 12:41 PM

36 મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત ખાતે થઇ રહ્યું છે. જેમાં વિવિધ રમતોનું આયોજન ગુજરાતના 6 મુખ્ય શહેર અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ અને વડોદરા ખાતે થઇ રહ્યું છે.

National Games 2022માં આજે ડુમસ ખાતે બીચ વોલીબોલ ઈવેન્ટ, વુશુની ઈવેન્ટસમાં મહિલા અને પુરુષ બંન્નેની સ્પર્ધા જોવા મળશે, જુઓ શેડ્યુલ
National Games 2022માં આજે ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ ઈવેન્ટ રમાશે, જુઓ શેડ્યુલ
Image Credit source: Twitter

Follow us on

National Games 2022 : નેશનલ ગેમ્સ 2022 (National Games 2022)માં અમદાવાદમાં આજે મલખમ તેમજ ફુટબોલ અને યોગાસનની ઈવેન્ટ યોજાશે. નેશનલ ગેમ્સની શરૂઆત ભવ્ય ઓપનિંગ સેરેમનીથી કરાઇ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આજે અમદાવાદ (Ahmedabad)ના સંસ્કારધામ ખાતે મલખમની ઈવેન્ટ 9 30થી શરુ થશે. તેમજ ફુટબોલની ઈવેન્ટ બપોરના 4 કલાકથી શરુ થશે. યોગાસનમાં આજે મેડલ માટેનો જંગ જોવા મળશે. કેનોઇંગનું આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થઇ રહ્યું છે અને કેનોઇંગની ઇવેન્ટ 8 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન ચાલશે. આજે કેનોઈંગની ઈવેન્ટમાં ફાઈનલ ઈવેન્ટ રમાશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જુડોની ફાઈનલ ટક્કર જોવા મળશે. તો વુશુની ઈવેન્ટસમાં મહિલા અને પુરુષ બંન્નેની સ્પર્ધા જોવા મળશે.સાયકલિંગની ઇવેન્ટનું આયોજન ગાંધીનગરમાં થઇ રહ્યું છે. સાયકલિંગની ઇવેન્ટ 8 ઓક્ટોબર અને 9 ઓક્ટોબર દરમિયાન રમાશે. આજે સાયકલિંગની ઈવેન્ટનો છેલ્લો દિવસ છે. જેમાં ફાઈનલ સ્પર્ધા જોવા મળશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

ગુજરાતની ટીમની ટક્કર રાજસ્થાન સામે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બોક્સિંગની ઈવેન્ટ રમાશે જેમાં મહિલા અને પુરુષમાં સ્પર્ધા થશે. ગોલ્ફ ક્લબ અમદાવાદ ખાતે ગોલ્ફની ઈવેન્ટ રમાશે. ભાવનગર શહેરમાં વોલીબોલ ઈવેન્ટમાં પુરુષ વર્ગમાં ગુજરાતની ટક્કર પંજાબ સાથે થશે. તેમજ મહિલા વર્ગમાં ગુજરાતની ટીમની ટક્કર રાજસ્થાન સામે જોવા મળશે. સુરત શહેરમાં બીચ વોલીબોલમાં ગોલ્ડ મેડલની ટક્કર જોવા મળશે આ રમત સુરતના ડુમસ બીચ ખાત રમાઈ રહી છે. રંગીલા રાજકોટ શહેરમાં હોકીની ઈવેન્ટ ઘ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે જોવા મળશે. ગાંધીનગર આઈઆઈટી ખાતે ટ્રાયથલોનની ઈવેન્ટ રમાશે. આઈઆઈટી ગાંધીનગર ખાતે મહિલા અને પુરુષની સોફ્ટબોલ મેચ રમાશે.

 

 

જો નેશનલ ગેમ્સમાં મેડલ ટેબલની વાત કરીએ તો ગુજરાતના ખાતામાં કુલ 35 મેડલ જમા થયા છે. જેમાં 11 ગોલ્ડ મેડલ , 10 સિલ્વર મેડલ અને 14 બ્રોન્ઝ મેડલ છે. શનિવારના રોજ નેશનસ ગેમ્સ 2022 માં સોફ્ટ ટેનિસની ઇવેન્ટમાં પુરૂષ વર્ગમાં ગુજરાતે ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતની ટીમે ફાઇનલમાં મધ્ય પ્રદેશને હરાવ્યો. સોફ્ટ ટેનિસમાં મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો.

 

 

Published On - 9:53 am, Sun, 9 October 22

Next Article