National Games 2022 અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કેનોઈંગ, રાજકોટમાં હોકીની ટક્કર થશે જુઓ શેડયુલ

|

Oct 10, 2022 | 9:40 AM

કેનોઈંગનું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે થઈ રહ્યું છે. કેનોઈંગ(Canoeing) ની ઈવેન્ટ અગાઉ રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ ઈવેન્ટ સ્થળની મુલાકાત લીધી હતી, આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહિલા વર્ગમાં કેનોઈંગની ઈવેન્ટમાં ફાઈનલ મેચ રમાશે.

National Games 2022 અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કેનોઈંગ, રાજકોટમાં હોકીની ટક્કર થશે જુઓ શેડયુલ
National Games 2022 અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કેનોઈંગ, રાજકોટમાં હોકીની ટક્કર થશે જુઓ શેડયુલ
Image Credit source: National Games Twitter

Follow us on

National Games 2022 : નેશનલ ગેમ્સ 2022 (National Games 2022)માં ગુજરાતનો મેડલ આંક 39 પર પહોંચી ગયો છે. રવિવારના રોજ ગુજરાતે મહિલા વર્ગમાં બીચ વોલીબોલમાં (Beach Volleyball) સિલ્વર મેડલ જીત્યો હતો. કેનોઈંગમાં (Canoeing) ગુજરાતની કીર્તિ કેવતે સ્લેલોમ સી-1માં સિલ્વર મેડલ જીત્યો હતો.જુડોમાં (Judo) ગુજરાતના પઠાણ સમીરખાન ફૈઝુલ્લાખાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આજે પણ અનેક શહેરમાં નેશનલ ગેમ્સની ઈવેન્ટ રમાશે. જેમાં આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહિલા વર્ગમાં કેનોઈંગની ઈવેન્ટમાં ફાઈનલ મેચ રમાશે. તેમજ યોગાસનમાં પણ મેડલ ઈવેન્ટસ રમાશે.

ગુજરાતની ટક્કર હિમાચલ પ્રદેશ સામે

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સંસ્કાર ધામ ખાતે મલખમ તેમજ અમદાવાદ શહેરમાં ફુટબોલની ઈવેન્ટ રમાશે. ભાવનગર શહેરમાં આજે વોલીબોલની ટક્કર જોવા મળશે. ગુજરાતની ટક્કર સાંજે 6 કલાકે હરિયાણા સામે જોવા મળેશ, આ ટક્કર પુરુષ વિભાગમાં થશે. મહિલા વર્ગમાં પણ સાંજે 6 કલાકે ગુજરાતની ટક્કર હિમાચલ પ્રદેશ સાથે થશે.મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બોક્સિંગમાં મહિલા અને પુરુષ વર્ગની ટક્કર જોવા મળશે. આજે જુડોમાં ફાઈનલ ઈવેન્ટની જંગ જોવા મળશે. રંગીલા રાજકોટ શહેરમાં પણ આજે ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની ટક્કર સવારે 10 કલાકથી જોવા મળશે.

 

નેશનલ ગેમ્સ 2022 (National Games 2022)માં ગુજરાતનો મેડલ આંક 39 પર પહોંચી ગયો છે. જેમાં કુલ 12 ગોલ્ડ મેડલ 12 સિલ્વર મેડલ અને 15 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ આંક 39 પર પહોંચ્યો છે.

 

ગુજરાતના નેશનલ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 39 મેડલ

36 મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત ખાતે થઇ રહ્યું છે. જેમાં વિવિધ રમતોનું આયોજન ગુજરાતના 6 મુખ્ય શહેર અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ અને વડોદરા ખાતે થઇ રહ્યું છે.અમદાવાદની માના પટેલે નેશનલ ગેમ્સ 2022 માં કુલ 6 મેડલ જીત્યા છે. માના પટેલ બાદ આર્યન નહેરાએ (Aryan Nehra) પણ સ્વિમિંગમાં (Swimming) શાનદાર પ્રદર્શન દર્શાવી 4 મેડલ જીત્યા હતા. સ્વિમિંગમાં 36મી નેશનલ ગેમ્સમાં હોમ ક્રાઉડ સમક્ષ ગુજરાતની ટીમનો શાનદાર પ્રદર્શન રહ્યો હતો.

Published On - 9:39 am, Mon, 10 October 22

Next Article