National Games 2022 : ઘરઆંગણે ચાલી રહેલી નેશનલ ગેમ્સ (National Games 2022)માં ગુજરાતના ખેલાડીઓએ મેડલ જીતવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ગુજરાતના ખાતામાં કુલ 23 મેડલ જમા થયા છે. ત્યારે આપણે આજના શેડ્યુલ વિશે વાત કરીએ તો આજે પણ અમદાવાદ,ગાંધીનગર, સુરતમાં વિવિધ રમતો યોજાશે. જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બોક્સિંગની ટક્કર બપોરના 3 કલાકથી શરુ થઈ 6 45 કલાક સુધી ચાલશે. રંગીલા રાજકોટ શહેરના સ્વિમિંગ કોમ્પલેક્ષ ખાતે વોટર ફોલો સવારે 11 કલાકથી શરુ થશે. તેમજ સ્વિમિંગની સ્પર્ધા જોવા મળશે. ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ (Dhyan Chand Hockey Ground)ખાતે હોકીની મેચ રમાશે. જેમાં ગુજરાતની ટક્કર હરિયાણા સામે જોવા મળશે. ભાવનગર શહેરમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે બાસ્કેટ બોલની મેચ સવારે 7 કલાકથી શરુ થશે. સુરત શહેરમાં આજે બીચ વોલીબોલની ટક્કર જોવા મળશે.
આ બીચ વોલીબોલની મેચ જોવા માટે સુરતવાસીઓનો ઉત્સાહ વધુ જોવા મળી શકે છે.અમદાવાદ શહેરના સંસ્કારધામ ગ્રાઉન્ડ ખાતે આર્ચરીમાં ગોલ્ડ મેડલની ટક્કર જોવા મળશે. જેમાં મહિલા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ તેમજ ગોલ્ડ મેડલની મેચ જોવા મળશે. અમદાવાદના પોલીસ સ્ટેડિયમ શાહિબાગ ખાતે મહિલાની ટ્ક્કર ઓડિસા સાથે બપોરના 3 30 કલાકે જોવા મળશે. આજથી યોગાસનની સ્પર્ધા જોવા મળશે. ગોલ્ફ કન્ટ્રી ક્લબ અમદાવાદ ખાતે ગોલ્ફની રમત જોવા મળશે. આજે ગાંધીનગરમાં શૂટિંગની ઈવેન્ટ રમાશે.
Have a look at the #NationalGames2022 schedule for tomorrow, 6th October 🤩
All the best to everyone who will be in action at the #36thNationalGames
2/3 pic.twitter.com/JZQYNaGdn3
— SAI Media (@Media_SAI) October 5, 2022
ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસની મહિલા સિંગલ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગુજરાતમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતનો સાતમો ગોલ્ડ મેડલ હતો. જ્યારે સ્વિમિંગમાં મેન્સ રિલે ટીમે ચાર બાય ૨૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. બેડમિંટનમાં યુવા ખેલાડી આર્યમાન ટંડને મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે ૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાતના કુલ મેડલ્સની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે, જેમાં સાત ગોલ્ડ, 6 સિલ્વર અને 10બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
Have a look at the #NationalGames2022 schedule for tomorrow, 6th October 🤩
All the best to everyone who will be in action at the #36thNationalGames
3/3 pic.twitter.com/W7Mle9vxrF
— SAI Media (@Media_SAI) October 5, 2022